આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં ઍડજસ્ટ કરવા યોગ્ય ઑનસ્ક્રીન ટ્રૅકપૅડનો ઉપયોગ કરો

iPadમાં વર્ચુઅલ ટ્રૅકપૅડથી તમે સ્ક્રીનના નાના વિસ્તારને રીસાઇઝ કરવા યોગ્ય ટ્રૅકપૅડમાં ફેરવી શકો છો અને તેનો ઉપયોગ ઑનસ્ક્રીન પૉઇંટરને મુવ અને ક્લિક કરવા માટે કરી શકો છો.

સ્ક્રીનના ખૂણામાં વર્ચ્યુઅલ ટ્રૅકપૅડ દર્શાવેલું iPad. સ્ક્રીનમાં AssistiveTouch મેન્યૂ (જેનો ઉપયોગ ટ્રૅકપૅડ ખોલવા માટે થાય છે) અને પૉઇંટર (જે ટ્રૅકપૅડ દ્વારા કંટ્રોલ કરવામાં આવે છે) પણ હોય છે.

વર્ચ્યુઅલ ટ્રૅકપૅડ સેટ અપ કરવા માટે

તમે વર્ચ્યુઅલ ટ્રૅકપૅડનો ઉપયોગ કરી શકો તે પહેલાં તમારે તેને AssistiveTouchમાં ઉમેરવાની જરૂર છે.

  1. સેટિંગ્સ  > ઍક્સેસિબિલિટી > ટચ > AssistiveTouch પર જાઓ.

  2. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • AssistiveTouch મેન્યૂમાં વર્ચ્યુઅલ ટ્રૅકપૅડ ઉમેરવા માટે : “ટૉપ લેવલ મેન્યૂ કસ્ટમાઇઝ કરો” પર ટૅપ કરો, “વધારો” બટન પર ટૅપ કરો, દેખાતા ઉમેરો બટન પર ટૅપ કરો પછી વર્ચ્યુઅલ ટ્રૅકપૅડ પસંદ કરો.

    • વર્ચ્યુઅલ ટ્રૅકપૅડ ખોલવા માટે કસ્ટમ ઍક્શન સેટ કરવા માટે : કસ્ટમ ઍક્શનની નીચે ઍક્શન પર ટૅપ કરો (જેમ કે ડબલ-ટૅપ અથવા લાંબી પ્રેસ) પછી વર્ચ્યુઅલ ટ્રૅકપૅડ પસંદ કરો.

વર્ચ્યુઅલ ટ્રૅકપૅડનો ઉપયોગ કરવા માટે

  1. સેટિંગ્સ  > ઍક્સેસિબિલિટી > ટચ > AssistiveTouch પર જાઓ.

  2. AssistiveTouch ચાલુ કરો.

  3. વર્ચ્યુઅલ ટ્રૅકપૅડ સેટ અપ કરવાની તમારી રીતના આધારે તેને ખોલવા માટે નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • AssistiveTouch મેન્યૂનો ઉપયોગ કરવા માટે : AssistiveTouch મેન્યૂ બટન પર ટૅપ કરો પછી વર્ચ્યુઅલ ટ્રૅકપૅડ પર ટૅપ કરો.

    • તમે સેટ કરેલી કસ્ટમ ઍક્શનનો ઉપયોગ કરવા માટે : AssistiveTouch મેન્યૂ બટન પર ટૅપ, ડબલ-ટૅપ અથવા લાંબી પ્રેસ કરો.

  4. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • પૉઇંટર મુવ કરવા માટે તમારી આંગળીને ટ્રૅકપૅડ પર ડ્રૅગ કરો.

    • પૉઇંટરના લોકેશન પર ક્લિક કરવા માટે ટ્રૅકપૅડ પર ટૅપ કરો.

    • ટ્રૅકપૅડનો આકાર બદલવા માટે તેના ઉપરના-ડાબા ખૂણામાં તીર ડ્રૅગ કરો.

    • ટ્રૅકપૅડને મુવ કરવા માટે તેની બૉર્ડર ડ્રૅગ કરો.

  5. વર્ચ્યુઅલ ટ્રૅકપૅડ બંધ કરવા માટે તમે તેને ખોલવા માટે જે ઍક્શનનો ઉપયોગ કરો છો તે રિપીટ કરો.

વર્ચ્યુઅલ ટ્રૅકપૅડનાં સેટિંગ્સ બદલવા માટે

  1. સેટિંગ્સ  > ઍક્સેસિબિલિટી > ટચ > AssistiveTouch પર જાઓ.

  2. વર્ચ્યુઅલ ટ્રૅકપૅડ પર ટૅપ કરો.

  3. નીચેનામાંથી કોઈ પણ એક બદલો :

    • ટ્રૅકિંગ : પૉઇંટર મુવ થવાની ઝડપ ઍડજસ્ટ કરો.

    • સ્ક્રોલિંગ : સ્ક્રોલિંગની સ્પીડ ઍડજસ્ટ કરો. અથવા સ્વાભાવિક સ્ક્રોલિંગ ચાલુ અથવા બંધ કરો—કૉન્ટેંટ તમારી આંગળીની સમાન દિશામાં મુવ કરે છે.

    • દેખાવ : ટ્રૅકપૅડ દેખાવાની રીત બદલો, તેને આખી સ્ક્રીનમાં બતાવો અથવા તમે ટ્રૅકપૅડનો ઉપયોગ બંધ કર્યા પછી તેને ઝાંખું થવામાં લાગનારો સમય ઍડજસ્ટ કરો.

તમે પૉઇંટરનો દેખાવ બદલી પણ શકો છો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.