iPadમાં તમારી ડાયરીમાં લખો

ડાયરી ઍપ રોજની યાદગાર પળો અને ખાસ ઇવેંટ પર તમારા વિચારો લખવાનું સરળ બનાવે છે. તમે લખવા માટેના વિષયો વિષે પણ સૂચનો મેળવી શકો છો.

ડાયરીની એંટ્રી બનાવવા માટે

  1. તમારા iPadમાં ડાયરી ઍપ પર જાઓ.

  2. સ્ક્રીનમાં ઉપર “એંટ્રી બનાવો” બટન પર ટૅપ કરો.

  3. ટાઇપ કરવાનું શરૂ કરો અથવા “ડ્રૉઇંગ ઉમેરો” બટન પર ટૅપ કરો અને હસ્તલિખિત એંટ્રી બનાવવા માટે Apple Pencilનો ઉપયોગ કરો.

    ડાયરી ઍપમાં ઉપર નવી એંટ્રીનું બટન અને નીચે ડાયરીના સૂચનો દર્શાવતી સ્ક્રીન.

ડાયરીના સૂચનો ઉપયોગમાં લેવા માટે

ડાયરીના સૂચનો તમારા અનુભવોને યાદ રાખવામાં અને વિચાર કરવામાં મદદ કરવા માટે આઉટિંગ, ફોટો, વર્કઆઉટ વગેરેને ઇંટેલિજંટ રીતે ગ્રૂપ કરે છે. જ્યારે તમે સમાન Apple અકાઉંટ માં સાઇન ઇન કરો છો ત્યારે તમે iPhoneથી iPadમાં ડાયરીના સૂચનો સિંક કરી શકો છો.

  1. તમારા iPadમાં ડાયરી ઍપ પર જાઓ.

  2. સ્ક્રીનમાં ઉપર “એંટ્રી બનાવો” બટન પર ટૅપ કરો.

  3. “ડાયરીના સૂચન” બટન પર ટૅપ કરો.

    જો તમને “ડાયરીના સૂચન” બટન દેખાય નહિ તો “વધુ” બટન પર ટૅપ કરો પછી ડાયરીના સૂચનો પર ટૅપ કરો.

  4. તારીખ મુજબ સૉર્ટ કરેલા સૂચનો જોવા માટે ભલામણ કરેલા સૂચનો બ્રાઉઝ કરો અથવા “તાજેતરના” પર ટૅપ કરો.

  5. સૂચવેલાં તમામ અટૅચમેંટ સાથે નવી એંટ્રી શરૂ કરવા માટે સૂચનના નીચેના જમણા ખૂણે “આનો પરિચય લખો” બટન પર ટૅપ કરો.

  6. એંટ્રી બનાવતા પહેલાં અટૅચમેંટનો પ્રિવ્યૂ કરવા માટે “સૂચન” પર ટૅપ કરો અને પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • અટૅચમેંટ બ્રાઉઝ કરો : અટૅચમેંટમાં સ્વાઇપ કરો.

    • લિસ્ટ વ્યૂમાં બદલવા માટે : તમામ અટૅચમેંટની વિગતો જોવા માટે “લિસ્ટ વ્યૂ” બટન પર ટૅપ કરો.

    • તમે ઇચ્છો તે અટૅચમેંટ પસંદ કરો : અટૅચમેંટને સિલેક્ટ કરવા અથવા કાઢવા માટે તેના પર ટૅપ કરો.

  7. લેખન શરૂ કરવા માટે “એંટ્રીમાં ઉમેરો” પર અથવા સૂચનોની સૂચી પર પાછા જવા માટે “પાછળ જાઓ” બટન પર ટૅપ કરો.

સૂચનને ડિલીટ કરવા માટે સૂચનને ટચ કરીને હૉલ્ડ કરો અને પછી “કાઢી નાખો” પર ટૅપ કરો.

તમારી એંટ્રી હાથથી લખવા માટે Apple Pencilનો ઉપયોગ કરવા માટે

  1. તમારા iPadમાં ડાયરી ઍપ પર જાઓ.

  2. ડાયરી એંટ્રી બનાવો, પછી “ડ્રૉઇંગ ઉમેરો” બટન પર ટૅપ કરો.

  3. Apple Pencilથી લખવાનું શરૂ કરો પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • અલગ રંગ પસંદ કરો : પૅલેટ પર રંગ પર ટૅપ કરો.

