આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPad અને તમારાં અન્ય ડિવાઇસ વચ્ચે ટાસ્કને Hand off કરો

Handoff દ્વારા તમે એક ડિવાઇસ પર ટાસ્ક શરૂ કરી શકો છો અને તેને બીજા ડિવાઇસ પર પૂરું કરી શકો છો. ઉદાહરણ તરીકે તમે ભલે તમારા iPadમાં ઇમેલ લખવાનું શરૂ કર્યું હોય પરંતુ તેને તમારા Mac કંપ્યૂટરની વધારે મોટી સ્ક્રીન પર પૂર્ણ કરી શકો છો.

તમે ઘણી Apple ઍપ્સ સાથે Handoffનો ઉપયોગ કરી શકો છો—ઉદાહરણ તરીકે Safari, Mail, FaceTime અને નકશો. અમુક તૃતીય પક્ષ ઍપ્સ Handoff સાથે પણ કામ કરે છે.

તમે તમારા iPhone, iPad અને Mac વચ્ચે Handoffનો ઉપયોગ કરી શકો છો. તમે તમારા Apple Watch અને iPhone વચ્ચે પણ ટાસ્ક હૅન્ડ ઑફ કરી શકો છો.

શરૂ કરતા પહેલાં

નીચેની બાબતની ખાતરી કરો :

જો તમે VPNનો ઉપયોગ કરી રહ્યાં હોવ તો ખાતરી કરો કે તેનું કંફિગરેશન લોકલ નેટવર્કિંગને અટકાવતું નથી કારણ કે તે અમુક કંટિન્યૂટિ ફીચરમાં દખલ કરી શકે છે.

Handoff ચાલુ કરો

તમારા iPad અને તમારા અન્ય Apple ડિવાઇસ બંને પર Handoff ચાલુ કરો.

  • તમારા iPhone અથવા iPadમાં : સેટિંગ્સ  > સામાન્ય > AirPlay અને કંટિન્યૂટિ પર જાઓ પછી Handoff ચાલુ કરો.

  • તમારા Mac પર : Apple મેન્યૂ > સિસ્ટમ સેટિંગ્સ પસંદ કરો પછી સાઇડબારમાં સામાન્ય પર ક્લિક કરો. (તમારે નીચે સ્ક્રોલ કરવાની જરૂર પડી શકે છે.) Airplay અને કંટિન્યૂટિ પર ક્લિક કરો પછી Handoff ચાલુ કરો.

    નોટ : જો તમારા Macમાં macOS 12.5 અથવા તે પહેલાંનું વર્ઝન હોય તો Apple મેન્યૂ > સિસ્ટમ પસંદગીઓ પસંદ કરો, સામાન્ય પર ક્લિક કરો પછી “આ Mac અને તમારા iCloud ડિવાઇસ વચ્ચે Handoffને અનુમતિ આપો” સિલેક્ટ કરો.

તમારા iPad અને અન્ય ડિવાઇસની વચ્ચે ટાસ્કને Handoff કરો

જ્યારે તમારાં ડિવાઇસ એકબીજાની નજીક હોય ત્યારે જ્યારે પણ કોઈ ટાસ્ક હૅન્ડ ઑફ કરી શકાય ત્યારે એક આઇકન દેખાય છે. તમારા અન્ય ડિવાઇસ પર કામ ચાલુ રાખવા માટે Handoff આઇકન પર ફક્ત ટૅપ અથવા ક્લિક કરો.

Handoff આઇકન નીચેના લોકેશનમાં દેખાય છે :

  • iPhone પર : ઍપ સ્વિચર સ્ક્રીનમાં નીચે.

    iPhoneમાં સ્ક્રીનની નીચે Handoff સૂચના દર્શાવતું ઍપ સ્વિચર.
  • iPad પર : Dockના જમણા છેડે.

    iPad પર Dockમાં Handoff આઇકન દેખાય છે.
  • Mac પર : જો Dock સ્ક્રીનની નીચે હોય તો Dockના જમણા છેડા બાજુ. જો તમે તમારી સ્ક્રીનમાં ડાબી અથવા જમણી બાજુએ બતાવવા માટે Dockને સેટ અપ કરો છો તો Dockની નીચે Handoff આઇકન દેખાય છે.

જો Handoff કામ કરતું ન હોય તો

  • બંને ડિવાઇસમાં Wi-Fi અને Bluetooth ચાલુ છે અને તમે એક જ Apple અકાઉંટમાં સાઇન ઇન છો તેની ખાતરી કરો.

  • તમારી ઍપ Handoffને સપોર્ટ કરે તે તપાસો. કૅલેંડર, સંપર્ક, FaceTime, કીનોટ, Mail, નકશો, પેજ, નંબર, રિમાઇંડર અને Safari તેમજ ઘણી તૃતીય પક્ષ ઍપ્સ Handoffને અનુમતિ આપે છે.

ટિપ : જ્યારે Handoff ચાલુ હોય ત્યારે તમે તમામ ડિવાઇસમાં ટેક્સ્ટ, ઇમેજ, ફોટો અને વીડિયો કૉપિ અને પેસ્ટ કરવા માટે યુનિવર્સલ ક્લિપબોર્ડનો ઉપયોગ કરી શકો છો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.