આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

AirTag અથવા અન્ય આઇટમને iPadમાં “ખોજી”માં શેર કરો

જો તમે AirTag સાથે પર કરેલી આઇટમ (અથવા ખોજીમાં કામ કરતી તૃતીય-પક્ષ આઇટમ) શેર કરવા માંગો છો તો તમે તેને ખોજીમાં શેર કરી શકો છો જેથી ઉછીના લેનાર તેને નકશા પર જોઈ શકે અને તેને શોધી શકે. જો તે નજીકમાં હોય તો ખોજી સાઉંડ પ્લે કરી શકે છે. તમે જે લોકો સાથે આઇટમ શેર કરી રહ્યાં છો તેમને આઇટમ તેમની સાથે હોય ત્યારે ટ્રૅકિંગ સૂચનાઓ પ્રાપ્ત થતી નથી.

જ્યાં સુધી નીચે આપેલી જરૂરિયાતો પૂરી થાય ત્યાં સુધી તમે AirTag અથવા અન્ય આઇટમમાં દરેક આઇટમને તમારા ઉપરાંત ઉછીના લેનારા પાંચ એટલે કે કુલ છ યૂઝર સાથે શેર કરી શકો છો :

  • તમારા Apple અકાઉંટ માટે બે-ફૅક્ટર ઑથેંટિકેશન ચાલુ કરેલું હોવું આવશ્યક છે.

  • તમે જે વ્યક્તિ સાથે શેર કરો છો તેમનું Apple અકાઉંટ હોવું જોઈએ અને તેમાં તેમણે સાઇન ઇન કરેલું હોવું આવશ્યક છે. તેઓ iCloudનો પણ ઉપયોગ કરતા હોવા જરૂરી છે. તમે બાળકના અકાઉંટ સાથે શેર કરી શકતા નથી.

  • ઓનર અને ઉછીના લેનારાઓ પાસે iCloud કીચેન ચાલુ હોવું આવશ્યક છે.

  • ઓનર અને ઉછીના લેનારાઓ iOS 17, iPadOS 17, macOS 14 અથવા તેના પછીના વર્ઝનનું ઉપયોગ કરતા હોવા જરૂરી છે.

નોટ : જે રીતે તમે AirTag શેર કરો છો તે જ રીતે તમે તૃતીય પક્ષ આઇટમ શેર કરો છો.

AirTag શેર કરવા માટે

  1. તમારા iPadમાં ખોજી ઍપ પર જાઓ.

  2. “આઇટમ” પર ટૅપ કરીને તમે શેર કરવા માંગતા હોવ તે AirTagના નામ પર ટૅપ કરો પછી આ AirTag શેર કરો (અથવા આ આઇટમ શેર કરો)ની નીચે “વ્યક્તિ ઉમેરો” પર ટૅપ કરો.

  3. તમે જે વ્યક્તિને ઉમેરવા માંગો છો તેમની Apple અકાઉંટની માહિતી એંટર કરો.

    વધુ લોકોને ઉમેરવા માટે “ઉમેરો” બટન પર ટૅપ કરો.

  4. તમે જે વ્યક્તિ સાથે શેર કરવા માંગો છો તેમના નામ પર ટૅપ કરો અને પછી તેમના Apple અકાઉંટ પર ટૅપ કરો.

    તમે જે વ્યક્તિને ઉમેરવા માંગો છો તે દરેક માટે પગલું 3 અને 4 રિપીટ કરો.

  5. જ્યારે તમે ઉછીના લેનારાઓને ઉમેરવાનું પૂરું કરી લો ત્યારે સ્ક્રીનમાં ઉપર જમણા ખૂણામાં “શેર કરો” પર ટૅપ કરો.

    તમે આમંત્રિત કરેલા દરેક વ્યક્તિની યાદી આઇટમની મુખ્ય સ્ક્રીન પર તેમના આમંત્રણના સ્ટેટસ સાથે દેખાશે.

