iPadમાં વૉઇસ મેમોમાં રેકોર્ડિંગ કરો

તમે વ્યક્તિગત નોટ, ક્લાસરૂમના લેક્ચર, સંગીતના વિચાર વગેરે રેકોર્ડ કરવા માટે પૉર્ટબલ રેકોર્ડિંગ ડિવાઇસ તરીકે iPadનો ઉપયોગ કરી શકો છો. તમે ટ્રિમ, રિપ્લેસ અને ફરી શરૂ કરવા જેવા સંપાદન ટૂલની મદદથી તમારાં રેકોર્ડિંગને ફાઇન-ટ્યૂન કરી શકો છો.

બિલ્ટ-ઇન માઇક્રોફોન, સપોર્ટેડ હેડસેટ અથવા એક્સટર્નલ માઇક્રોફોનનો ઉપયોગ કરીને વૉઇસ મેમો રેકોર્ડ કરો.

iCloud સેટિંગ્સ અથવા iCloud પ્રાથમિકતામાં વૉઇસ મેમો ચાલુ કરવામાં આવે છે ત્યારે તમારું રેકોર્ડિંગ તમારા iPhone, iPad અને Mac પર જ્યાં તમે એક જ Apple અકાઉંટમાં સાઇન ઇન છો તેમાં ઑટોમૅટિક રીતે દેખાય છે અને અપડેટ થાય છે.

ટાઇમ ઇંડિકેટર, રેકોર્ડિંગ પૉઝ કરવાના બટન અને ટ્રાંસક્રિપ્શન જોવા માટેના બટન સહિત ચાલી રહેલા રેકોર્ડિંગને વેવફૉર્મમાં બતાવતું વૉઇસ મેમો રેકોર્ડિંગ.

સામાન્ય રેકોર્ડિંગ કરો

  1. તમારા iPadમાં વૉઇસ મેમો ઍપ પર જાઓ.

  2. રેકોર્ડિંગ શરૂ કરવા માટે “રેકોર્ડ કરો” બટન પર ટૅપ કરો.

    રેકોર્ડિંગ લેવલ ઍડજસ્ટ કરવા માટે માઇક્રોફોનને તમે જે રેકોર્ડ કરી રહ્યા છો તેની નજીક અથવા તેનાથી દૂર મુવ કરો.

  3. રેકૉર્ડિંગ સમાપ્ત કરવા માટે “પૂર્ણ” ટૅપ કરો.

જો સેટિંગ્સ  > પ્રાઇવસિ & સુરક્ષામાં લોકેશન સેવાઓ ચાલુ હોય તો તમારું રેકોર્ડિંગ “નવું રેકોર્ડિંગ” નામ સાથે અથવા તમારા લોકેશનના નામ સાથે સેવ થાય છે. નામ બદલવા માટે રેકોર્ડિંગ પર ટૅપ કરો પછી નામ પર ટૅપ કરો અને નવું નામ ટાઇપ કરો.

તમારા રેકોર્ડિંગને ફાઇન ટ્યૂન કરવા માટે જુઓ : રેકોર્ડિંગને સંપાદિત કરો.

નોટ : તમારી પ્રાઇવસિ માટે જ્યારે તમે રેકોર્ડિંગ કરવા માટે વૉઇસ મેમોનો ઉપયોગ કરો છો ત્યારે તમારા સ્ક્રીનની ટોચ પર નારંગી રંગનું એક ડૉટ દેખાય છે જે સૂચવે છે કે તમારું માઇક્રોફોન ઉપયોગમાં છે.

બૅકગ્રાઉંડ સાઉંડને ફિલ્ટર કરો

તમે તમારા મૉનો અને સ્ટીરિઓ રેકૉર્ડિંગમાં બૅકગ્રાઉંડ સાઉંડને સામેલ અથવા બાકાત કરી શકો છો.

  1. તમારા iPadમાં વૉઇસ મેમો ઍપ પર જાઓ.

