આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં પુસ્તક ઍપમાં રહેલાં પુસ્તકને અન્ય Apple ડિવાઇસ પર ઍક્સેસ કરો

તમે તમારા iPhone, Mac અથવા Apple Vision Pro જેવાં તમારાં અન્ય Apple ડિવાઇસ પર પુસ્તક ઍપ માં તમારાં પુસ્તક અને ઑડિઓબુક ઍક્સેસ કરી શકો છો. તમે તમારી વાંચન સ્થિતિ, હાઇલાઇટ, નોટ, લાઇબ્રેરી કલેક્શન વગેરે સિંક પણ કરી શકો છો.

નોટ : Apple Books તમામ દેશ અથવા વિસ્તારમાં ઉપલબ્ધ નથી. Apple સપોર્ટ લેખ Apple મીડિયા સર્વિસની ઉપલબ્ધતા જુઓ.

તમારાં અન્ય ડિવાઇસ પર તમારા પુસ્તક ઍક્સેસ કરવા માટે

તમારા પુસ્તકના કૉન્ટેંટ અને માહિતીને તમારાં અન્ય Apple ડિવાઇસ પર અપડેટ રાખવા માટે દરેક ડિવાઇસ પર સમાન Apple અકાઉંટથી સાઇન ઇન કરો અને પછી નીચે મુજબ કરો :

  • અન્ય ડિવાઇસ પર કરેલી ખરીદી ઑટોમૅટિક રીતે ડાઉનલોડ કરવા માટે : સેટિંગ્સ  > ઍપ્સ > પુસ્તક પર જાઓ પછી “અન્ય ડિવાઇસમાંથી ખરીદીઓ” ચાલુ કરો.

  • વાંચનની સ્થિતિ, બુકમાર્ક, નોટ અને હાઇલાઇટ સિંક કરવા માટે : સેટિંગ્સ > [તમારું નામ] > iCloud પર જાઓ, “iCloudમાં સેવ કરેલા”ની બાજુમાં “તમામ જુઓ” પર ટૅપ કરો પછી પુસ્તક ઍપ ચાલુ કરો.

  • હોમ ઍપ, લાઇબ્રેરી અને કલેક્શન સિંક કરવા માટે : સેટિંગ્સ > ઍપ્સ > પુસ્તક ઍપ પર જાઓ પછી સિંકિંગની નીચે હોમ ઍપ અને iCloud Drive ચાલુ કરો.

તમારા Mac પર તમારા પુસ્તક ઍક્સેસ કરવા માટે

તમારા Mac પર તમારાં પુસ્તક, ઑડિઓબુક અને PDF જોવા માટે નીચેનામાંથી કોઈ પણ એક કરો :

  • macOS 15 અથવા તેના પછીનું : Apple મેન્યૂ  >સિસ્ટમ સેટિંગ્સ પસંદ કરો, સાઇડબારની ટોચ પર તમારા નામ પર ક્લિક કરો પછી iCloud પર ક્લિક કરો. iCloud Drive પર ક્લિક કરો, iCloud Drive પર સિંક થતી ઍપ્સ પર ક્લિક કરો પછી પુસ્તક ઍપ ચાલુ કરો.

  • macOS 13-14.5 : Apple મેન્યૂ > સિસ્ટમ સેટિંગ્સ પસંદ કરો, સાઇડબારની ટોચ પર તમારા નામ પર ક્લિક કરો પછી iCloud પર ક્લિક કરો. iCloud Drive પર ક્લિક કરો, iCloud Drive પર સિંક થતી ઍપ્સ પર ક્લિક કરો પછી પુસ્તક ઍપ સિલેક્ટ કરો. “પાછા જાઓ” પર ક્લિક કરો પછી “પૂર્ણ” પર ક્લિક કરો.

  • macOS 10.15-12.5 : Apple મેન્યૂ > સિસ્ટમ પ્રાથમિકતા પસંદ કરો પછી Apple ID પર ક્લિક કરો. સાઇડબારમાં iCloud પર ક્લિક કરો પછી iCloud Drive સિલેક્ટ કરો. વિકલ્પો પર ક્લિક કરો પછી પુસ્તક ઍપ સિલેક્ટ કરો.

  • macOS 10.14 અથવા તે પહેલાંનું : Apple મેન્યૂ > સિસ્ટમ પ્રાથમિકતા પસંદ કરો પછી iCloud પર ક્લિક કરો. iCloud Drive સિલેક્ટ કરો, વિકલ્પો પર ક્લિક કરો પછી પુસ્તક ઍપ સિલેક્ટ કરો.

તમારા Mac પર તમારાં કલેક્શન, બુકમાર્ક, નોટ અને હાઇલાઇટ જોવા માટે પુસ્તક ઍપ ખોલો પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

  • macOS 13 અથવા પછીનું : પુસ્તક ઍપ > સેટિંગ્સ પસંદ કરો, સામાન્ય પર ક્લિક કરો પછી “કલેક્શન, બુકમાર્ક અને હાઇલાઇટ” સિલેક્ટ કરો.

  • macOS 12.5 અથવા પહેલાંનું : પુસ્તક ઍપ > પ્રાથમિકતા પસંદ કરો, સામાન્ય પર ક્લિક કરો પછી “કલેક્શન, બુકમાર્ક અને હાઇલાઇટ” સિલેક્ટ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.