આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPad હોમ સ્ક્રીનમાં ઍપ્સ અને વિજેટને મુવ કરો

તમે તમારી હોમ સ્ક્રીનના લેઆઉટને બદલી શકો છો—તમારા વૉલપેપરને ફ્રેમ કરવા માટે ઍપ્સ અને વિજેટને સ્ક્રીન પર ગમે ત્યાં મુવ કરો અથવા તેમને અન્ય હોમ સ્ક્રીન પેજ પર ડ્રૅગ કરો. જો તમારી પાસે ઘણાં હોમ સ્ક્રીન પેજ હોય તો દરેકનું એક વિશિષ્ટ લેઆઉટ હોઈ શકે છે. તમે ટેંપરરી રીતે હોમ સ્ક્રીન પેજને છુપાવવું, નવી ઍપ્સ ડાઉનલોડ કરવાની જગ્યા બદલવી વગેરે પણ કરી શકો છો.

ટિપ : તમે કોઈ વિશિષ્ટ ફોકસ (ઉદાહરણ તરીકે તમારા કામનું ફોકસ) સંબંધિત તમારી તમામ ઍપ્સ અને વિજેટને એક જ હોમ સ્ક્રીન પેજ પર મુવ કરી શકો છો અને તે ફોકસ દરમિયાન તે પેજને ઍક્સેસ કરવા યોગ્ય બનાવી શકો છો.

તમારી હોમ સ્ક્રીન પર ઍપ્સ અને વિજેટ મુવ કરવા માટે

  1. હોમ સ્ક્રીન પર જાઓ.

  2. જ્યાં સુધી આઇટમ જિગલ કરવાનું શરૂ ન કરે ત્યાં સુધી હોમ સ્ક્રીન બૅકગ્રાઉંડને ટચ અને હોલ્ડ કરો.

  3. ઍપ અથવા વિજેટને નીચેના લોકેશનમાંથી કોઈ એકમાં ડ્રૅગ કરો :

    • એક જ પેજ પર બીજું લોકેશન જેમાં સ્ક્રીનમાં ઉપર, નીચે અથવા બાજુમાં સામેલ છે

    • બીજું હોમ સ્ક્રીન પેજ

      ઍપ અથવા વિજેટને સ્ક્રીનની જમણી બાજુએ ડ્રૅગ કરો. નવું પેજ દેખાય તે માટે તમારે થોડી રાહ જોવી પડી શકે છે. Dockની ઉપરના ડૉટ તમારી પાસે કેટલાં પાનાં છે અને તમે કયું પાનું જોઈ રહ્યાં છો તે બતાવે છે.

      એક ઍપને આગલા પેજ પર ડ્રૅગ કરવામાં આવી રહી હોય તેવા તીર સાથે હોમ સ્ક્રીન પર જિગલ કરી રહેલી ઍપ્સ.

      ટિપ : તમે સ્ક્રીનમાં નીચે Dockમાં પણ ઍપને ડ્રૅગ કરી શકો છો.

  4. તમે પૂર્ણ કરી લો ત્યારે ઉપર જમણી બાજુએ “પૂર્ણ” પર ટૅપ કરો.

તમારી હોમ સ્ક્રીનમાંથી વિજેટ કાઢી નાખવા માટે

  1. હોમ સ્ક્રીન પર જાઓ.

  2. ક્વિક ઍક્શન મેન્યૂ ખોલવા માટે વિજેટને ટચ કરી દબાવી રાખો

  3. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • વિજેટને કાઢી નાખવા માટે : વિજેટ કાઢી નાખો પર ટૅપ કરો.

    • સ્માર્ટ સ્ટૅક કાઢી નાખવા માટે : સ્ટૅક કાઢી નાખો પર ટૅપ કરો.

હોમ સ્ક્રીન અને ઍપ્સને તેમના અસલ લેઆઉટ પર રીસેટ કરવા માટે

  1. સેટિંગ્સ  > સામાન્ય > iPad ટ્રાંસફર અથવા રીસેટ કરો પર જાઓ.

  2. રીસેટ પર ટૅપ કરીને પછી “હોમ સ્ક્રીન લેઆઉટ રીસેટ કરો” પર ટૅપ કરો.

    તમે બનાવેલાં કોઈ પણ ફોલ્ડર કાઢી નાખવામાં આવે છે અને તમે ડાઉનલોડ કરેલી ઍપ્સ તમારા iPad સાથે આવેલી ઍપ્સ પછી મૂળાક્ષરના ક્રમમાં ગોઠવવામાં આવે છે.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.