આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં રિમાઇંડરમાં સૂચી સંપાદિત કરો અને ગોઠવો

રિમાઇંડર ઍપમાં તમે સૂચીને સેક્શન અને સબટાસ્કથી ગોઠવી શકો છો. તમે સેક્શનને કૉલમ તરીકે પણ જોઈ શકો છો અને આઇટમને અલગ કૉલમમાં સરળતાથી મૂવ કરી શકો છો.

નોટ : આ ગાઇડમાં વર્ણવેલાં તમામ રિમાઇંડર ફીચર જ્યારે તમે iCloudમાં અપડેટ કરેલાં રિમાઇંડરનો ઉપયોગ કરો ત્યારે ઉપલબ્ધ હોય છે. અન્ય અકાઉંટનો ઉપયોગ કરતી વખતે અમુક ફીચર ઉપલબ્ધ નથી.

સૂચીનું એક સેક્શન ઍક્સપૅન્ડ કરેલું અને અન્ય સેક્શન કોલૅપ્સ થયેલું દર્શાવતી રિમાઇંડર ઍપ.

સૂચી સંપાદિત કરવા માટે

  1. તમારા iPadમાં રિમાઇંડર ઍપ પર જાઓ.

  2. સૂચીને જોતી વખતે “વધુ” બટન પર ટૅપ કરો અને પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • સૂચીનું નામ, પ્રકાર, રંગ અથવા આઇકન બદલો : ‘સૂચીની માહિતી બતાવો’ ટૅપ કરો.

    • મલ્ટિપલ આઇટમ સંપાદિત કરો : “રિમાઇંડર સિલેક્ટ કરો” અથવા “આઇટમ સિલેક્ટ કરો” પર ટૅપ કરો અને પછી તમે જે આઇટમને સંપાદિત કરવા માંગો છો તે સિલેક્ટ કરો. તમે આઇટમ ઉપર બે આંગળીઓથી ડ્રૅગ પણ કરી શકો છો. સિલેક્ટ કરેલ આઇટમમાં તારીખ અને સમય ઉમેરવા, મૂવ કરવા, ડિલીટ કરવા, અસાઇન કરવા, પૂરી કરવા, ટૅગ કરવા અથવા ફ્લૅગ કરવા માટે સ્ક્રીન પર નીચેના બટનનો ઉપયોગ કરો.

    • નિયત તારીખ, બનાવવાની તારીખ, પ્રાથમિકતા અથવા ટાઇટલ મુજબ આઇટમને સૉર્ટ કરો : (તમામ સ્માર્ટ લિસ્ટમાં ઉપલબ્ધ નથી) “સૉર્ટ કરો” પર ટૅપ કરો અને પછી વિકલ્પ પસંદ કરો.

      તમે સૂચીને સૉર્ટ કરો છો અથવા ફરી ગોઠવો છો ત્યારે નવો ક્રમ તમે iCloudમાં અપડેટ કરેલ રિમાઇંડરનો ઉપયોગ કરી રહ્યાં હોવ તેવા તમારાં અન્ય ડિવાઇસમાં સૂચી પર લાગુ થાય છે. જો તમે શેર કરેલ સૂચીને સૉર્ટ કરો છો અથવા ફરીથી ગોઠવો છો તો અન્ય સહભાગીઓ પણ નવો ઑર્ડર જોઈ શકે છે (જો તેઓ અપડેટ કરેલ રિમાઇંડરનો ઉપયોગ કરતા હોય).

    • સૂચીને કાઢી નાખો : “સૂચીને ડિલીટ કરો” પર ટૅપ કરો.

સૂચીમાં આઇટમને મૅન્યુઅલ રીતે ફરીથી ગોઠવવા અથવા ફરીથી વર્ગીકૃત કરવા માટે

  1. તમારા iPadમાં રિમાઇંડર ઍપ પર જાઓ.

  2. સૂચીને જોતી વખતે તમે જે આઇટમને મૂવ કરવા માંગો છો તેને ટચ કરીને હૉલ્ડ કરો અને પછી તેને નવી લોકેશન પર ડ્રૅગ કરો.

સેક્શન દ્વારા ગોઠવણ કરો

  1. તમારા iPadમાં રિમાઇંડર ઍપ પર જાઓ.

