આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં Apple Pencil દ્વારા દોરો

સપોર્ટેડ મૉડલ પર તમે સ્કેચ બનાવવા, ફોટો માર્ક અપ કરવા, ડૉક્યુમૅન્ટ પર સહી કરવા વગેરે કરવા માટે Apple Pencil (અલગથી વેચાય છે)નો ઉપયોગ કરી શકો છો.

તમારી આંગળીના ઉપયોગની સરખામણીમાં Apple Pencil તમને દોરતી વખતે વધારે કંટ્રોલ આપે છે.

શેડિંગ અને ડાર્ક લાઇન લાગુ કરો

જ્યારે તમે દોરો અથવા સ્કેચ કરો છો ત્યારે શેડિંગ લાગુ કરવા અથવા લાઇનની જાડાઈ બદલવા માટે (ડ્રૉઇંગ ટૂલના આધારે) તમારી Apple Pencil નમાવો.

Apple Pencil (પહેલી અને બીજી જનરેશન) અને Apple Pencil Pro દ્વારા તમે વધુ દબાવીને ડાર્ક કરી બનાવી શકો છો.

ટૂલ સ્વિચ કરવા માટે ડબલ-ટૅપ કરો

Apple Pencil (બીજી જનરેશન) અને Apple Pencil Pro દ્વારા તમે જે ટૂલનો છેલ્લે ઉપયોગ કર્યો હતો તેના પર ઝડપથી પાછા જવા માટે પેંસિલની બેરલ પર ડબલ-ટૅપ કરી શકો છો. ઉદાહરણ તરીકે, તમે માર્કરમાંથી ઇરેઝર પર પાછા જઈ શકો છો. (નોટ્સ જેવી સપોર્ટેડ ઍપ્સમાં ડબલ ટૅપ વિકલ્પ ઉપલબ્ધ છે.)

ડબલ ટૅપ સેટિંગ માટે બીજી ઍક્શન પસંદ કરવા માટે સેટિંગ્સ  > Apple Pencil > ડબલ ટૅપ પર જાઓ.

ઍક્શન પર્ફૉર્મ કરવા માટે Apple Pencil Pro સ્ક્વીઝ કરો

Apple Pencil Pro દ્વારા તમે ટૂલ પૅલેટને અનડૂ કરવા અથવા બતાવવા જેવી ઍક્શન ઝડપથી કરવા માટે પેંસિલની બેરલને સ્ક્વીઝ કરી શકો છો.

સ્ક્વીઝ સેટિંગ માટે ઍક્શન પસંદ કરવા માટે સેટિંગ્સ  > Apple Pencil > સ્ક્વીઝ પર જાઓ.

Apple Pencil Proમાં બેરલ રોલનો ઉપયોગ કરો

Apple Pencil Pro દ્વારા તમે બેરલને ફેરવી શકો છો અને હાઇલાઇટર અને ફાઉંટેન પૅન જેવા ડ્રૉઇંગ ટૂલના એંગલનું પ્રિવ્યૂ કરી શકો છો.

જ્યારે તમે માર્કઅપનો ઉપયોગ કરો છો ત્યારે FreeForm, નોટ્સ જેવી Apple ઍપ્સમાં ફાઉંટેન પૅન અને હાઇલાઇટર ટૂલ સાથે બેરલ રોલ કામ કરે છે. તે સિલેક્ટ કરેલી તૃતીય પક્ષ ઍપ્સમાં ટૂલ સાથે પણ કામ કરી શકે છે; વધુ માહિતી માટે ઍપ ડેવલપરનો સંપર્ક કરો.

Apple Pencil Pro માટે હેપ્ટિક ફીડબૅક બંધ અથવા ચાલુ કરો

જ્યારે તમે Apple Pencil Pro સ્ક્વીઝ અથવા ડબલ ટૅપ કરો છો ત્યારે તમે હળવા પલ્સ રીલ કરો છો જે હેપ્ટિક ફીડબેક છે.

  1. તમારા સુસંગત iPad સાથે Apple Pencil Proને પેર કરો.