    કોઈ વ્યક્તિ આમંત્રણ સ્વીકારે છે ત્યારે શેર કરેલ AirTag ખોજીમાં આઇટમની નીચે દેખાય છે અને પ્રાપ્તકર્તાને સૂચિત કરવામાં આવે છે કે તેમની સાથે આઇટમ શેર કરવામાં આવી રહી છે. જો કોઈ વ્યક્તિ આમંત્રણ નકારે તો તેમનું નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવે છે અને તમને દેખાતું બંધ થઈ જાય છે.

AirTagના ઓનરને “ખોજી”માંથી તે શેર કરવાનું પૂછો

જો AirTagના ઓનર તેને તમારી સાથે શેર કરે છે પરંતુ તેને “ખોજી”માંથી શેર કરતા નથી તો તમને અજ્ઞાત AirTag સૂચના અને ટ્રૅકિંગ સૂચનાઓ પ્રાપ્ત થશે. AirTag માટે ટ્રૅકિંગ સૂચનાઓ પ્રાપ્ત કરવાનું બંધ કરવા માટે ઓનરને “ખોજી”માંથી તમારી સાથે તે શેર કરવાનું પૂછો.

નોટ : જો તમે એક જ ફેમિલી શેરિંગ ગ્રૂપમાં હોવ તો જ ઓનરને શેર કરવાનું કહી શકો છો. જુઓ : ફેમિલી શેરિંગ ગ્રૂપમાં સભ્ય ઉમેરો.

  1. તમને પ્રાપ્ત થતી ટ્રૅકિંગ સૂચનામાં “AirTag શેર કરવા માટે માલિકને પૂછો” પર ટૅપ કરો.

  2. “ઓનરને પૂછો” પર ટૅપ કરો.

    જો ઓનર તમને ઉછીના લેનાર તરીકે ઉમેરવા માંગે છે તો તમને AirTag શેર કરવાનું આમંત્રણ મળે છે.

શેર કરવાનું આમંત્રણ સ્વીકારો અથવા નકારો

જો તમને AirTag શેર કરવા માટે આમંત્રિત કરવામાં આવે તો તમને સૂચના પ્રાપ્ત થશે.

“ખોજી”માં આમંત્રણ જોવા માટે “આઇટમ” પર ટૅપ કરો અને પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

  • આમંત્રણ સ્વીકારવા માટે : “ઉમેરો” પર ટૅપ કરો.

    તમારી આઇટમની યાદીમાં [શેર કરનાર]ની આઇટમની નીચે AirTag દેખાય છે. તમે AirTag ઉછીના લો ત્યાં સુધી તમને ટ્રૅકિંગ સૂચનાઓ પ્રાપ્ત થવાનું બંધ થાય છે.

  • આમંત્રણ નકારવા માટે : “ઉમેરશો નહિ” પર ટૅપ કરો.

AirTag શેર કરવાનું બંધ કરવા માટે

જો તમે AirTagના ઓનર છો અને તેને શેર કરવા માંગતા નથી તો તમે “ખોજી”માંથી શેર કરવાનું બંધ કરી શકો છો.

  1. તમારા iPadમાં ખોજી ઍપ પર જાઓ.

  2. “આઇટમ” પર ટૅપ કરીને તમે જે આઇટમ શેર કરી રહ્યાં છો તેના નામ પર ટૅપ કરો અને પછી જે વ્યક્તિ સાથે શેર કરી રહ્યાં છો તેમના નામ પર ટૅપ કરો.

  3. “શેર કરવાનું બંધ કરો” પર ટૅપ કરો અને પછી “શેર કરવાનું બંધ કરો” પર ફરી ટૅપ કરો.

    તમે જેમની સાથે શેર કરી રહ્યાં હતા તે વ્યક્તિ હવેથી AirTagનું લોકેશન જોઈ શકશે નહિ પરંતુ AirTag તેમની સાથે હોય ત્યારે તેમને કદાચ ટ્રૅકિંગ સૂચનાઓ મળી શકે છે.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.