આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં નોટ શેર કરો અને કોલૅબરેટ કરો

નોટ્સ ઍપમાં તમે નોટની કૉપિ મિત્રને મોકલી શકો છો. તમે લોકોને નોટ પર અથવા iCloudમાં નોટના ફોલ્ડર પર રિઅલ ટાઇમમાં કોલૅબરેટ કરવા માટે પણ આમંત્રિત કરી શકો છો અને તાજેતરના ફેરફારો દરેકને દેખાશે.

ફોટોગ્રાફી નોટ બતાવતી સ્ક્રીન. જમણી બાજુ પર ઓવરલે જે મેસેજ અને Mail જેવા શેરિંગ વિકલ્પ બતાવે છે.

નોટની કૉપિ શેર કરવા માટે

  1. તમારા iPadમાં નોટ્સ ઍપ પર જાઓ.

  2. તમે શેર કરવા માંગો છો તે નોટ ખોલો.

  3. “શેર કરો” બટન પર ટૅપ કરો, કોલૅબરેટ પર ટૅપ કરો, કૉપિ મોકલો પર ટૅપ કરો પછી તમારી નોટ કેવી રીતે મોકલવી તે પસંદ કરો.

iCloudનો ઉપયોગ કરીને નોટ પર અથવા નોટના ફોલ્ડર પર કોલૅબરેટ કરો

અન્ય લોકો સાથે કોલૅબરેટ કરવા માટે તમે iCloudમાં નોટ અથવા નોટનું ફોલ્ડર શેર કરી શકો છો. તમે સહભાગીઓ માટે પરવાનગી સેટ કરી શકો છો (જેમ કે તેમને નોટ સંપાદિત કરવા, અટૅચમેંટ ઉમેરવા અને સબફોલ્ડર બનાવવાની અનુમતિ આપવી) અને તમામ સહભાગીઓ રિઅલ ટાઇમમાં દરેકના ફેરફારો જોઈ શકે છે. સહભાગીઓ તેમના Apple અકાઉંટમાં સાઇન ઇન કરેલા હોવા જરૂરી છે અને iCloud સેટિંગ્સમાં નોટ્સ ચાલુ કરેલી હોવી જરૂરી છે.

નોટ : તમે લૉક કરેલી નોટ પર અથવા લૉક કરેલી નોટ સાથેના ફોલ્ડર પર કોલૅબરેટ કરી શકતા નથી.

  1. તમારા iPadમાં નોટ્સ ઍપ પર જાઓ.

  2. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • નોંધ શેર કરવા માટે : તમે શેર કરવા માંગો છો તે નોટ ખોલીને “શેર કરો” બટન પર ટૅપ કરીને પછી કોલૅબરેટ કરો પસંદ કરો.

    • ફોલ્ડર શેર કરવા માટે : તમે શેર કરવા માંગો છો તે ફોલ્ડર ખોલીને પછી “શેર કરો” બટન પર ટૅપ કરો.

  3. ઍક્સેસ અને પરવાનગી બદલવા માટે “ફક્ત આમંત્રિત લોકો જ સંપાદિત કરી શકે છે” પર ટૅપ કરો અને પછી નીચેનામાંથી કોઈ પણ એક સેટ કરો :

    • કોણ ઍક્સેસ કરી શકે છે : ફક્ત આમંત્રિત લોકો અથવા લિંક ધરાવતા કોઈ પણ વ્યક્તિ પસંદ કરો.

    • પરવાનગી : ”ફેરફાર કરી શકો છો” અથવા ફક્ત ”માત્ર જોવા યોગ્ય” પસંદ કરો.

    • અન્યને આમંત્રિત કરવાની અનુમતિ આપવા માટે : સહભાગીઓને નવા લોકોને આમંત્રિત કરવાની અનુમતિ આપો ચાલુ કરો (ફેરફારો કરવાની પરવાનગી હોય ત્યારે જ ઉપલબ્ધ).

  4. તમારું આમંત્રણ મોકલવા માટે મેસેજ અથવા Mail પસંદ કરો. (કોલૅબરેશન માટે AirDrop સપોર્ટેડ નથી.)

