આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં નકશો ઍપમાં સ્થળ સર્ચ કરો

તમે સરનામું, લેંડમાર્ક, સેવા વગેરે સર્ચ કરી શકો છો.

સ્થળ સર્ચ કરવા માટે

સર્ચ ફીલ્ડ (કાર્ડની ટોચ પર) પર ટૅપ કરો પછી ટાઇપ કરવાનું શરૂ કરો.

વિસ્તારનો નકશો બતાવતી નકશો ઍપ. ઉપરની ડાબી બાજુએ સર્ચ ફીલ્ડ છે જેમાં નીચે સૂચીમાં આપેલી સર્ચ ક્વેરીનાં પરિણામ છે.

તમે વિવિધ રીતે સર્ચ કરી શકો છો. ઉદાહરણ તરીકે :

  • ઇંટરસેક્શન (“8th and Market”)

  • ક્ષેત્ર (“Greenwich Village”)

  • લેંડમાર્ક (“Guggenheim”)

  • પિન કોડ (“60622”)

  • વ્યવસાય (“movies,” “restaurants San Francisco CA,” “Apple Inc New York”)

  • રોજબરોજની ભાષાનો ઉપયોગ કરીને વિનંતી અથવા પ્રશ્ન (“Find cafes with free Wi-Fi”)

જો તમને પરિણામોની યાદી મળે તો વધુ જોવા માટે યાદીને સ્ક્રોલ કરો. કોઈ સ્થળ વિષે જાણવા અથવા તેના માટે દિશા નિર્દેશનો મેળવવા માટે સર્ચના પરિણામ પર ટૅપ કરો.

કાર્ડને ડિસ્પ્લે કરવા, મોટું કરવા અથવા નાનું કરવા માટે

જો તમને સર્ચ ફીલ્ડ દેખાતું ન હોય તો કાર્ડમાં ઉપર જમણી બાજુએ “બંધ કરો” બટન પર ટૅપ કરો.

કાર્ડની સાઇઝ બદલવા માટે કાર્ડની ટોચને ઉપર અથવા નીચે ડ્રૅગ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.