    • અલગ ટૂલ સિલેક્ટ કરો : અન્ય ટૂલ જોવા માટે ટૂલબારમાં સ્વાઇપ કરો પછી તમે જે ઇચ્છતા હોવ તેના પર ટૅપ કરો. સ્ટ્રોકની જાડાઈ અથવા અપારદર્શકતા જેવા ગુણ બદલવા માટે કોઈ પણ ટૂલ પર બીજી વાર ટૅપ કરો.

    • ટેક્સ્ટ સિલેક્ટ અને ટ્રાંસફૉર્મ કરવા માટે : “લૅસો” બટન પર ટૅપ કરો અને તમે સિલેક્ટ કરવા માંગો છો તે ટેક્સ્ટને આઉટલાઇન કરો પછી ટેક્સ્ટને નવા લોકેશન પર ડ્રૅગ કરો અથવા “વધુ” બટન પર ટૅપ કરો અને કટ, કૉપિ, પેસ્ટ, ડ્યૂપ્લિકેટ, રિફાઇન, ટેક્સ્ટ તરીકે કૉપિ કરો, અનુવાદ અથવા સ્ટ્રેટ કરો પસંદ કરો.

    • શબ્દો વચ્ચેનું અંતર બદલવા માટે : લેખન ટૂલ સિલેક્ટ કરો, બે શબ્દ વચ્ચે ટચ કરી દબાવી રાખો પછી ડાબે અથવા જમણે ડ્રૅગ કરો.

    • તમારું હસ્તલેખન સુધારવા માટે : ટૂલબારમાં “વધુ” બટન પર ટૅપ કરો પછી હસ્તલેખન ઑટો-રિફાઇન ચાલુ કરો.

    • જોડણી સૂચનો જોવા માટે : જોડણી સૂચન જોવા માટે અંડરલાઇન કરેલા શબ્દ પર ટૅપ કરો. સૂચનનો ઉપયોગ કરવા માટે તેના પર ટૅપ કરો.

    • તમે લખો ત્યારે તમારા હસ્તલેખનને ટાઇપ કરેલી ટેક્સ્ટમાં ટ્રાંસક્રાઇબ કરવા માટે : સ્ક્રિબલ ટૂલ પર ટૅપ કરો પછી લખવાનું શરૂ કરો.

ઘણી ડાયરી બનાવવા માટે

  1. તમારા iPadમાં ડાયરી ઍપ પર જાઓ.

  2. “તમામ એંટ્રી” ઉપર સાઇડબારમાં “નવી ડાયરી” બટન પર ટૅપ કરો પછી નવી ડાયરીને નામ આપો.

  3. ડાયરીનો ક્રમ ફરી ગોઠવવા માટે ડાયરીના નામ પર ટચ કરી દબાવી રાખો પછી ઉપર અથવા નીચે ડ્રૅગ કરો.

  4. ડાયરીનું નામ, કલર અથવા આઇકનને સંપાદિત કરવા માટે ડાયરીને ટચ કરી દબાવી રાખો પછી ડાયરી સંપાદિત કરો પસંદ કરો.

હોમ સ્ક્રીન પરથી ઍક્શન કરવા માટે

  1. iPadમાં હોમ સ્ક્રીન પર ડાયરી ઍપને ટચ કરી દબાવી રાખો.

  2. ઑડિઓ રેકોર્ડ કરો, ફોટો ઉમેરો, સૂચનો જુઓ અથવા નવી એંટ્રી પસંદ કરો.

બીજી ઍપમાંથી ડાયરી એંટ્રી શરૂ કરવા માટે

જ્યારે તમે અન્ય ઍપમાં કંઈક કરી રહ્યાં હોવ જેમ કે સંગીત ઍપમાં ગીત સાંભળી રહ્યાં હોવ અથવા News ઍપમાં લેખ વાંચી રહ્યાં હોવ ત્યારે તમે નવી ડાયરી એંટ્રી કરીને ઝડપથી તમારા વિચારો લખી શકો છો.

  1. તમે ઉપયોગ કરી રહ્યાં હોવ તે ઍપમાં “શેર કરો” બટન અથવા “શેર કરો” પર ટૅપ કરો અને પછી “ડાયરી” પર ટૅપ કરો.

    જો તમને ડાયરી દેખાય નહિ તો તમારે ઍપના શેરિંગ વિકલ્પો કસ્ટમાઇઝ કરવાની જરૂર પડી શકે છે.

  2. તમારા વિચારો એંટર કરો પછી પૂર્ણ બટન પર ટૅપ કરો.

તમે ડાયરી ઍપમાં તમારી એંટ્રી રિવ્યૂ કરી શકો છો અને પછીથી વધુ વિગતો ઉમેરી શકો છો. જુઓ : ડાયરીની એંટ્રી સંપાદિત કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.