    જો તમે મેસેજમાં આમંત્રણ મોકલો છો તો જ્યારે કોઈ વ્યક્તિ શેર કરેલી નોટમાં ફેરફાર કરે છે ત્યારે તમે મેસેજ વાર્તાલાપમાં ઍક્ટિવિટી અપડેટ મળવો છો. શેર કરેલી નોટ પર જવા માટે અપડેટ પર ટૅપ કરો.

Apple સપોર્ટ લેખ જુઓ : જો તમે નોટ્સ ઍપમાં કોલૅબરેટ ન કરી શકો તો.

નોટમાં ઍક્ટિવિટી જોવા માટે

નોટ લિસ્ટમાં નોટ ટાઇટલની ડાબી બાજુએ નારંગી રંગનો ડૉટ સૂચવે છે કે તમે છેલ્લી વાર નોટ જોઈ ત્યારથી તેમાં ફેરફાર થયો છે.

  1. તમારા iPadમાં નોટ્સ ઍપ પર જાઓ.

  2. કોના દ્વારા અને ક્યારે ફેરફાર કરવામાં આવ્યો તે જોવા માટે નોટ ખોલો પછી નોટ પર જમણી બાજુએ સ્વાઇપ કરો અથવા ઍક્ટિવિટી કાર્ડ પર સ્વાઇપ કરો.

  3. ઍક્ટિવિટી કેવી રીતે બતાવવામાં આવે તે ઍડજસ્ટ કરવા માટે “કોલૅબરેટ” બટન પર ટૅપ કરો પછી નીચેનામાંથી કોઈ પણ એક પસંદ કરો :

    • અપડેટ બતાવવા : તમે છેલ્લી વાર નોટ ખોલી ત્યારથી કરેલા ફેરફારો બતાવે છે.

    • તમામ ઍક્ટિવિટી બતાવો : નોટમાં તમામ ઍક્ટિવિટી બતાવે છે.

    • હાઇલાઇટ બતાવો : નામ, તારીખ અને દરેક સહભાગી દ્વારા કરવામાં આવેલા ફેરફારો બતાવે છે.

ટિપ : સહભાગીનો ઉલ્લેખ કરવા અને તેમને મહત્ત્વપૂર્ણ અપડેટ વિષે સૂચિત કરવા માટે તેમના નામ પછી @ ચિહ્ન ટાઇપ કરો.

ફોલ્ડરમાં ઍક્ટિવિટી જોવા માટે

  1. તમારા iPadમાં નોટ્સ ઍપ પર જાઓ.

  2. ફોલ્ડર પર ટચ અને હૉલ્ડ કરો પછી ફોલ્ડર “ઍક્ટિવિટી બતાવો” પર ટૅપ કરો.

શેરિંગ સેટિંગ્સ બદલવા માટે

  1. તમારા iPadમાં નોટ્સ ઍપ પર જાઓ.

  2. શેર કરેલી નોટ અથવા ફોલ્ડરના ઓનર નીચેનામાંથી કોઈ પણ એક કરીને શેરિંગ સેટિંગ્સ બદલી શકે છે :

    • શેર કરેલી નોટ મૅનેજ કરવા માટે : “કોલૅબરેટ” બટન પર ટૅપ કરો પછી “શેર કરેલી નોટ મૅનેજ કરો” પર ટૅપ કરો.

    • શેર કરેલું ફોલ્ડર મૅનેજ કરવા માટે : “વધુ” બટન પર ટૅપ કરો પછી શેર કરેલું ફોલ્ડર મૅનેજ કરો પર ટૅપ કરો.

  3. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • સહભાગીઓને કાઢી નાખવા માટે : તમે જે સહભાગીને કાઢી નાખવા માંગો છો તેના પર ટૅપ કરો પછી “ઍક્સેસ કાઢી નાખો” પર ટૅપ કરો.

    • ઍક્સેસ અને પરવાનગી સેટિંગ્સ બદલવા માટે : તમામ સહભાગીઓ માટે સેટિંગ્સ બદલવા માટે “શેર કરવાના વિકલ્પ” પર ટૅપ કરો. એક વ્યક્તિ માટે સેટિંગ્સ બદલવા માટે તેમના નામ ટૅપ કરો.

    • શેરિંગ રોકવા માટે : જ્યારે તમે આ વિકલ્પ પસંદ કરો છો ત્યારે શેર કરેલી નોટ અથવા અન્ય સહભાગીઓનાં ડિવાઇસમાંથી ફોલ્ડર ડિલીટ કરવામાં આવે છે.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.