આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadOSમાં અનધિકૃત ફેરફાર

તમે તમારું ડિવાઇસ ચાલુ કરો તે ક્ષણથી વિશ્વાસપાત્ર અને સુરક્ષિત રહે તે રીતે iPadOS ડિઝાઇન કરવામાં આવી છે. બિલ્ટ-ઇન સુરક્ષા ફીચર માલવેર અને વાયરસ સામે રક્ષણ કરવામાં અને વ્યક્તિગત માહિતી અને કૉર્પોરેટ ડેટાનો સુરક્ષિત ઍક્સેસ આપવામાં મદદ કરે છે. iPadOSમાં અનધિકૃત ફેરફાર (જેને “જેલબ્રેકિંગ” તરીકે પણ ઓળખાય છે)થી સુરક્ષા ફીચર બાયપાસ થઈ જાય છે અને તેના કારણે હૅક કરેલા iPadમાં સુરક્ષા નિર્બળતા, અસ્થિરતા અને બૅટરી લાઇફમાં ઘટાડા જેવી અનેક સમસ્યા આવી શકે છે.

  • સુરક્ષા નિર્બળતા. તમારું ડિવાઇસ જેલબ્રેક કરવાથી તમારી વ્યક્તિગત માહિતી અને તમારા iPadOS ડિવાઇસની સુરક્ષા માટે તૈયાર કરવામાં આવેલા સુરક્ષા સ્તરો દૂર થાય છે. આ સુરક્ષાને તમારા iPadOS ડિવાઇસમાંથી કાઢી નાખ્યા પછી હૅકર તમારી વ્યક્તિગત માહિતી ચોરી શકે છે, તમારા ડિવાઇસને નુકસાન પહોંચાડી શકે છે, તમારા નેટવર્ક પર હુમલો કરી શકે છે અથવા માલવેર, સ્પાયવેર અથવા વાયરસ દાખલ કરી શકે છે.

  • અસ્થિરતા. અનધિકૃત ફેરફારના કારણે વારંવાર અને અનપેક્ષિત રીતે ડિવાઇસ ક્રૅશ થઈ શકે છે, બિલ્ટ-ઇન ઍપ્સ અને તૃતીય પક્ષ ઍપ્સ ક્રૅશ અને ફ્રીઝ થઈ શકે છે અને ડેટા ગુમાવવો પડી શકે છે.

  • બૅટરી લાઇફ ઓછી થઈ જવી. હૅક કરેલા સોફ્ટવેરથી બૅટરી જલ્દીથી ઉતરી શકે છે જેના કારણે એક વખત બૅટરી ચાર્જ કરવાથી થઈ શકતા iPadના ઑપરેશનનો સમયગાળો ટૂંકો થઈ શકે છે.

  • અવિશ્વસનીય વૉઇસ અને ડેટા. અનધિકૃત ફેરફારોના કારણે કૉલ ડ્રૉપ થઈ શકે છે, ડેટા કનેક્શન ધીમું અથવા અવિશ્વસનીય થઈ શકે છે અને લોકેશન ડેટામાં વિલંબ થાય અથવા ખોટો હોઈ શકે છે.

  • સર્વિસમાં ખલેલ. iCloud, iMessage, FaceTime, Apple Pay, વિઝ્યુઅલ વૉઇસમેલ, હવામાન અને સ્ટૉક્સ જેવી સેવાઓમાં કદાચ ખલેલ આવી શકે છે અથવા ડિવાઇસમાં કામ કરતી નથી. વધુમાં Apple પુશ સૂચના સેવાનો ઉપયોગ કરતી તૃતીય પક્ષ ઍપ્સને સૂચનાઓ પ્રાપ્ત કરવામાં મુશ્કેલી આવી શકે છે અથવા અલગ ડિવાઇસ માટે બનાવેલી સૂચનાઓ પ્રાપ્ત કરી શકે છે. iCloud અને Exchange જેવી અન્ય પુશ-આધારિત સેવાઓને તેમના સંબંધિત સર્વર સાથે ડેટા સિંક કરવામાં સમસ્યા આવી શકે છે.

  • ભવિષ્યની સોફ્ટવેર અપડેટ લાગુ કરવામાં અસમર્થતા. કેટલાક અનધિકૃત ફેરફારોથી iPadOSને એવું નુકસાન થઈ શકે છે જે રિપેર થઈ શકતું નથી. આના પરિણામે ભવિષ્યમાં Apple દ્વારા આપવામાં આવતી iPadOS અપડેટ ઇંસ્ટૉલ કરવામાં આવે ત્યારે હૅક કરેલું iPad કાયમ માટે નિષ્ક્રિય થઈ શકે છે.

iPadOSમાં ફેરફાર કરનારા કોઈ પણ સોફ્ટવેરને ઇંસ્ટૉલ કરવા સામે Apple સખત ચેતવણી આપે છે. એ પણ નોંધવું અગત્યનું છે કે iPadOSમાં અનધિકૃત ફેરફાર એ iOS અને iPadOS સોફ્ટવેર લાઇસંસ અગ્રીમંટનું ઉલ્લંઘન છે અને તેના કારણે Apple કોઈ પણ અનધિકૃત સોફ્ટવેર ઇંસ્ટૉલ કરેલા iPadમાં સર્વિસ કરવાની ના પાડી શકે છે.

Apple દ્વારા નિર્મિત ન કરવામાં આવતા પ્રૉડક્ટ અથવા Apple દ્વારા નિયંત્રિત અથવા પરીક્ષણ કરવામાં ન આવતી સ્વતંત્ર વેબસાઇટ વિષેની માહિતી ભલામણ અથવા સમર્થન વગર પ્રદાન કરવામાં આવે છે. તૃતીય-પક્ષની વેબસાઇટ અથવા પ્રૉડક્ટની પસંદગી, પર્ફૉર્મન્સ અથવા ઉપયોગ અંગે Apple કોઈ જવાબદારી સ્વીકારતું નથી. Apple તૃતીય-પક્ષની વેબસાઇટની ચોકસાઈ અથવા વિશ્વસનીયતા અંગે કોઈ રજૂઆત કરતું નથી. વધારાની માહિતી માટે વેંડરનો સંપર્ક કરો.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.