આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં મેસેજમાં ફોટો અથવા વીડિયો લો અને સંપાદિત કરો

તમે મેસેજ ઍપમાં સીધા જ ફોટો અને વીડિયો કૅપ્ચર કરી શકો છો. તમે ઇમેજને સંપાદિત કરીને, તેને માર્ક કરીને અથવા ઇફેક્ટ ઉમેરીને ફોટો અને વીડિયો મોકલતા પહેલાં તેમાં ફેરફાર પણ કરી શકો છો.

નોટ : તમારા નેટવર્ક પ્રોવાઇડર અટૅચમેંટ માટે સાઇઝ લિમિટ સેટ કરી શકે છે; iPad જરૂર પડે ત્યારે ફોટો અને વીડિયો અટૅચમેંટ કંપ્રેસ કરી શકે છે.

ફોટો અથવા વીડિયો મોકલવા માટે

  1. તમારા iPadમાં મેસેજ ઍપ પર જાઓ.

  2. વાર્તાલાપમાં “ઉમેરો” બટન પર ટૅપ કરો.

  3. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • ફોટો લો : કૅમેરા પર ટૅપ કરો પછી ફોટો લેવા માટે “ફોટો લો” બટન પર ટૅપ કરો.

      કૅમેરા મોડ બદલવા માટે ફોટો પર ટૅપ કરો અને પછી વિકલ્પ પર ટૅપ કરો.

      ફોટોને ક્રૉપ કરવા, ફિલ્ટર ઉમેરવા વગેરે માટે સંપાદિત કરો પર ટૅપ કરીને પછી સંપાદન ટૂલનો ઉપયોગ કરો.

    • વીડિયો લો : કૅમેરા પર ટૅપ કરો, વીડિયો પર ટૅપ કરો, રેકૉર્ડિંગ શરૂ કરવા માટે “વીડિયો રેકોર્ડ કરો” બટન પર ટૅપ કરીને પછી રોકવા માટે “વીડિયો રેકોર્ડિંગ બંધ કરો” બટન પર ટૅપ કરો.

      વીડિયો ટ્રિમ અથવા ક્રૉપ કરવા, ફિલ્ટર ઉમેરવા વગેરે માટે સંપાદિત કરો પર ટૅપ કરીને પછી સંપાદન ટૂલનો ઉપયોગ કરો.

    • પ્રવર્તમાન ફોટો અથવા વીડિયો ઉમેરો : ફોટોસ પર ટૅપ કરો પછી સર્ચ કરવા માટે ઉપરની બાજુ સ્વાઇપ કરો, તમામ ફોટોમાંથી બ્રાઉઝ કરો અથવા ઍલ્બમ બદલો પછી તમારે મોકલવી હોય તે ઇમેજ પર ટૅપ કરો.

      ક્રૉપ કરવા, ફિલ્ટર ઉમેરવા અથવા અન્ય ઍડજસ્ટમેંટ કરવા માટે મેસેજ બબલમાં ઇમેજ પર ટૅપ કરો, સંપાદિત કરો પર ટૅપ કરીને પછી સંપાદન ટૂલનો ઉપયોગ કરો.

  4. તમારા ફોટોમાં સ્ટિકર, લેબલ અને આકાર ઉમેરવા માટે માર્કઅપ પર ટૅપ કરીને પછી માર્કઅપનો ઉપયોગ કરો. જ્યારે પૂર્ણ થઈ જાય ત્યારે “સેવ કરો” પર ટૅપ કરો.

  5. મેસેજ બબલમાં ફોટો અથવા વીડિયો ઉમેરવા માટે “પૂર્ણ” પર ટૅપ કરો અને ટિપ્પણી ઉમેરો પછી તમારો મેસેજ મોકલવા માટે “મોકલો” બટન પર ટૅપ કરો.

તમે FaceTime ઍપમાં Digital Touch ઇફેક્ટ સાથે ફોટો અથવા વીડિયો મોકલી શકો છો અથવા વીડિયો મેસેજ રેકોર્ડ કરી શકો છો.