  2. કંટ્રોલ સેંટર ખોલો.

  3. કંટ્રોલ સેંટરમાં ઉપર વૉઇસ મેમો પર ટૅપ કરો.

  4. બૅકગ્રાઉંડ સાઉંડને ફિલ્ટર કરવા અને માત્ર તમારો અવાજ રેકોર્ડ કરવા માટે વૉઇસ આઇસોલેશન સિલેક્ટ કરો.

સ્ટીરિઓ અથવા મૉનો રેકોર્ડ કરવા માટે

તમે સિલેક્ટ કરેલો રેકૉર્ડિંગ મોડ નક્કી કરે છે કે જ્યારે રેકૉર્ડિંગ પ્લે કરવામાં આવે ત્યારે તેનો અવાજ કેવો છે.

  1. તમારા iPadમાં સેટિંગ્સ ઍપ પર જાઓ.

  2. ઍપ્સ પર ટૅપ કરીને પછી વૉઇસ મેમો પર ટૅપ કરો.

  3. “રેકૉર્ડિંગ મોડ” પર ટૅપ કરીને પછી નીચેનામાંથી કોઈ પણ એક પસંદ કરો :

    • મૉનો : ઑડિઓ પ્લેબૅક બંને કાનમાં એકસરખું છે.

    • સ્ટીરિઓ : ડાબા અને જમણા કાન વચ્ચે ઑડિઓ પ્લેબૅકને અલગ કરે છે.

    જ્યારે સ્ટીરિઓને સિલેક્ટ કરવામાં આવે ત્યારે વૉઇસ મેમો તમારા iPadમાંમાં અને જમણી અને ડાબી ઑડિઓ ચૅનલ સાથે ઘણાં માઇક્રોફોનનો ઉપયોગ કરીને રેકોર્ડ કરે છે. જો તમે હેડફોન દ્વારા સ્ટીરિઓ રેકૉર્ડિંગ સાંભળો છો તો તમને અલગ-અલગ માઇક્રોફોનમાંથી અલગ-અલગ સાઉંડ સંભળાય છે; જોકે, વેવફૉર્મ ડિસ્પ્લે હજુ પણ એકસરખું જ દેખાય છે.

ઍડવાંસ રેકોર્ડિંગ ફીચરનો ઉપયોગ કરો

તમે ટુકડે-ટુકડે રેકોર્ડિંગ કરી શકો છો, રેકોર્ડ કરતી વખતે પૉઝ કરી શકો છો અને ફરી શરૂ કરી શકો છો.

  1. તમારા iPadમાં વૉઇસ મેમો ઍપ પર જાઓ.

  2. રેકોર્ડિંગ શરૂ કરવા માટે “રેકોર્ડ કરો” બટન પર ટૅપ કરો.

    રેકોર્ડિંગ લેવલ ઍડજસ્ટ કરવા માટે માઇક્રોફોનને તમે જે રેકોર્ડ કરી રહ્યા છો તેની નજીક અથવા તેનાથી ખુબ દૂર મુવ કરો.

    રેકોર્ડિંગ કરતી વખતે વધુ વિગતો જોવા માટે વેવફૉર્મની ટોચ પરથી ઉપરની તરફ સ્વાઇપ કરો.

  3. રેકોર્ડિંગ રોકવા માટે “પૉઝ કરો” બટન પર ટૅપ કરો; ચાલુ રાખવા માટે ફરી શરૂ કરો પર ટૅપ કરો.

  4. તમારા રેકોર્ડિંગને રિવ્યૂ કરવા માટે “પ્લે કરો” બટન પર ટૅપ કરો.

    પ્લેબૅક જ્યાં શરૂ થાય છે તે બદલવા માટે તમે “પ્લે કરો” બટન પર ટૅપ કરો તે પહેલાં સ્ક્રીનમાં નીચે નાના વેવફૉર્મની જમણી અથવા ડાબી બાજુએ પ્લેહેડને ડ્રૅગ કરો.

