આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં નકશો ઍપમાં તમારા “સ્થળ”માં સ્થળ અને નોટ્સ ઉમેરો

તમે પિન, સ્થળ, ગાઇડ અને રૂટને એક જગ્યાએ શોધી શકો છો : નકશો ઍપમાં તમારા સ્થળ. સેવ કરેલા સ્થળમાં તમારી પોતાની વ્યક્તિગત નોટ્સ ઉમેરો—જે માત્ર તમે જોઈ શકો છો—અથવા સરળ ઍક્સેસ માટે તમારા વારંવાર વિઝિટ કરવામાં આવતા સ્થળને પિન કરો.

નકશામાં સ્થળોની સ્ક્રીન જેમાં પિન કરેલ, સેવ કરેલા સ્થળો અને ગાઇડ જેવી સ્થળની શ્રેણીની સૂચી બતાવેલી છે. આની નીચે, “તાજેતરમાં ઉમેરેલ” સેક્શન જોયેલા લોકેશનની સૂચી બતાવે છે.

તમારા “સ્થળ”માં સ્થળ સેવ કરો

  1. તમારા iPadમાં નકશો ઍપ પર જાઓ.

  2. સ્થળ કાર્ડ જોઈ રહ્યાં હોવ ત્યારે નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • “ઉમેરો” બટન પર ટૅપ કરો. તે બદલાઈને “ઉમેર્યું” બટન થાય છે.

    • “વધુ” બટન પર ટૅપ કરો પછી “સ્થળમાં ઉમેરો” પર ટૅપ કરો.

સ્થળમાં નોટ્સ ઉમેરવા માટે

તમે સ્થળમાં ઉમેરેલી નોટ્સ કોઈ પણ સમયે વાંચી શકો છો. જ્યારે તમે કોઈ સ્થળ શેર કરો, ત્યારે તમારી નોંધ શેર કરેલી લિંક સાથે ટેક્સ્ટ તરીકે દેખાય છે પરંતુ તે સ્થળ માટે અન્ય વ્યક્તિની નોંધમાં સેવ થતી નથી.

  1. તમારા iPadમાં નકશો ઍપ પર જાઓ.

  2. સ્થળ કાર્ડ જોઈ રહ્યાં હોવ ત્યારે “વધુ” બટન પર ટૅપ કરીને પછી “નોટ ઉમેરો” પર ટૅપ કરો.

  3. કંઈક લખો પછી પૂર્ણ બટન પર ટૅપ કરો.

કોઈ સ્થળ પર નોટ ઉમેરવાથી તે સ્થળ તમારા સ્થળમાં સેવ થઈ જાય છે.

તમારા સ્થળમાં પિન ઉમેરવા માટે

તમે નકશો અને CarPlayમાં સરળ ઍક્સેસ માટે વારંવાર વિઝિટ કરવામાં આવતા સ્થળને પિન કરી શકો છો. તે તમારા સ્થળમાં અને પિન કરેલા નીચે આઇકન તરીકે પણ દેખાય છે.

  1. તમારા iPadમાં નકશો ઍપ પર જાઓ.

  2. સ્થળની નીચે “ઉમેરો” બટન પર ટૅપ કરીને (તમારે ડાબી બાજુ સ્વાઇપ કરવું પડી શકે છે) પછી સૂચન સર્ચ કરો અથવા ટૅપ કરો. તમે પિન ડ્રૉપ કરો પણ પસંદ કરી શકો છો.

  3. જો પિન તમારા ઘર, કાર્યસ્થળ અથવા સ્કૂલ માટે હોય તો તમે નીચેનામાંથી કોઈ પણ એક કરી શકો છો :

    • તેને આપેલા પ્રકારમાં અસાઇન કરો : ઘર, કાર્યસ્થળ અથવા સ્કૂલ સિલેક્ટ કરો.

    • મારા કાર્ડમાં સિંક કરો : “સંપર્ક કાર્ડમાં ઉમેરો” પર ટૅપ કરો.

  4. પૂર્ણ બટન પર ટૅપ કરો.

જુઓ : પિન સંપાદિત કરવા માટે.

તમારા “સ્થળ”માંથી સ્થળ કાઢી નાખો

  1. તમારા iPadમાં નકશો ઍપ પર જાઓ.

  2. “સ્થળ” પર ટૅપ કરો.

  3. “વધુ” બટન પર ટૅપ કરો પછી સ્થળમાંથી ડિલીટ કરો પર ટૅપ કરો.

જો તમે સ્થળ કાર્ડમાં હોવ તો “ઉમેર્યું” બટન પર ટૅપ કરો. તે “ઉમેરો” બટન પર પાછું આવે છે.

તમારા સ્થળમાંથી કોઈ સ્થળને કાઢી નાખવાથી તમે તેમાં ઉમેરેલી કોઈ પણ વ્યક્તિગત નોટ ડિલીટ થઈ જશે.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.