આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadને Bluetooth ઍક્સેસરિ સાથે કનેક્ટ કરો

સંગીત અને વીડિયો સ્ટ્રીમ કરવા, ગેમ રમવા, કીબોર્ડ સાથે કનેક્ટ કરવા વગેરે માટે તમારા iPadને Bluetooth® ઍક્સેસરિ સાથે કનેક્ટ કરો.

તમારા iPadને Bluetooth ઍક્સેસરિ સાથે પેર કરો

  1. તમારી Bluetooth ઍક્સેસરિને ડિસ્કવરી મોડમાં મૂકો. જો તમને ખાતરી ન હોય કે તેને શોધવા યોગ્ય કેવી રીતે બનાવવું તો તમારી ઍક્સેસરિ સાથે આવેલી સૂચનાઓ તપાસો.

  2. તમારા iPadમાં સેટિંગ્સ  > Bluetooth પર જાઓ અને ખાતરી કરો કે Bluetooth ચાલુ છે.

  3. જ્યારે ઍક્સેસરિ ઑનસ્ક્રીન ડિવાઇસના લિસ્ટની નીચે નામ દેખાય ત્યારે તેના પર ટૅપ કરો.

    તમારે કદાચ ઍક્સેસરિ પિન અથવા પાસકોડ એંટર કરવો પડશે. તમારી ઍક્સેસરિ સાથે આવેલી સૂચનાઓ તપાસો.

નોટ : પેર કરવા માટે iPad Bluetooth ઍક્સેસરિથી લગભગ 33 ફૂટ (10 મીટર)ની અંદર હોવું જોઈએ.

જો તમારી ઍક્સેસરિને પેર કરવામાં મુશ્કેલી આવે તો Apple સપોર્ટ લેખ જો તમે Bluetooth ઍક્સેસરિને તમારા iPhone અથવા iPad સાથે કનેક્ટ કરી શકતા નથી જુઓ.

Bluetooth ઍક્સેસરીનું નામ બદલવા માટે

તમે Bluetooth ડિવાઇસને કનેક્ટ કર્યા પછી તેનું નામ બદલી શકો છો.

  1. તમારા iPadમાં સેટિંગ્સ ઍપ  પર જાઓ.

  2. Bluetooth પર ટૅપ કરો પછી તમે જે ઍક્સેસરીનું નામ બદલવા માંગો છો તેની બાજુમાં માહિતી બટન પર ટૅપ કરો.

  3. નામ પર ટૅપ કરીને ઍક્સેસરી માટે નવું નામ એંટર કરો પછી પૂર્ણ બટન પર ટૅપ કરો.

નોટ : તમામ Bluetooth ઍક્સેસરી નામ બદલવાની સુવિધા સપોર્ટ કરતી નથી.

Bluetooth ઍક્સેસરિ અનપેર કરો

  1. તમારા iPadમાં સેટિંગ્સ ઍપ  પર જાઓ.

  2. Bluetooth પર ટૅપ કરો, તમે જે ઍક્સેસરીને અનપેર કરવા માંગો છો તેની બાજુમાં “ઉપલબ્ધ ઍક્શન” બટન પર ટૅપ કરીને પછી આ ડિવાઇસ ભૂલી જાવ પર ટૅપ કરો.

  3. પુષ્ટિ કરવા માટે ડિવાઇસને ભૂલી જાવ પર ટૅપ કરો.

જો તમને ડિવાઇસનું લિસ્ટ દેખાતું ન હોય તો ખાતરી કરો કે Bluetooth ચાલુ છે.

નોટ : જો તમે AirPods અનપેર કરો છો તો તે એવાં અન્ય ડિવાઇસથી ઑટોમૅટિક રીતે અનપેર થઈ જાય છે જ્યાં તમે તમારા Apple અકાઉંટમાં સાઇન ઇન કરેલું હોય.

તમામ Bluetooth ઍક્સેસરિમાંથી ડિસ્કનેક્ટ કરો

જો તમને Bluetooth બંધ કર્યા વગર તમામ Bluetooth ઍક્સેસરિ અને ડિવાઇસથી ઝડપથી ડિસ્કનેક્ટ કરવાની જરૂર હોય તો કંટ્રોલ સેંટર ખોલો પછી Bluetooth બટન પર ટૅપ કરો. તમારી Bluetooth ઍક્સેસરિ અને ડિવાઇસ તમારા iPadથી આગલા દિવસ સુધી ડિસ્કનેક્ટ રહે છે.

નોટ : iPad સાથે અમુક ઍક્સેસરિનો ઉપયોગ વાયરલૅસ પર્ફૉર્મન્સને અસર કરી શકે છે. તમામ iOS અથવા iPadOS ઍક્સેસરિ iPad સાથે સંપૂર્ણ રીતે સુસંગત નથી. વિમાન મોડ ચાલુ કરવાથી iPad અને ઍક્સેસરિ વચ્ચે ઑડિઓ હસ્તક્ષેપ દૂર થઈ શકે છે. iPad અને કનેક્ટેડ ઍક્સેસરિને રીઓરિએંટ અથવા રીલોકેટ કરવાથી વાયરલૅસ પર્ફૉર્મન્સમાં સુધારો થઈ શકે છે.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.