  5. રેકોર્ડિંગ સેવ કરવા માટે પૂર્ણ પર ટૅપ કરો.

જો સેટિંગ્સ  > પ્રાઇવસિ & સુરક્ષામાં લોકેશન સેવાઓ ચાલુ હોય તો તમારું રેકોર્ડિંગ “નવું રેકોર્ડિંગ” નામ સાથે અથવા તમારા લોકેશનના નામ સાથે સેવ થાય છે. નામ બદલવા માટે રેકોર્ડિંગ પર ટૅપ કરો પછી નામ પર ટૅપ કરો અને નવું નામ ટાઇપ કરો.

તમારા રેકોર્ડિંગને ફાઇન ટ્યૂન કરવા માટે જુઓ : રેકોર્ડિંગને સંપાદિત કરો અથવા ડિલીટ કરો.

સ્ટાર્ટ અને સ્ટૉપ ટોન મ્યૂટ કરો

તમે સાઇલેંટ મોડ ચાલુ કરીને સ્ટાર્ટ અને સ્ટૉપ ટોનને મ્યૂટ કરી શકો છો.

કંટ્રોલ સેંટર ખોલો પછી સાઇલેંટ મોડ ચાલુ કરવા માટે “સાઇલેંટ મોડ બંધ કરો” બટન પર ટૅપ કરો.

રેકોર્ડિંગ કરતી વખતે બીજી ઍપનો ઉપયોગ કરો

તમે રેકોર્ડિંગ કરી રહ્યા હોવ ત્યારે તમે તમારા iPadમાં જ્યાં સુધી બીજી ઍપ ઑડિઓ પ્લે ન કરે ત્યાં સુધી તેનો ઉપયોગ કરી શકો છો.

  1. તમારા iPadમાં વૉઇસ મેમો ઍપ પર જાઓ.

  2. રેકોર્ડિંગ શરૂ કરવા માટે “રેકોર્ડ કરો” બટન પર ટૅપ કરો.

  3. રેકોર્ડિંગ કરી રહ્યા હોવ ત્યારે તમે હોમ સ્ક્રીન પર જઈ શકો અને બીજી ઍપ ખોલી શકો છો.

    જો બીજી ઍપ ઑડિઓ પ્લે કરવાનું શરૂ કરે તો વૉઇસ મેમો રેકોર્ડિંગ બંધ કરે છે.

  4. વૉઇસ મેમો પર પાછા જવા માટે સ્ક્રીનમાં ઉપર નારંગી આઇકન પર ટૅપ કરો.

જો iCloud સેટિંગ્સ અથવા પ્રાથમિકતામાં વૉઇસ મેમો ચાલુ કરવામાં આવે તો તમારું રેકોર્ડિંગ iCloudમાં સેવ કરવામાં આવે છે અને તમારા iPhone, iPad અને Mac પર જ્યાં તમે એક જ Apple અકાઉંટમાં સાઇન ઇન કર્યું હોય તેમાં ઑટોમૅટિક રીતે દેખાય છે.

જ્યાં સુધી તમે સેટિંગ્સમાં સ્ટીરિઓ રેકૉર્ડિંગ ચાલુ ન કરો ત્યાં સુધી બિલ્ટ-ઇન માઇક્રોફોનનો ઉપયોગ કરીને મૉનોમાં રેકૉર્ડિંગ થાય છે. તમે સ્ટીરિઓમાં રેકોર્ડ કરવા માટે iPad સાથે કામ કરતું એક્સટર્નલ સ્ટીરિઓ માઇક્રોફોન અથવા ઑડિઓ ઇંટરફેસ પણ ઉપયોગમાં લઈ શકો છો. Apple “iPad માટે બનેલી” અથવા “iPhone સાથે કામ કરે છે” તેવા લૉગો સાથે અંકિત કરેલી ઍક્સેસરિ શોધો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.