આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં પરિવારના સભ્યો સાથે લોકેશન શેર કરો અને તેમના ખોવાઈ ગયેલાં ડિવાઇસ લોકેટ કરો

ફેમિલી શેરિંગથી તમે તમારા ફેમિલી શેરિંગ ગ્રૂપના સભ્યો સાથે તમારું લોકેશન શેર કરી શકો છો અને તેમને ગુમ થયેલાં ડિવાઇસ શોધવામાં મદદ કરી શકો છો. ફેમિલી ઑર્ગનાઇઝર જ્યારે ફૅમિલી શેરિંગ સેટિંગ્સમાં લોકેશન શેરિંગ સેટ અપ કરે ત્યારે પરિવારમાં પછીથી જોડાતા નવા સભ્ય સહિત દરેક સાથે ઑર્ગનાઇઝરનું લોકેશન ઑટોમૅટિક રીતે શેર કરવામાં આવે છે. પછી પરિવારના સભ્યો તેમનું લોકેશન શેર કરવું કે નહિ તે પસંદ કરી શકે છે.

તમારું લોકેશન પરિવારના સભ્યો સાથે શેર કરવા માટે

તમે તમારા પરિવાર સાથે લોકેશન શેર કરો છો ત્યારે તેઓ ખોજીમાં તમારું લોકેશન જોઈ શકે છે. પરિવારના સભ્યનું લોકેશન બદલાય ત્યારે પણ તમે સૂચના મેળવી શકો છો—ઉદાહરણ તરીકે જો તમારું બાળક સ્કૂલના સમય દરમિયાન સ્કૂલમાં ન હોય તો તમને મેસેજ મળે છે.

  1. સેટિંગ્સ  > પરિવાર > સબ્સ્ક્રિપ્શન > લોકેશન પર જાઓ.

  2. તમે પરિવારના જે સભ્ય સાથે તમારું લોકેશન શેર કરવા માંગો છો તેમના માટે લોકેશન શેરિંગ ચાલુ કરો.

    તમે પરિવારના જે સભ્ય સાથે તમારું લોકેશન શેર કરવા માંગો છો તે દરેક સભ્ય માટે આ પગલું રિપીટ કરી શકો છો. તમે તમારું લોકેશન શેર કરી રહ્યાં હોવાનો મેસેજ પરિવારના દરેક સભ્યને પ્રાપ્ત થાય છે અને તેઓ તેમનું લોકેશન તમારી સાથે શેર કરી શકે છે.

    તમે કોઈ પણ સમયે પરિવારના કોઈ પણ સભ્ય સાથે તમારું લોકેશન શેર કરવાનું બંધ કરી શકો છો.

  3. જો તમે પછીથી જોડાતા નવા સભ્યો સાથે તમારું લોકેશન શેર કરવા માંગતા હોવ તો “ઑટોમૅટિક રીતે લોકેશન શેર કરો” ચાલુ કરો.

નોટ : જે બાળક અને કિશોર માટે સ્ક્રીન ટાઇમ ચાલુ કરેલો હોય તે તેમનાં પોતાનાં લોકેશન શેરિંગ સેટિંગ્સ કદાચ ન પણ બદલી શકે.

તમારું લોકેશન શેર કરવા માટે તમારે સેટિંગ્સ  > પ્રાઇવસિ અને સુરક્ષામાં લોકેશન સેવાઓ ચાલુ કરવી આવશ્યક છે. જુઓ : તમે શેર કરો છો તે લોકેશનની માહિતી કંટ્રોલ કરો.

પરિવારના સભ્યના ડિવાઇસને લોકેટ કરવા માટે

તમે તમારા ફેમિલી શેરિંગ ગ્રૂપના સભ્યો સાથે તમારું લોકેશન શેર કરો પછી તેઓ “ખોજી” ઍપમાં ઉમેરેલા ડિવાઇસને લોકેટ કરવામાં મદદ કરી શકે છે.

જુઓ : ખોજીમાં ડિવાઇસને લોકેટ કરો.

તમારાં ડિવાઇસ યાદીમાં ઉપર હોય છે અને તમારા પરિવારના સભ્યોનાં ડિવાઇસ તેની નીચે હોય છે.

પરિવારના સભ્યને તમારી સાથે AirTag શેર કરવાનું કહો

જો તમને “ખોજી” ઍપમાં “તમારી નજીકમાં AirTag ડિટૅક્ટ થયું” અથવા “અજ્ઞાત AirTag” લખેલી સૂચના પ્રાપ્ત થાય તો તમે તેની માલિકી ધરાવતા પરિવારના સભ્યને તમારી સાથે AirTag શેર કરવાનું કહી શકો છો.

  1. સૂચનામાં “AirTag શેર કરવા માટે ઓનરને પૂછો” પર ટૅપ કરો.

  2. સ્ક્રીનમાં નીચે “ઓનરને પૂછો” પર ટૅપ કરો.

પરિવારના સભ્યના ગુમ થયેલા ડિવાઇસને લોકેટ કરવા માટે તમે iCloud.comમાં ડિવાઇસ શોધોનો પણ ઉપયોગ કરી શકો છો. જુઓ : iCloud યૂઝર ગાઇડમાં iCloud.comમાં ડિવાઇસ શોધોમાં ડિવાઇસ લોકેટ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.