આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં Apple TV ઍપમાં જોવાનું શરૂ કરો અને પ્લેબૅક કંટ્રોલ કરો

Apple TV ઍપમાં તમે ટીવી શો, મૂવિ, રમતો વગેરે સ્ટ્રીમ કરી શકો છો. તમે મૂવિ અને ઍપિસોડ અથવા TV શોની સંપૂર્ણ સીઝન પણ ડાઉનલોડ કરી શકો છો.

Apple TV અને Apple TV ચૅનલમાંનું કૉન્ટેંટ Apple TV ઍપમાં પ્લે થાય છે જ્યારે અન્ય પ્રદાતાઓનું કૉન્ટેંટ તેમની વીડિયો ઍપમાં પ્લે થાય છે. તમે જે જોઈ રહ્યા છો તે પ્લે કરવા અથવા પૉઝ કરવા માટે પ્લેબૅક કંટ્રોલનો ઉપયોગ કરો, બૅકવર્ડ અથવા ફૉરવર્ડ વગેરે સ્કિપ કરો.

જ્યારે તમે તમારા મિત્રો સાથે SharePlayનો ઉપયોગ કરીને જુઓ છો ત્યારે FaceTime કૉલ પર દરેક વ્યક્તિ દ્વારા પ્લેબૅક કંટ્રોલ શેર કરવામાં આવે છે. Apple TV ઍપમાં SharePlayનો ઉપયોગ કરવા વિષે વધુ જાણવા માટે FaceTimeમાં એક સાથે જોવા માટે, સાંભળવા માટે અને પ્લે કરવા માટે SharePlayનો ઉપયોગ કરો જુઓ.

ટીવી શો અથવા મૂવિ પ્લે કરવા માટે

“જોવાનું ચાલુ રાખો” હરોળની ઉપર મધ્યમાં ફીચર કરેલું Apple Original દર્શાવતું હોમ ટૅબ. સ્ક્રીનમાં ઉપર ડાબી બાજુથી જમણી બાજુ હોમ, Apple TV, MLS, સ્ટોર, તાજેતરની ખરીદીઓ અને સર્ચ ટૅબ છે.
  1. તમારા iPadમાં Apple TV ઍપ પર જાઓ.

  2. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • ફીચર કરેલી આઇટમ બ્રાઉઝ કરવા માટે સ્ક્રીનમાં ઉપર ડાબી અથવા જમણી બાજુ સ્વાઇપ કરો પછી પ્લે બટન પર ટૅપ કરો (જો ઉપલબ્ધ હોય તો).

    • હોમ પર ટૅપ કરો પછી જોવાનું ચાલુ રાખો હરોળમાં આઇટમ પર ટૅપ કરો જેથી તમે જ્યાં છોડ્યું હતું ત્યાંથી તરત શરૂ કરી શકો.

    • વધુ હરોળ જોવા માટે નીચે સ્ક્રોલ કરો પછી તમે જે આઇટમ જોવા માંગો છો તેના પર ટૅપ કરો. તે આઇટમ માટેનું પેજ ખુલે ત્યારે પ્લે બટન (જો ઉપલબ્ધ હોય તો) પર ટૅપ કરો અથવા તમે જોવા માંગતા હોવ તે ચોક્કસ ઍપિસોડ અથવા ટ્રેલર પર ટૅપ કરો.

      ટિપ : શ્રેણીમાં તમામ આઇટમ જોવા અથવા કલેક્શન વિષે વધુ માહિતી જોવા માટે હરોળના શીર્ષક પર ટૅપ કરો.

કૉન્ટેંટ ડાઉનલોડ કરવા માટે

Apple TV ઍપમાં તમે મૂવિ અને ટીવી શોના ઍપિસોડ પણ ડાઉનલોડ કરી શકો છો. તમે ટીવી શોના સંપૂર્ણ સીઝનને પણ ડાઉનલોડ કરી શકો છો.

  1. તમારા iPadમાં Apple TV ઍપ પર જાઓ.

  2. આઇટમની વિગતો જોવા માટે તેના પર ટૅપ કરો.

  3. નીચેનામાંથી કોઈ પણ એક કરો (તમામ શીર્ષક માટે તમામ વિકલ્પ ઉપલબ્ધ નથી) :

    • મૂવિ ડાઉનલોડ કરો : ઉપરના જમણા ખૂણામાં “ડાઉનલોડ કરો” બટન પર ટૅપ કરો.

