આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં પૉડકાસ્ટનું ટ્રાંસક્રિપ્ટ જુઓ

પૉડકાસ્ટ ઍપમાં તમે ઍપિસોડ ટ્રાંસક્રિપ્ટ જોઈ અને સર્ચ કરી શકો છો.

નોટ : ભાષા અને દેશ અથવા પ્રદેશ મુજબ ટ્રાંસક્રિપ્ટ ઉપલબ્ધતા બદલાઈ શકે છે. Apple સપોર્ટ લેખ જુઓ-iPhone અને iPad પર Apple પૉડકાસ્ટમાં શો ફૉલો અને પ્લે કરો.

ટ્રાંસક્રિપ્ટ જુઓ

  1. તમારા iPadમાં પૉડકાસ્ટ ઍપ પર જાઓ.

  2. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • ઍપિસોડની માહિતી જોતી વખતે : ટ્રાંસક્રિપ્ટ સેક્શનમાં નીચે સ્ક્રોલ કરો. તમે “વધુ” બટન પર પણ ટૅપ કરી શકો છો પછી “ટ્રાંસક્રિપ્ટ જુઓ” પર ટૅપ કરો.

    • મિનિપ્લેયર અથવા પ્લે થઈ રહેલ સ્ક્રીનમાંથી : “ટ્રાંસક્રિપ્ટ જુઓ”બટન પર ટૅપ કરો.

ફુલ-સ્ક્રીન વીડિયો મોડમાં જોતી વખતે ટ્રાંસક્રિપ્ટ ઉપલબ્ધ નથી. તેના બદલે તમે કૅપ્શન બટન પર ટૅપ કરી શકો છો (જો ઉપલબ્ધ હોય તો).

તમે આ ટ્રાંસક્રિપ્ટ સાથે ઘણી બધી રીતે ઇંટરૅક્ટ કરી શકો છો. સ્ટેટિક ટ્રાંસક્રિપ્ટ વ્યૂમાં તમે ટેક્સ્ટ સિલેક્ટ કરી શકો છો અને તે પૉઇંટથી પ્લે, કૉપિ અથવા શેર કરવું કે નહિ તે પસંદ કરી શકો છો. પ્લે થઈ રહેલ સ્ક્રીન પર સ્ક્રોલિંગ ટ્રાંસક્રિપ્ટમાં તમે ઍપિસોડમાં તે પૉઇંટ પર જવા માટે કોઈ પણ ફકરા પર ટૅપ કરી શકો છો અથવા તે પૉઇંટથી શેર કરવા માટે ફકરાને ટચ કરી દબાવી રાખી શકો છો.

પ્લે થઈ રહેલ સ્ક્રીન પર ટ્રાંસક્રિપ્ટ છુપાવવા માટે નીચે સ્વાઇપ કરીને પછી વૉલ્યૂમ સ્લાઇડરની નીચે “ટ્રાંસક્રિપ્ટ છુપાવો” બટન પર ટૅપ કરો.

ટ્રાંસક્રિપ્ટ સર્ચ કરવા માટે

  1. તમારા iPadમાં પૉડકાસ્ટ ઍપ પર જાઓ.

  2. ટ્રાંસક્રિપ્ટ જોતી વખતે નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • “હમણાં પ્લે થઈ રહેલ” સ્ક્રીનમાંથી : ટ્રાંસક્રિપ્ટ પર ઉપર સ્વાઇપ કરીને પછી સર્ચ કરો પર ટૅપ કરો.

    • ઍપિસોડની માહિતી અથવા આગામી સેક્શનમાંથી : “ટ્રાંસક્રિપ્ટ સર્ચ કરો” બટન પર ટૅપ કરો.

  3. વૈકલ્પિક રીતે, સર્ચ ફીલ્ડમાં “સર્ચ વિકલ્પો” બટન પર ટૅપ કરો જેથી સર્ચ પરિણામમાં સંપૂર્ણ શબ્દ અથવા કૅપિટલાઇઝેશનને મૅચ કરવાની જરૂર છે કે નહિ તે સ્પષ્ટ કરી શકાય.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.