આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં નકશો ઍપમાં આવતી સમસ્યા રિપોર્ટ કરો

જો તમને નકશો ઍપમાં સરનામું, વ્યવસાય, ટ્રાંઝિટ સ્ટૉપ અથવા અન્ય ફીચર જેવું કંઈ ખૂટતું હોય તેવું દેખાય તો તેને ઉમેરી શકો છો. તમે અન્ય પ્રકારની સમસ્યાઓને પણ રિપોર્ટ કરી શકો છો જેમ કે દિશા નિર્દેશનોમાં ખોટું પગલું અથવા બંધ થઈ ગયેલો વ્યવસાય.

  1. તમારા iPadમાં નકશો ઍપ પર જાઓ.

  2. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • પિન માર્કર દેખાય ત્યાં સુધી નકશાને ટચ કરી દબાવી રાખો, કાર્ડમાં નીચે સુધી સ્ક્રોલ કરો પછી “કંઇક ખૂટે છે તેની જાણ કરો” પર ટૅપ કરો.

    • સર્ચ ફીલ્ડની બાજુમાં તમારા ફોટો અથવા પ્રથમાક્ષર પર ટૅપ કરો અને રિપોર્ટ પર ટૅપ કરીને પછી “નવી સમસ્યા રિપોર્ટ કરો” પર ટૅપ કરો.

  3. વિકલ્પ પસંદ કરીને પછી ઑનસ્ક્રીન સૂચનાઓનું પાલન કરો.

તમારા ઘર અથવા કાર્યસ્થળ માટે ઉપયોગમાં લેવાતું સરનામું બદલવા માટે તમારા સ્થળમાં પિન ઉમેરવા માટે જુઓ.

જો તમારો વ્યવસાય (મોટો અથવા નાનો) હોય તો તમે તમારા ગ્રાહકોને નકશો, Apple વૉલેટ, Siri વગેરેમાં તેને શોધવામાં મદદ કરવા માટે Apple Business Connectનો ઉપયોગ કરી શકો છો. Apple Business Connect વિષે વધુ જાણો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.