    • ટીવી શોનો ઍપિસોડ ડાઉનલોડ કરો : ઉપર જમણા ખૂણામાં “ડાઉનલોડ કરો” બટન પર ટૅપ કરીને સીઝન પર ટૅપ કરીને પછી તમે ડાઉનલોડ કરવા માંગો છો તે ઍપિસોડની બાજુમાં “ડાઉનલોડ કરો” બટન પર ટૅપ કરો.

    • ટીવી શોની સંપૂર્ણ સીઝન ડાઉનલોડ કરો : ઉપરના જમણા ખૂણામાં “ડાઉનલોડ કરો” બટન પર ટૅપ કરીને સીઝન પર ટૅપ કરીને પછી ઍપિસોડની સૂચીની ઉપરના સીઝન બટન પર ટૅપ કરો.

iPad ઇંટરનેટ સાથે કનેક્ટેડ ન હોય તો પણ તમે ડાઉનલોડ કરેલી આઇટમ તમારી લાઇબ્રેરીમાં શોધી શકો છો અને તેને જોઈ શકો છો.

પ્લેબૅક કંટ્રોલનો ઉપયોગ કરો

પ્લેબૅક દરમિયાન કંટ્રોલ બતાવવા માટે સ્ક્રીન પર ટૅપ કરો.

કંટ્રોલ દૃશ્યમાન હોવા સાથે ટીવી શો પ્લે થઈ રહ્યો છે. “બંધ કરો”, પિક્ચર ઇન પિક્ચર, AirPlay અને “શેર કરો” બટન ઉપર ડાબી બાજુએ છે. વૉલ્યૂમ સ્લાઇડર ઉપર જમણી બાજુએ છે. મધ્યમાં 10 સેકંડ પાછળ સ્કિપ કરવા, પૉઝ કરવા અને 10 સેકંડ આગળ સ્કિપ કરવા માટે બટન છે. નીચે મધ્યમાં એક સ્લાઇડર છે જેને તમે વીડિયોની સ્થિતિ ઍડજસ્ટ કરવા માટે ડ્રૅગ કરી શકો છો; વિતેલો સમય અને બાકી રહેલો સમય સ્લાઇડરની બંને બાજુ દેખાય છે. નીચે ડાબી બાજુએ માહિતી, ઇનસાઇટ અને જોવાનું ચાલુ રાખો બટન છે.

કંટ્રોલ

વર્ણન

“પ્લે કરો” બટન

પ્લે કરો

“પૉઝ” બટન

પૉઝ કરો

10 સેકંડ પાછળ જાઓ બટન

10 સેકંડ પાછળ સ્કિપ કરો; રિવાઇંડ કરવા માટે ટચ અને હૉલ્ડ કરો

10 સેકંડ આગળ જાઓ બટન

10 સેકંડ આગળ સ્કિપ કરો; ફાસ્ટ-ફૉરવર્ડ કરવા માટે ટચ અને હૉલ્ડ કરો

“પ્લેબૅક સ્પીડ” બટન

પ્લેબૅકની ગતિ બદલો

ઑડિઓ ટ્રૅક બટન

ઑડિઓ ટ્રૅક બદલો અને ડાયલૉગ ઇનહાંસ કરો

સુવાચ્ય વિકલ્પો બટન

સબટાઇટલ અને ક્લોઝ્ડ કૅપ્શન ડિસ્પ્લે કરો

“શેર કરો” બટન

ઍપિસોડ, મૂવિ, ટ્રેલર અથવા સ્પોર્ટ ઇવેંટ શેર કરો

“AirPlay” બટન

અન્ય ડિવાઇસ પર વીડિયોને સ્ટ્રીમ કરો

“પિક્ચર ઇન પિક્ચર” બટન

પિક્ચર ઇન પિક્ચર શરૂ કરો—જ્યારે તમે બીજી ઍપનો ઉપયોગ કરો છો ત્યારે તમે વીડિયો જોવાનું ચાલુ રાખી શકો છો

“બંધ કરો” બટન

પ્લેબૅક બંધ કરો

જ્યારે ઑડિઓ મ્યૂટ કરવામાં આવે ત્યારે સબટાઇટલ ઑટોમૅટિક રીતે દેખાય છે. અને જો તમે 10 સેકંડ પાછળ સ્કિપ કરો છો તો સબટાઇટલ દેખાય છે. સબટાઇટલ બંધ કરવા માટે સુવાચ્ય વિકલ્પો બટનપર ટૅપ કરો પછી “બંધ કરો” પર ટૅપ કરો.

