આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં ફોટો અને વીડિયો ક્રૉપ કરો, ફેરવો, ફ્લિપ કરો અથવા સીધા કરો

iPadમાં તમે ફોટો અથવા વીડિયોને ક્રૉપ કરવા, ફેરવવા, ફ્લિપ કરવા, સીધા કરવા અથવા તેની સાઇઝ ઍડજસ્ટ કરવા માટે ફોટોસ ઍપનાં ટૂલનો ઉપયોગ કરી શકો છો.

તમે iCloud ફોટોસનો ઉપયોગ કરો ત્યારે તમારા ફોટો અને વીડિયોમાં જે કંઈ સંપાદનો કરો તે તમારાં તમામ ડિવાઇસ પર સેવ કરવામાં આવે છે.

ફોટો અથવા વીડિયો ક્રૉપ કરવા, ફેરવવા અથવા ફ્લિપ કરવા

  1. તમારા iPadમાં ફોટોસ ઍપ પર જાઓ.

  2. તેને ખોલવા માટે ફોટો અથવા વીડિયો પર ટૅપ કરો પછી “સંપાદિત કરો” બટન પર ટૅપ કરો.

  3. સ્ક્રીનની ડાબી બાજુએ “ક્રૉપ કરો” બટન પર ટૅપ કરો પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    મધ્યમાં ફોટો સાથે ફોટોસ ઍપમાં સંપાદન સ્ક્રીન. સ્ક્રીનની ડાબી બાજુએ ઍડજસ્ટ, ફિલ્ટર અને ક્રૉપ બટન છે; ક્રૉપ બટન સિલેક્ટ કરેલું છે. સ્ક્રીનની જમણી બાજુએ ક્રૉપ ઇનહાંસમેંટ વિકલ્પો અને ફિલ્ટર ઇફેક્ટના લેવલને ઍડજસ્ટ કરવા માટે સ્લાઇડર છે.
    • મૅન્યુઅલ રીતે ક્રૉપ કરો : તમે જે વિસ્તારને ઇમેજમાં રાખવા માંગતા હોવ તેને લંબચોરસમાં સમાવવા માટે તેના ખૂણાને ડ્રૅગ કરો અથવા પિંચ કરીને ખોલો અથવા બંધ કરો.

      નોટ : જ્યારે તમે ખૂણામાં ડ્રૅગ કરો છો ત્યારે ક્રૉપ ટૂલ ફોટોનો અસલ ઍસ્પૅક્ટ રેશિઓ જાળવી રાખે છે. ઍસ્પૅક્ટ રેશિઓ બદલવા માટે ઍસ્પૅક્ટ રેશિઓને અનલૉક કરવા માટે ફોટોમાં ઉપરના જમણા ખૂણે આવેલા લૉક પર ટૅપ કરો.

    • સ્ટૅન્ડર્ડ પ્રિસેટ રેશિઓમાં ક્રૉપ કરો : સ્ક્રીનમાં ઉપર “ઍસ્પૅક્ટ રેશિઓ” બટન પર ટૅપ કરો પછી સ્ક્રીનમાં નીચે સ્ક્વેર, વૉલપેપર, 9:16 અથવા 5:7 જેવા વિકલ્પ પસંદ કરો.

    • ફેરવો : ઇમેજને 90 ડિગ્રી ફેરવવા માટે “ફેરવો” બટન પર ટૅપ કરો.

    • ફ્લિપ : ઇમેજને હૉરિઝૉન્ટલ ફ્લિપ કરવા માટે “ફ્લિપ” બટન પર ટૅપ કરો.

  4. તમારાં સંપાદનો સેવ કરવા માટે પૂર્ણ પર ટૅપ કરો અથવા જો તમને તમારા ફેરફારો પસંદ ન હોય તો રદ કરો પર ટૅપ કરો પછી ફેરફારો કાઢી નાખો પર ટૅપ કરો.