નોટ : તમે તમારા (અથવા પરિવારના કોઈ સભ્યના) iPad પર સંવેદનશીલ કૉન્ટેંટ વિષે ચેતવણીઓ પ્રાપ્ત કરી શકો છો અને તેને મોકલતા અથવા પ્રાપ્ત કરતા પહેલાં તમને ચેતવી શકાય છે. જુઓ : સંવેદનશીલ કૉન્ટેંટ વિષે ચેતવણીઓ પ્રાપ્ત કરો અથવા સંવેદનશીલ ઇમેજ અને વીડિયો માટે તપાસો ચાલુ અથવા બંધ કરો.

જો Apple Intelligence* ચાલુ હોય તો તમે Image Playground સાથે મૂળ ઇમેજ બનાવી શકો છો અથવા મેસેજમાં Genmoji તરીકે ઓળખતા કસ્ટમ ઇમોજી બનાવી શકો છો.

ફોટો ઝડપથી મોકલો

તમે ઇમેજના નાની સાઇઝના પ્રિવ્યૂ મોકલી શકો છો જેથી તમારા પ્રાપ્તકર્તાઓને ફુલ-રિઝોલ્યૂશન ઇમેજ આવે તે પહેલાં જ તે મળી જાય.

  1. તમારા iPadમાં સેટિંગ્સ ઍપ  પર જાઓ.

  2. ઍપ્સ પર ટૅપ કરો પછી મેસેજ પર ટૅપ કરો.

  3. “ઓછી ગુણવત્તાના ફોટો પ્રિવ્યૂ મોકલો” ચાલુ કરો.

જ્યારે લો ડેટા મોડ ચાલુ હોય ત્યારે માત્ર પ્રિવ્યૂ મોકલવામાં આવે છે. જુઓ : ડેટા વપરાશ, પર્ફૉર્મન્સ, બૅટરી લાઇફ વગેરે માટે મોબાઇલ ડેટા વિકલ્પ પસંદ કરો.

ફોટો અથવા વીડિયોને મોકલતા પહેલાં તેને મેસેજ બબલમાંથી કાઢી નાખવા માટે “રદ કરો” બટન પર ટૅપ કરો.

નોટ : તમે iMessage પર મોકલેલા અટૅચમેંટ (જેમ કે ફોટો અથવા વીડિયો) Apple પર અપલોડ કરવામાં આવી શકે છે અને એંક્રિપ્ટ કરવામાં આવી શકે છે જેથી મોકલનાર અને પ્રાપ્ત કરનાર સિવાય અન્ય કોઈ તેને ઍક્સેસ ન કરી શકે. પર્ફૉર્મન્સ સુધારવા માટે જ્યારે તમે મેસેજ કંપોઝ કરી રહ્યાં હોવ ત્યારે તમારું iPad અટૅચમેંટને Apple પર ઑટોમૅટિક રીતે અપલોડ કરી શકે છે. જો તમે તમારો મેસેજ ન મોકલવાનું નક્કી કરો છો તો થોડા દિવસ પછી સર્વરમાંથી અટૅચમેંટ ડિલીટ કરવામાં આવે છે.

*Apple Intelligence નીચેની ભાષાઓ માટે સપોર્ટ સાથે બીટામાં ઉપલબ્ધ છે : અંગ્રેજી, ડેનિશ, ડચ, ફ્રેંચ, જર્મન, ઇટાલિયન, નોર્વેજિયન, પોર્ટુગીઝ, સ્પેનિશ, સ્વીડિશ, ટર્કિશ, ચીની (સરળીકૃત), ચીની (પરંપરાગત), જાપાનીઝ, કોરિયન અને વિયેતનામીઝ. અમુક ફીચર તમામ ભાષા અથવા વિસ્તારમાં ઉપલબ્ધ ન પણ હોઈ શકે. ભાષા અને ફીચરની ઉપલબ્ધતા અને સિસ્ટમની જરૂરિયાતો વિષે વધુ માહિતી માટે Apple સપોર્ટ લેખ જુઓ : Apple Intelligence કેવી રીતે મેળવવું.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.