આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં સંગીત સાથે શરૂ કરો

સંગીત ઍપ સાથે તમારા iPadની સંગીત લાઇબ્રેરીમાંથી ગીતો સાંભળો. જ્યારે તમે Apple Music સબ્સ્ક્રાઇબ કરો ત્યારે Apple Music કૅટલૉગમાંથી સંગીત સ્ટ્રીમ કરો અને જ્યારે તમે એક જ Apple અકાઉંટમાં સાઇન ઇન કરો ત્યારે તમારા તમામ ડિવાઇસ પર તમારું સંગીત ઍક્સેસ કરો.

ડાબી બાજુએ સાઇડબાર અને જમણી બાજુએ નવો સેક્શન બતાવતું નવું ટૅબ. ઉપર ફીચર કરેલું સંગીત બતાવતું નવું ટૅબ. વધુ ફીચર કરેલા સંગીત અને વીડિયો જોવા માટે તમે ડાબી બાજુ સ્વાઇપ કરો. તાજેતરનાં ગીતનું સેક્શન નીચે દેખાય છે. મિનિપ્લેયર નીચે છે.

Apple Musicને સબ્સ્ક્રાઇબ કરો

સંગીત ઍપનો સૌથી વધુ લાભ મેળવવા માટે Apple Music સબ્સ્ક્રાઇબ કરો અને સ્ટ્રીમ અથવા ડાઉનલોડ કરવા માટે લાખો ગીતોમાંથી પસંદ કરો. સેટિંગ્સ  > ઍપ્સ > સંગીત ઍપ > “Apple Music સાથે જોડાઓ” પર ટૅપ કરો. તમે Apple Music સબ્સ્ક્રાઇબર બની જાવ પછી તમે કલાકારોને મનપસંદ તરીકે સિલેક્ટ કરી શકો છો (અને તેમના વિષે સૂચનાઓ પ્રાપ્ત કરી શકો છો), ગીતના બોલ જોઈ શકો છો અને ઘણું બધું કરી શકો છો.

ડાબી બાજુએ સાઇડબાર અને ઉપર જમણી બાજુએ સર્ચ ફીલ્ડ બતાવતું સર્ચ ટૅબ. સર્ચ ફીલ્ડની નીચે સંગીતની આઠ વિવિધ શ્રેણી દેખાય છે. મિનિપ્લેયર નીચે છે.

સંગીત શોધો

ઝડપથી સંગીત શોધવા માટે “સર્ચ કરો” ફીચરનો ઉપયોગ કરો. શ્રેણી મુજબ સંગીત બ્રાઉઝ કરવા માટે સાઇડબારમાં સર્ચ કરો પર ટૅપ કરો અથવા ગીત, ઍલ્બમ અને પ્લેલિસ્ટ શોધવા માટે ફીલ્ડમાં કલાકાર, ગીત અથવા અન્ય કીવર્ડ એંટર કરો.

પ્લેલિસ્ટ ટૅબ જે ડાબી બાજુએ સાઇડબાર અને જમણી બાજુએ પ્લેલિસ્ટની સૂચી બતાવે છે. ઉપર નવું પ્લેલિસ્ટ બનાવવા અથવા નવું ફોલ્ડર બનાવવા માટે બટન છે.

પ્લેલિસ્ટ બનાવવા માટે

પ્લેલિસ્ટ સાથે ચોક્કસ થીમ, મૂડ અથવા પ્રસંગ માટે ગીત ગોઠવો. સ્ક્રીનમાં ઉપર ટૅબ બારમાં “સાઇડબાર બતાવો” બટન પર ટૅપ કરો, સાઇડબારમાં નીચે સુધી સ્ક્રોલ કરો પછી નવું પ્લેલિસ્ટ પર ટૅપ કરો. પ્લેલિસ્ટમાં ગીત ઉમેરવા માટે ગીતની બાજુમાં “વધુ” બટન પર ટૅપ કરો પછી “પ્લેલિસ્ટમાં ઉમેરો” પર ટૅપ કરો.

સંગીત ઍપમાં હોમ ટૅબ જે ડાબી બાજુએ સાઇડબાર અને જમણી બાજુએ હોમ સેક્શન બતાવે છે. હોમ ટૅબ જેમાં ઉપર ટૉપ પિક્સ બતાવેલી છે. ચાર ઍલ્બમ કવર બતાવતું તાજેતરમાં પ્લે કરેલું સંગીત નીચે દેખાય છે. MiniPlayer નીચે છે.

તમારી લાઇબ્રેરી બનાવવા માટે

તમે તમારી લાઇબ્રેરીમાં અલગ-અલગ રીતે સંગીત ઉમેરી શકો છો. ઉદાહરણ તરીકે, Apple Musicને સબ્સ્ક્રાઇબ કરો અથવા iTunes Storeમાંથી તમારા મનપસંદ ઍલ્બમ ખરીદો. જો તમે પહેલાંથી જ Macનો ઉપયોગ કરી રહ્યા હોવ તો સેટિંગ્સ  > ઍપ્સ > સંગીત પર જાઓ, પછી લાઇબ્રેરી સિંક કરો પર ટૅપ કરો—પછી તમારી આખી સંગીત લાઇબ્રેરી તમારા iPad પર ઉપલબ્ધ થશે.

વધુ જાણવા માંગો છો?

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.