જ્યારે તમે ફોટો જોઈ રહ્યાં હોવ ત્યારે તેને ઝડપથી ક્રૉપ કરવો હોય તો ફોટોને ઝૂમ કરવા માટે તેને પિંચ કરો. તમે જે રીતે ફોટો ક્રૉપ કરવા માંગતા હોવ તે દેખાય ત્યારે સ્ક્રીનમાં ઉપરના જમણા ખૂણામાં ક્રૉપ પર ક્લિક કરો. ક્રૉપ ટૂલ વડે આગળ કોઈ ઍડજસ્ટમેંટ કરો પછી પૂર્ણ પર ટૅપ કરો.

ફોટો અથવા વીડિયોને સ્ટ્રેટન કરો અને તેના પર્સ્પેક્ટિવને ઍડજસ્ટ કરો

તમે ફોટો અથવા વીડિયોને સીધા કરી શકો છો અથવા તેને વર્ટિકલ અથવા હૉરિઝૉન્ટલ ઝુકાવી શકો છો.

  1. તમારા iPadમાં ફોટોસ ઍપ પર જાઓ.

  2. તેને ખોલવા માટે ફોટો અથવા વીડિયો પર ટૅપ કરો પછી “સંપાદિત કરો” બટન પર ટૅપ કરો.

  3. “ક્રૉપ કરો” બટન પર ટૅપ કરો.

  4. સંપાદનના વિકલ્પો જોવા માટે ફોટોની નીચે ડાબે સ્વાઇપ કરો.

  5. તમે જે ઇફેક્ટને સંપાદિત કરવા માંગો છો તેને ટૅપ કરો અને પછી સચોટ ઍડજસ્ટમેંટ કરવા માટે સ્લાઇડરને ડ્રૅગ કરો.

    તમે જે ઍડજસ્ટમેંટ કરો છો તેનું લેવલ સ્લાઇડર દ્વારા ડિસ્પ્લે કરવામાં આવે છે. સંપાદિત કરેલા અને અસલ ફોટો અથવા વીડિયો વચ્ચે સ્વિચ કરવા માટે બટન પર ટૅપ કરો.

  6. તમારાં સંપાદનો સેવ કરવા માટે પૂર્ણ પર ટૅપ કરો.

    ટિપ : સેવ કર્યા પછી સંપાદનોને અનડૂ કરવા માટે ફોટો અથવા વીડિયો ખોલો અને “સંપાદિત કરો” બટન પર ટૅપ કરો પછી રિવર્ટ પર ટૅપ કરો.

Apple Intelligenceનો ઉપયોગ કરીને વિચલન કાઢી નાખો

જો તમારી પાસે Apple Intelligence*ને સપોર્ટ કરતું iPad હોય તો તમે ફોટોમાંથી ધ્યાન ભટકાવતા ઑબજેક્ટને ઓળખવા અને કાઢી નાખવા માટે ક્લિન અપ ટૂલનો ઉપયોગ કરી શકો છો. જુઓ : તમારા ફોટોમાંથી ખલેલ આપતી વસ્તુઓ કાઢી નાખો.

*Apple Intelligence નીચેની ભાષાઓ માટે સપોર્ટ સાથે બીટામાં ઉપલબ્ધ છે : અંગ્રેજી, ડેનિશ, ડચ, ફ્રેંચ, જર્મન, ઇટાલિયન, નોર્વેજિયન, પોર્ટુગીઝ, સ્પેનિશ, સ્વીડિશ, ટર્કિશ, ચીની (સરળીકૃત), ચીની (પરંપરાગત), જાપાનીઝ, કોરિયન અને વિયેતનામીઝ. અમુક ફીચર તમામ ભાષા અથવા વિસ્તારમાં ઉપલબ્ધ ન પણ હોઈ શકે. ભાષા અને ફીચરની ઉપલબ્ધતા અને સિસ્ટમની જરૂરિયાતો વિષે વધુ માહિતી માટે Apple સપોર્ટ લેખ જુઓ : Apple Intelligence કેવી રીતે મેળવવું.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.