  2. સેટિંગ્સ  > Apple Pencil પર જાઓ પછી હેપ્ટિક ચાલુ અથવા બંધ કરો.

ટૂલ અને કંટ્રોલનું પ્રિવ્યૂ કરવા માટે હૉવર કરો

Apple Pencil હૉવર દ્વારા તમે સપોર્ટેડ ઍપ્સમાં વિવિધ ટૂલ અને કંટ્રોલ વચ્ચે ઝડપથી પ્રિવ્યૂ અને સ્વિચ કરી શકો છો. ડ્રૉઇંગ ટૂલ કૅન્વસ પર અંકિત કરે તે પહેલાં તમે તેનું પ્રિવ્યૂ કરી શકો છો. તમે વધુ ચોકસાઈ સાથે સ્કેચ પણ બનાવી શકો છો, લખી શકો છો અને ઍડજસ્ટ કરી શકો છો.

Apple Pencil હૉવર નીચેનાં મૉડલ પર ઉપલબ્ધ છે :

  • Apple Pencil (બીજી જનરેશન) સાથે iPad Pro 11-ઇંચ (ચોથી જનરેશન) અને iPad Pro 12.9-ઇંચ (છઠ્ઠી જનરેશન)

  • iPad mini (A17 Pro), iPad Air 11-ઇંચ (M2, M3 અને M4), iPad Air 13-ઇંચ (M2, M3 અને M4), iPad Pro 11-ઇંચ (M4 અને M5) અને Apple Pencil Pro સાથે iPad Pro 13-ઇંચ (M4 અને M5)

Apple Pencilને iPad ડિસ્પ્લેથી ઉપર 12 mm સુધી હોલ્ડ કરો. અહીં તમે જે કંઈ કરી શકો છો તેનાં અમુક ઉદાહરણ આપ્યાં છે :

  • ટૂલ પૅલેટ એક્સપ્લોર કરવા માટે : ટૂલ પૅલેટ પર Apple Pencilને હોલ્ડ કરો પછી પેંસિલ, બ્રશ, ઇરેઝર અને રંગ જેવા ટૂલ પર મુવ કરો. તમે જે ટૂલ, રંગ અને વિકલ્પનો ઉપયોગ કરવા માંગો છો તેને ટચ કરો.

  • તમે અંકિત કરો તે પહેલાં પ્રિવ્યૂ કરવા માટે : ડ્રૉઇંગ એરિઆ પર Apple Pencilને હોલ્ડ કરો. અમુક ડ્રૉઇંગ ટૂલ દ્વારા તમે Apple Pencil ટિલ્ટ પણ કરી શકો છો અને અલગ-અલગ ઇફેક્ટ માટે ઍઝિમથ (લેટરલ એંગલ) બદલી શકો છો. ઉદાહરણ તરીકે, નોટ્સ ઍપમાં તમે હાઇલાઇટરનો રંગ, લાઇનની જાડાઈ અને અપારદર્શકતાનું પ્રિવ્યૂ કરી શકો છો.

    Apple Pencil Pro દ્વારા તમે બેરલને ફેરવી શકો છો અને હાઇલાઇટર અને ફાઉંટેન પૅન જેવા ડ્રૉઇંગ ટૂલના એંગલનું પ્રિવ્યૂ કરી શકો છો.

  • ચોકસાઇ સાથે મિટાવવા માટે : ઇરેઝર ટૂલને સિલેક્ટ કરો પછી પિક્સેલ ઇરેઝર સાઇઝ અથવા ઑબજેક્ટ ઇરેઝર જેવા વિકલ્પ સિલેક્ટ કરો. ઇરેઝરની ઇફેક્ટ પ્રિવ્યૂ કરવા માટે ડ્રૉઇંગ એરિઆ પર Apple Pencilને હોલ્ડ કરો.

Apple Pencil હૉવર બંધ કરવા માટે સેટિંગ્સ  > Apple Pencil પર જાઓ પછી હૉવર બંધ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.