આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં માર્કઅપથી ડૉક્યુમૅન્ટમાં લખો અને દોરો

નોટ્સ અને ફોટોસ જેવી સપોર્ટેડ ઍપમાં તમે તમારાં ડૉક્યુમૅન્ટમાં દોરવા અને સ્કેચ કરવા માટે માર્કઅપ ટૂલનો ઉપયોગ કરી શકો છો. તમે સ્ક્રીનશૉટ, PDF વગેરેને સ્પષ્ટપણે ઍનટેટ કરવા માટે પણ માર્કઅપ ટૂલનો ઉપયોગ કરી શકો છો.

નોટ્સ ઍપમાં નોટ ખુલ્લી છે અને સ્ક્રીનમાં નીચે માર્કઅપ ટૂલબાર ખુલ્લું છે. ડાબેથી જમણે માર્કઅપ ટૂલ આ પ્રમાણે છે : પેન, મોનો લાઇન, માર્કર, ઇરેઝર, લાસો, રૂલર અને પેંસિલ પછી કલર બટન, ઉમેરો બટન અને વધુ બટન.

માર્કઅપ ટૂલબાર ખોલવા માટે

સપોર્ટેડ ઍપમાં માર્કઅપ ટૂલબારને ખોલવા માટે “હસ્તલેખન ટૂલ બતાવો” બટન અથવા માર્કઅપ પર ટૅપ કરો પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

  • માર્કઅપ ટૂલબારને મુવ કરો : ટૂલબારને સ્ક્રીનની કોઈ પણ ધાર પર ડ્રૅગ કરો.

    (સ્ક્રીનના સેંટરની સૌથી નજીકમાં ટૂલબારની મધ્યની ધારથી ડ્રૅગ કરો.)

  • તમે ડ્રૉઇંગ અને ટેક્સ્ટ એંટર કરતા હોવ ત્યારે ટૂલબારને ઑટોમૅટિક રીતે મિનિમાઇઝ કરો : “વધુ” બટન પર ટૅપ કરો પછી ઑટો-મિનિમાઇઝ ચાલુ કરો.

    સંપૂર્ણ ટૂલબાર ફરી બતાવવા માટે મિનિમાઇઝ કરેલા વર્ઝન પર ટૅપ કરો.

  • ટૂલબાર છુપાવો : “હસ્તલેખન ટૂલ બતાવો” બટન અથવા “પૂર્ણ” પર ટૅપ કરો.

લખો અને દોરો

  1. સપોર્ટેડ ઍપમાં “હસ્તલેખન ટૂલ બતાવો” બટન અથવા “માર્કઅપ” પર ટૅપ કરો.

  2. માર્કઅપ ટૂલબારમાં પેન, માર્કર અથવા પેંસિલ ટૂલ પર ટૅપ કરો પછી તમારી આંગળીથી અથવા Apple Pencil (iPadનાં સપોર્ટેડ મૉડલ પર)થી લખો અથવા દોરો.

    લખતી અથવા દોરતી વખતે નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • લાઇનની જાડાઈ બદલવા : ટૂલબારમાં સિલેક્ટ કરેલા ડ્રૉઇંગ ટૂલ પર ટૅપ કરો પછી વિકલ્પ પસંદ કરો.

    • અપારદર્શકતા બદલવા : ટૂલબારમાં સિલેક્ટ કરેલા ડ્રૉઇંગ ટૂલ પર ટૅપ કરો અને પછી સ્લાઇડરને ડ્રૅગ કરો.

    • રંગ બદલો : ટૂલબારમાં કલર પિકરમાંથી કલર પર ટૅપ કરો પછી તમારી કલર પસંદગીને ઍડજસ્ટ કરવા માટે ગ્રિડ, સ્પેક્ટ્રમ અથવા સ્લાઇડર પર ટૅપ કરો.

    • અનડૂ કરવા : “અનડૂ” બટન પર ટૅપ કરો.

    • સીધી લાઇન દોરવા : ટૂલબારમાં રૂલર ટૂલ પર ટૅપ કરો અને પછી રૂલરની ધાર પર લાઇન દોરો.

      • રૂલરનો એંગલ બદલવા માટે રૂલરને બે આંગળીથી ટચ કરીને હૉલ્ડ કરો પછી તમારી આંગળીઓ ફેરવો.

      • રૂલરનો એંગલ બદલ્યા વગર તેને મુવ કરવા માટે એક આંગળીથી તેને ડ્રૅગ કરો.

      • રૂલરને છુપાવવા માટે ટૂલબારમાં રૂલર ટૂલ પર ફરી ટૅપ કરો.

  3. માર્કઅપ ટૂલબાર બંધ કરવા માટે “હસ્તલેખન ટૂલ બતાવો” બટન પર અથવા પૂર્ણ પર ટૅપ કરો.

નોટ્સ જેવી ઍપ્સમાં તમે Apple Pencilથી ટેક્સ્ટ લખી શકો છો અને તેને તરત ટાઇપ કરેલી ટેક્સ્ટમાં ફેરવી શકો છો. જુઓ : ડ્રૉઇંગ અને હસ્તલેખન સિલેક્ટ કરો અને સંપાદિત કરો.

ટિપ : તમે Apple Pencilથી સ્ક્રીનમાં નીચેના-ડાબા ખૂણાથી ઉપર સ્વાઇપ કરીને સ્ક્રીનશૉટ લઈ શકો છો અને તરત જ તેના પર માર્કિંગ કરવાનું શરૂ કરી શકો છો. જો તમારી પાસે Apple Pencil ન હોય તો તમે સ્ક્રીનશૉટ લો પછી સ્ક્રીનમાં નીચેના-ડાબા ખૂણામાં થોડા સમય માટે દેખાતા થંબનેલ પર ટૅપ કરો.

