આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં Apple Intelligence દ્વારા ઇમેજ વૉન્ડનો ઉપયોગ કરો

Apple Intelligence* દ્વારા તમે બનાવેલા રફ સ્કેચ પર આધારિત ઇમેજ બનાવવા માટે નોટ્સ ઍપમાં ઇમેજ વૉન્ડનો ઉપયોગ કરી શકો છો. તમે આસપાસના વિસ્તારમાંથી શબ્દ અને ઇમેજ પર આધારિત ઇમેજ બનાવવા માટે ખાલી જગ્યા પણ સિલેક્ટ કરી શકો છો.

નોટ : Apple Intelligence iPadનાં તમામ મૉડલ પર અથવા તમામ ભાષા અથવા વિસ્તારમાં ઉપલબ્ધ નથી. ** સૌથી તાજેતરનાં ઉપલબ્ધ ફીચર ઍક્સેસ કરવા માટે ખાતરી કરો કે તમે iPadOSના તાજેતરના વર્ઝનનો ઉપયોગ કરી રહ્યાં છો અને Apple Intelligence ચાલુ કરેલું છે.

રફ સ્કેચમાંથી ઇમેજ બનાવો

  1. તમારા iPadમાં નોટ્સ ઍપ પર જાઓ.

  2. પ્રવર્તમાન નોટ ખોલો અથવા નવી નોટ શરૂ કરવા માટે “નવું બોર્ડ” બટન પર ટૅપ કરો.

  3. “હસ્તલેખન ટૂલ” બટન પર ટૅપ કરીને પછી તમારી આંગળી અથવા Apple Pencilનો ઉપયોગ કરીને સ્કેચ બનાવો.

  4. ઇમેજ વૉન્ડ બટન પર ટૅપ કરો, તમારા સ્કેચની આસપાસ વર્તુળ કરો, વર્ણન એંટર કરો પછી “મોકલો” બટન પર ટૅપ કરો.

  5. તમને ગમતી ઇમેજ શોધવા માટે બનાવેલી ઇમેજને સ્વાઇપ કરો.

  6. ઍનિમેશન, ચિત્ર અથવા સ્કેચ જેવી અલગ શૈલી પસંદ કરવા માટે શૈલી ટૅપ કરો.

તમારી ઇમેજને સુધારવા માટે વર્ણન પર ટૅપ કરો પછી તેને સંપાદિત કરો. તેને સેવ કરવા માટે પૂર્ણ બટન પર ટૅપ કરો.

આસપાસના કૉન્ટેંટમાંથી ઇમેજ બનાવો

Apple Intelligence તેની આસપાસના શબ્દ અને ઇમેજ પર આધારિત ઇમેજ બનાવી શકે છે.

  1. તમારા iPadમાં નોટ્સ ઍપ પર જાઓ.

  2. નોટ ખોલીને “હસ્તલેખન ટૂલ” બટન પર ટૅપ કરીને પછી ઇમેજ વૉન્ડ બટન પર ટૅપ કરો.

  3. તમે જે કૉન્ટેંટને સ્પષ્ટ કરવા માંગો છો તેની નજીકના વિસ્તારને વર્તુળ કરો.

પ્રવર્તમાન ઇમેજ ફરી બનાવો

જ્યારે તમે Image Playground દ્વારા ઇમેજ બનાવો છો ત્યારે તેને બનાવવા માટે ઉપયોગમાં લેવાતા તમામ એલિમેંટ—સ્કેચ, વર્ણન, અક્ષર અને લોકો સેવ કરવામાં આવે છે. તમે પ્રવર્તમાન બનાવેલી ઇમેજમાં એલિમેંટને સુધારી, ઉમેરી અથવા કાઢી શકો છો.

  1. બનાવેલી ઇમેજ પર ટૅપ કરો.

  2. Image Playground બટન પર ટૅપ કરો.

    ઇમેજ તેને બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલા એલિમેંટને બતાવે છે.

  3. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • નવું એલિમેંટ ઉમેરવા : વર્ણન એંટર કરો પછી “મોકલો” બટન પર ટૅપ કરો.

    • કોઈ એલિમેંટમાં ફેરફાર કરવા : વર્ણન પર ટૅપ કરો, ટેક્સ્ટ સંપાદિત કરો પછી “મોકલો” બટન પર ટૅપ કરો.

    • એલિમેંટ કાઢી નાખવા : “ડિલીટ કરો” બટન પર ટૅપ કરો.

  4. જ્યારે તમે સમાપ્ત કરી લો ત્યારે ”પૂર્ણ” પર ટૅપ કરો.

*Apple Intelligence જનરેટિવ મૉડલનો ઉપયોગ કરે છે અને આઉટપુટ અલગ હોઈ શકે છે. ચોકસાઈ માટે મહત્ત્વપૂર્ણ માહિતી તપાસો.
**Apple Intelligence નીચેની ભાષાઓ માટે સપોર્ટ સાથે બીટામાં ઉપલબ્ધ છે : અંગ્રેજી, ડેનિશ, ડચ, ફ્રેંચ, જર્મન, ઇટાલિયન, નોર્વેજિયન, પોર્ટુગીઝ, સ્પેનિશ, સ્વીડિશ, ટર્કિશ, ચીની (સરળીકૃત), ચીની (પરંપરાગત), જાપાનીઝ, કોરિયન અને વિયેતનામીઝ. અમુક ફીચર તમામ ભાષા અથવા વિસ્તારમાં ઉપલબ્ધ ન પણ હોઈ શકે. ભાષા અને ફીચરની ઉપલબ્ધતા અને સિસ્ટમની જરૂરિયાતો વિષે વધુ માહિતી માટે Apple સપોર્ટ લેખ જુઓ : Apple Intelligence કેવી રીતે મેળવવું.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.