  2. સૂચીને જોતી વખતે નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • નવો સેક્શન બનાવો : “વધુ” બટન પર ટૅપ કરો, “નવો સેક્શન” પર ટૅપ કરો પછી નામ એંટર કરો.

    • સેક્શન કોલૅપ્સ કરો : “કોલૅપ્સ” બટન પર ટૅપ કરો.

    • સેક્શન ઍક્સપૅન્ડ કરો : “ઍક્સપૅન્ડ” બટન પર ટૅપ કરો.

    • સેક્શનનું નામ બદલો : સેક્શનના નામ પર ટૅપ કરો અને પછી નવું નામ એંટર કરો.

    • સેક્શનને મૂવ કરો : સેક્શનને ટચ કરીને હૉલ્ડ કરો અને પછી તેને નવા સ્થાન પર ડ્રૅગ કરો.

      નોટ : તમે “અન્ય” સેક્શનને મૂવ કરી શકતા નથી.

    • સેક્શન કાઢી નાખો : સેક્શન પર ડાબી બાજુ સ્વાઇપ કરો અને પછી “ડિલીટ કરો” પર ટૅપ કરો.

      નોટ : સેક્શનને દૂર કરવાથી સેક્શનના રિમાઇંડર પણ ડિલીટ થઈ જશે.

જો Apple Intelligence* ચાલુ હોય તો તમે સૂચીમાં સંબંધિત રિમાઇંડરને ઑટોમૅટિક રીતે સેક્શનમાં વર્ગીકૃત કરો. જુઓ : રિમાઇંડરમાં Apple Intelligenceનો ઉપયોગ કરો.

સેક્શનને કૉલમ તરીકે જોવા માટે

તમે સૂચીને કૉલમમાં જોઈ શકો છો જેનાથી આઇટમને વિઝ્યુલાઇઝ અને ફરીથી વર્ગીકૃત કરવાનું સરળ બને છે.

કૉલમ તરીકે ગોઠવાયેલી શ્રેણી સાથે કૅન્પિંગ ટ્રિપ સૂચી દર્શાવતી રિમાઇંડર ઍપ.
  1. તમારા iPadમાં રિમાઇંડર ઍપ પર જાઓ.

  2. સૂચી જોતી વખતે “વધુ” બટન પર ટૅપ કરો પછી “કૉલમ તરીકે જુઓ” પર ટૅપ કરો.

  3. આઇટમને ફરીથી વર્ગીકૃત કરવા માટે તેને અલગ કૉલમમાં ડ્રૅગ કરો.

સબટાસ્ક બનાવવા માટે

  1. તમારા iPadમાં રિમાઇંડર ઍપ પર જાઓ.

  2. સૂચીને જોતી વખતે આઇટમ પર જમણી બાજુ સ્વાઇપ કરો અને પછી “ઇંડેંટ” પર ટૅપ કરો. અથવા આઇટમને અન્ય આઇટમ પર ડ્રૅગ કરો.

જો તમે મુખ્ય ટાસ્ક પૂરું કરો છો તો સબટાસ્ક પણ પૂરું થઈ જશે. જો તમે મુખ્ય ટાસ્કને ડિલીટ અથવા મૂવ કરો છો તો સબટાસ્કને પણ ડિલીટ અથવા મૂવ કરવામાં આવે છે.

*Apple Intelligence નીચેની ભાષાઓ માટે સપોર્ટ સાથે બીટામાં ઉપલબ્ધ છે : અંગ્રેજી, ડેનિશ, ડચ, ફ્રેંચ, જર્મન, ઇટાલિયન, નોર્વેજિયન, પોર્ટુગીઝ, સ્પેનિશ, સ્વીડિશ, ટર્કિશ, ચીની (સરળીકૃત), ચીની (પરંપરાગત), જાપાનીઝ, કોરિયન અને વિયેતનામીઝ. અમુક ફીચર તમામ ભાષા અથવા વિસ્તારમાં ઉપલબ્ધ ન પણ હોઈ શકે. ભાષા અને ફીચરની ઉપલબ્ધતા અને સિસ્ટમની જરૂરિયાતો વિષે વધુ માહિતી માટે Apple સપોર્ટ લેખ જુઓ : Apple Intelligence કેવી રીતે મેળવવું.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.