હસ્તલિખિત ટેક્સ્ટ અથવા ડ્રૉઇંગને મુવ અથવા સંપાદિત કરવા માટે

  1. માર્કઅપ ટૂલબારમાં લાસો ટૂલ (ઇરેઝર અને રૂલરની વચ્ચે) પસંદ કરો પછી તમે જે કૉન્ટેંટ બદલવા માંગો છો તે સિલેક્ટ કરવા માટે નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • શબ્દ અથવા દોરેલા ઑબજેક્ટને સિલેક્ટ કરો : તેના પર ડબલ-ટૅપ કરો.

    • વાક્ય સિલેક્ટ કરો : તેના પર ટ્રિપલ-ટૅપ કરો.

    • ફકરો અથવા ટેક્સ્ટનો બ્લૉક સિલેક્ટ કરો : પહેલા શબ્દને ટચ કરીને હોલ્ડ કરો પછી છેલ્લા શબ્દ સુધી ડ્રૅગ કરો. વધુ ચોક્કસ રીતે સિલેક્ટ કરવા માટે ધીમેથી ડ્રૅગ કરો.

      નોટ્સ ઍપમાં માર્કઅપ હસ્તલિખિત ટેક્સ્ટને દોરેલા ઑબજેક્ટથી અલગ ઓળખે છે જેથી તમે માત્ર હસ્તલેખન સિલેક્ટ કરી શકો. જો તમે તમારા સિલેક્શનમાં ડ્રૉઇંગ સામેલ કરવા માંગતા હોવ તો તમે તેના પર પણ ડ્રૅગ કરી શકો છો.

    • દોરેલા ઘણા ઑબજેક્ટ સિલેક્ટ કરો : લાસો ટૂલ સિલેક્ટ કર્યા પછી તમારી આંગળી અથવા Apple Pencilથી ઑબજેક્ટની આજુબાજુ દોરો પછી સિલેક્શન પર ટૅપ કરો.

      નોટ : જો તમને માર્કઅપ ટૂલબાર ન દેખાતું હોય તો “હસ્તલેખન ટૂલ બતાવો” બટન પર અથવા માર્કઅપ પર ટૅપ કરો. જો ટૂલબાર મિનિમાઇઝ કરવામાં આવે તો તેના મિનિમાઇઝ કરેલા વર્ઝન પર ટૅપ કરો.

  2. તમે જે કૉન્ટેંટને સુધારવા માંગો છો તેને સિલેક્ટ કરીને તેના પર ટૅપ કરો પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • કટ, કૉપિ, ડિલીટ અથવા ડ્યૂપ્લિકેટ કરો : વિકલ્પ પર ટૅપ કરો.

    • મુવ કરો : કૉન્ટેંટ ઉપર ન આવે ત્યાં સુધી તેને ટચ કરીને હોલ્ડ કરો પછી તેને ડ્રૅગ કરીને નવા લોકેશન પર લઈ જાઓ.

ટિપ : હસ્તલિખિત ટેક્સ્ટ અને ડ્રૉઇંગને સિલેક્ટ કર્યા પછી તમે માર્કઅપ ટૂલબારમાં રંગ પર ટૅપ કરીને તેનો રંગ બદલી શકો છો અથવા તેને ડ્રૅગ કરીને નવા લોકેશન પર મુવ કરી શકો છો.

માર્કઅપને સપોર્ટ કરતી iPad ઍપ્સમાં તમે કોઈ પણ ફીલ્ડમાં ટેક્સ્ટ લખી શકો છો અને તેને તરત ટાઇપ કરેલી ટેક્સ્ટમાં ફેરવી શકો છો. જુઓ : iPadમાં સ્ક્રિબલથી ટેક્સ્ટ એંટર કરો.

નોટ્સમાં તમારા હસ્તલેખન અથવા ડ્રૉઇંગને સંપાદિત કરવાની વધુ રીતો માટે iPadમાં નોટ્સમાં ડ્રૉઇંગ અને હસ્તલેખન ઉમેરો જુઓ.

ભૂલ મિટાવી દો

નોટ : જો તમને માર્કઅપ ટૂલબાર ન દેખાતું હોય તો “હસ્તલેખન ટૂલ બતાવો” બટન પર અથવા માર્કઅપ પર ટૅપ કરો. જો ટૂલબાર મિનિમાઇઝ કરવામાં આવે તો તેના મિનિમાઇઝ કરેલા વર્ઝન પર ટૅપ કરો.

માર્કઅપ ટૂલબારમાં ઇરેઝર ટૂલ પર ટૅપ કરો પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

  • પિક્સેલ મિટાવો : પિક્સેલ ઇરેઝર પસંદ કરો પછી તમારી આંગળી અથવા Apple Pencilથી ભૂલ પર સ્ક્ર્બ કરો.

  • ઑબજેક્ટ મિટાવો : ઑબજેક્ટ ઇરેઝર પસંદ કરો પછી તમારી આંગળી અથવા Apple Pencilથી ઑબજેક્ટને ટચ કરો.

  • પિક્સેલ અને ઑબજેક્ટ ઇરેઝર વચ્ચે સ્વિચ કરવા : ઇરેઝર ટૂલ પર ફરી ટૅપ કરો અને પછી પિક્સેલ ઇરેઝર અથવા ઑબજેક્ટ ઇરેઝર પસંદ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.