પ્લેબૅક દરમિયાન ઑડિઓ વિકલ્પ બદલવા માટે

  1. પ્લેબૅક દરમિયાન પ્લેબૅક કંટ્રોલ બતાવવા માટે સ્ક્રીન પર ટૅપ કરો.

  2. “ઑડિઓ ટ્રૅક” બટન પર ટૅપ કરો પછી ઇનહાંસ ડાયલૉગ પર ટૅપ કરો.

  3. નીચેનામાંથી કોઈ એક પર ટૅપ કરો :

    • વધુ ઇનહાંસ કરો : મિક્સમાં ડાયલૉગને ખૂબ જ અગ્રણી બનાવે છે.

    • ઇનહાંસ કરો : મિક્સમાં ડાયલૉગને વધુ અગ્રણી બનાવે છે.

    • બંધ કરો : “ડાયલૉગ ઇનહાંસ કરો” બંધ કરે છે.

શો, પાત્ર, અભિનેતા અને સંગીત વિશે માહિતી મેળવો

પ્લેબેક દરમિયાન તમે તમે જોઈ રહ્યાં છો તે મૂવિ અથવા ટીવી શો વિષે વધુ માહિતી મેળવી શકો છો અથવા સીધા જ “જોવાનું ચાલુ રાખો”માં જઈ શકો છો.

ઇનસાઇટ સાથે જ્યારે તમે Apple TV મૂવિ અથવા TV શો જોઈ રહ્યા હોવ ત્યારે અભિનેતા, પાત્ર અને વર્તમાનમાં સ્ક્રીન પર હોય તે સંગીત વિષે રીઅલ-ટાઇમમાં માહિતી મેળવી શકો છો (Apple TV સબ્સ્ક્રિપ્શન જરૂરી). તમે અભિનેતાનું બૅકગ્રાઉંડ અને ફિલ્મોગ્રાફી પેજ જોવા માટે અભિનેતા પર ટૅપ કરી શકો છો અથવા બૅકગ્રાઉંડમાં પ્લે થઈ રહેલું ગીત ઝડપથી જોઈ શકો છો અને તેને Apple Music પ્લેલિસ્ટમાં ઉમેરી શકો છો (Apple Musicનું સબ્સ્ક્રિપ્શન જરૂરી).

  1. પ્લેબૅક દરમિયાન પ્લેબૅક કંટ્રોલ બતાવવા માટે સ્ક્રીન પર ટૅપ કરો.

  2. નીચેનામાંથી કોઈ પણ એક વિકલ્પ પર ટૅપ કરો :

    • માહિતી : તમે જે જોઈ રહ્યા છો તેના વિશે વધુ માહિતી જુઓ.

    • ઇનસાઇટ : વધુ માહિતી જોવા માટે અભિનેતા અથવા પાત્ર પર ટૅપ કરો. જો સંગીતની માહિતી દેખાય તો ગીતને સંગીત ઍપ માં પ્લેલિસ્ટમાં ઉમેરવા માટે ગીત પર ટૅપ કરો (Apple TV અને Apple Musicનું સબ્સ્ક્રિપ્શન જરૂરી).

    • જોવાનું ચાલુ રાખો : સીધા “જોવાનું ચાલુ રાખો” પર જાઓ પછી જોવાનું ફરી શરૂ કરવા અથવા શરૂ કરવા માટે આઇટમ પર ટૅપ કરો.

    • લાઇવ સ્પોર્ટ : લાઇવ અને આગામી સ્પોર્ટ ઇવેંટ જુઓ.

Apple TV માટે સબ્સ્ક્રિપ્શન જરૂરી છે, જેમાં અમુક દેશ અને વિસ્તારમાં નીચેનામાંથી અમુક અથવા તમામનો સમાવેશ થઈ શકે છે : Friday Night Baseball, Major League Soccer (MLS) અને Formula 1. તમામ ફીચર અને કૉન્ટેંટ તમામ દેશ અથવા વિસ્તારમાં ઉપલબ્ધ નથી. Apple TV સબ્સ્ક્રિપ્શનમાં Apple TV ઍપમાં ભાડે આપવા અથવા ખરીદવા માટે ઉપલબ્ધ તૃતીય-પક્ષ બ્રાંડેડ સબ્સ્ક્રિપ્શન સેવાઓ અથવા કૉન્ટેંટનો સમાવેશ થતો નથી.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.