આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPad પર તમારા વર્કફ્લોને સ્ટ્રીમલાઇન કરો

ઍપ વચ્ચે ઝડપથી સ્વિચ કેવી રીતે કરવું, તમારી સ્ક્રીન પર ઘણી બધી ઍપ વિંડોની સાઇઝ કેવી રીતે બદલવી અને ગોઠવવી, મેન્યૂ બારનો ઉપયોગ કેવી રીતે કરવો વગેરે શીખો.

ઍપ સ્વિચર તાજેતરમાં ઉપયોગમાં લેવાયેલી ઘણી ઍપ બતાવે છે.

iPad ઍપ્સ વચ્ચે સ્વિચ કરો

તમારી તમામ ખુલ્લી વિંડો અને ઍપ જોવા માટે સ્ક્રીનના નીચેના ભાગથી ઉપરની તરફ સ્વાઇપ કરીને પછી વચ્ચે પૉઝ કરો. વિંડોને ફ્રંટમાં લાવવા માટે તેના પર ટૅપ કરો. અથવા Dock દર્શાવવા માટે સ્ક્રીનની નીચેથી સહેજ દૂર ઉપર તરફ સ્વાઇપ કરો પછી તમે જે ઍપનો ઉપયોગ કરવા માંગો છો તેના પર ટૅપ કરો.

ખુલ્લી ઍપ્સ વચ્ચે ઝડપથી સ્વિચ કરવા માટે સ્ક્રીનની નીચેની ધાર પર ડાબી અથવા જમણી બાજુ સ્વાઇપ કરો.

iPadની સ્ક્રીન જેમાં ત્રણ ઍપ ખુલ્લી છે અને એક વિંડો લેઆઉટ સિલેક્ટ કરેલું છે જે તેમને સ્ક્રીનમાં ત્રીજા ભાગમાં ગોઠવે છે.

એક જ સમયે ઘણી ઍપનો ઉપયોગ કરવા માટે

સૌપ્રથમ સેટિંગ્સ ઍપ પર જઈને મલ્ટીટાસ્કિંગ અને જેસ્ચર પર ટૅપ કરીને પછી વિંડોવાળી ઍપ્સ પસંદ કરો.

ઍપ વિંડોની સાઇઝ બદલવા માટે, નીચેના કોઈ પણ એક ખૂણામાંથી ડ્રૅગ કરો. અથવા મલ્ટિટાસ્કિંગ મેન્યૂને ટચ કરી દબાવી રાખો પછી વિંડો લેઆઉટમાંથી કોઈ એક સિલેક્ટ કરો. અન્ય ઍપ વિંડો ખોલવા માટે Dockનો ઉપયોગ કરો. અથવા તમારી ખુલ્લી વિંડોને બાજુ પર મુવ કરવા માટે સ્ક્રીનમાં નીચેથી ઉપરની તરફ સ્વાઇપ કરો—જેથી તમે હોમ સ્ક્રીન ઍક્સેસ કરી શકો.

ઉપર મેન્યૂ બાર સાથે ખુલ્લી Pages ઍપ બતાવતી સ્ક્રીન. મેન્યૂ બાર પરનું સંપાદન મેન્યૂ ખુલ્લું છે જે તમે કરી શકો તેવા ઍક્શનની સૂચી બતાવે છે—જેમાં તમામ સિલેક્ટ કરો, શોધો, ડ્યૂપ્લિકેટ વગેરેનો સમાવેશ થાય છે.

મેન્યૂ બારમાં કમાંડ શોધવા માટે

iPadમાં ઍપ્સમાં મેન્યૂ બાર હોય છે જેનો ઉપયોગ તમે ઝડપથી ઍક્શન લેવા માટે કરી શકો છો. મેન્યૂ બાર જોવા માટે ખુલ્લી ઍપમાંથી વિંડો પર ટૅપ કરો પછી iPad સ્ક્રીનની ઉપરની ધારથી નીચે સ્વાઇપ કરો.

Dockમાંથી ખોલી શકાય તેવી ફાઇલ દેખાડતી iPad હોમ સ્ક્રીન.

Dockમાંથી તમારા ફોલ્ડરને ઍક્સેસ કરવા માટે

તમે વારંવાર ઍક્સેસ કરતા ફોલ્ડરને Dockમાં ઉમેરી શકો છો જેથી તેમને શોધવાનું અને ખોલવાનું સરળ બને. ફાઇલ ઍપ માં, તમે જે ફોલ્ડરને મુવ કરવા માંગો છો તેને ટચ કરી દબાવી રાખો. જ્યારે મેન્યૂ ખુલે ત્યારે અહીં ઉમેરો પસંદ કરીને પછી Dock પર ટૅપ કરો.

વધુ જાણવા માંગો છો?

iPadનાં તમામ મૉડલ માટે તમામ ફીચર ઉપલબ્ધ નથી.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.