iPadમાં ડાયરી સાથે પ્રારંભ કરો

તમારા અનુભવને રેકોર્ડ કરવા માટે iPadમાં ડાયરી ઍપ નો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો. તમે ફોટો, સંગીત, ડ્રૉઇંગ, ઑડિઓ રેકોર્ડિંગ અને તમારી વર્તમાન માનસિક અવસ્થા પણ ઉમેરી શકો છો. તમે Apple Pencil (સુસંગતતા જુઓ) અથવા તમારી આંગળીથી સ્કેચ દોરી શકો અથવા હાથેથી તમારી એંટ્રી લખી શકો છો.

ડાયરી ઍપની સ્વાગત સ્ક્રીન.

ડાયરી સેટ અપ કરવા માટે

જ્યારે તમે પહેલીવાર ડાયરી ખોલો છો ત્યારે સેટ અપ કરવા માટે ઑનસ્ક્રીન સૂચનાઓનું પાલન કરો. જ્યારે તમે સમાન Apple અકાઉંટ સાથે સાઇન ઇન કરો ત્યારે તમે iPhoneથી iPadમાં ડાયરીના સૂચનો સિંક કરી શકો છો. સેટિંગ્સ પર જાઓ પછી પ્રાઇવસિ અને સુરક્ષા પર ટૅપ કરો. ડાયરીના સૂચનો પર ટૅપ કરો, ડાયરીના સૂચનો ચાલુ કરો પર ટૅપ કરો પછી iPadમાં સિંકની અનુમતિ આપો ચાલુ કરો.

એંટ્રી કંપોઝ કરવા માટે ડાયરી ઍપમાં સ્ક્રીન.

ડાયરીની એંટ્રી બનાવવા માટે

સ્ક્રીનમાં ઉપર “એંટ્રી બનાવો” બટન પર ટૅપ કરીને પછી લખવાનું શરૂ કરો. ડ્રૉઇંગ ઉમેરવા માટે “ડ્રૉઇંગ ઉમેરો” બટન પર ટૅપ કરો.

ડાયરી ઍપમાં ઉપર જમણી બાજુએ સર્ચ બટન સાથે ડાયરીની એંટ્રી બતાવતી સ્ક્રીન.

તમારી ડાયરીની એંટ્રી રિવ્યૂ કરવા માટે

પાછળની એંટ્રી જોવા માટે તમારી ડાયરીમાં સ્ક્રોલ કરો. માત્ર અમુક પ્રકારની એંટ્રી જોવા માટે “સર્ચ કરો” બટન પર ટૅપ કરો પછી ફોટો અથવા ડ્રૉઇંગ જેવી શ્રેણી પસંદ કરો અથવા તમે જે ટેક્સ્ટ શોધી રહ્યા છો તે ટાઇપ કરો.

ડાયરી ઍપમાં તમારી ડાયરીને અનલૉક કરવા માટે તમને Touch IDનો ઉપયોગ કરવા પ્રૉમ્પ્ટ કરતી સ્ક્રીન.

તમારી ડાયરીને પ્રાઇવેટ રાખવા માટે

તમે તમારી ડાયરીને સુરક્ષિત રાખો જેથી ફક્ત તમે તમારા Face ID, Touch ID અથવા પાસકોડથી તેને ઍક્સેસ કરી શકો.

વધુ જાણવા માંગો છો?

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.