આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં વૉલેટ ઍપમાં Apple Cashનો ઉપયોગ કરો

Apple Cash (U.S.માં ઉપલબ્ધ)થી તમે પૈસા મોકલી અને મેળવી શકો છો, Apple Card ટ્રાંઝેક્શનમાંથી રોકડ પાછા મેળવી શકો છો, ખરીદી કરી શકો છો અને તમારા Apple Cash બૅલેંસને તમારા બૅન્ક અકાઉંટમાં ટ્રાંસફર કરી શકો છો.

વૉલેટ ઍપમાં Apple Cash કાર્ડ ઉપર જમણી બાજુએ “વધુ” બટન, મધ્યમાં વર્તમાન બૅલેંસ અને “મોકલો અથવા વિનંતી કરો” બટન અને નીચેની બાજુએ તાજેતરનાં ટ્રાંઝેક્શન બતાવે છે.

Apple Cash સેટ અપ કરો

  1. સેટિંગ્સ  > વૉલેટ & Apple Pay પર જાઓ.

  2. “Apple Cash” પર ટૅપ કરો પછી ઑનસ્ક્રીન સૂચનાઓનું પાલન કરો.

વધુ માહિતી માટે Apple સપોર્ટ લેખ Apple Cash સેટ અપ કરો જુઓ.

Apple Cash દ્વારા ખરીદી કરો

તમે Apple Pay અથવા વર્ચ્યુઅલ કાર્ડ નંબરનો ઉપયોગ કરીને Apple Cashથી ખરીદી કરી શકો છો :

મેસેજમાં Apple Cash દ્વારા ચુકવણી મોકલો અને મેળવો

તમે નીચેની રીતોથી વ્યક્તિથી વ્યક્તિને ચુકવણી શરૂ કરી શકો છો :

  • વૉલેટમાં :  વૉલેટ ઍપ પર જાઓ, Apple Cash કાર્ડ પર ટૅપ કરો અને “મોકલો“ અથવા “વિનંતી કરો“ પર ટૅપ કરો પછી પ્રૉમ્પ્ટને અનુસરો.

  • મેસેજમાં :  મેસેજ ઍપ પર જાઓ, નવો મેસેજ શરૂ કરો અથવા પ્રવર્તમાન વાર્તાલાપ પર ટૅપ કરો, “ઍપ્સ” બટન પર ટૅપ કરો, Apple Cash પર ટૅપ કરો પછી પ્રૉમપ્ટને અનુસરો.

વધુ માહિતી માટે Apple સપોર્ટ લેખ Apple Cash દ્વારા પૈસા મોકલો અને મેળવો જુઓ.

Tap to Cash દ્વારા Apple Cash મોકલો

Tap to Cash દ્વારા તમે તમારો ફોન નંબર અથવા ઇમેલ અડ્રેસ શેર કર્યા વગર તમારા iPhone અથવા Apple Watchને તેમના iPhone અથવા Apple Watchની નજીક હોલ્ડ કરીને Apple Cash મોકલી શકો છો.

નોટ : iOS 18 અથવા પછીના વર્ઝનવાળા iPhoneનાં તમામ મૉડલ સાથે અને watchOS 11 અથવા પછીના વર્ઝનવાળા Apple Watchનાં તમામ મૉડલ સાથે Tap to Cash સપોર્ટેડ છે.

વૉલેટ ઍપમાં $20 ટ્રાંસફર કરવામાં આવે ત્યારે સ્ક્રીનમાં નીચે “નકારો” અને “સ્વીકારો” બટન બતાવતી “Tap to Cash” સ્ક્રીન.
  1. તમારા iPhoneમાં  વૉલેટ ઍપ પર જાઓ.

  2. Apple Cash કાર્ડ પર ટૅપ કરો અને “મોકલો” અથવા “વિનંતી કરો” પર ટૅપ કરો પછી Tap to Cash પર ટૅપ કરો.

  3. રકમ એંટર કરો, નોટ ઉમેરો (વૈકલ્પિક) પછી “આગળ” પર ટૅપ કરો.

  4. Face ID, Touch ID અથવા તમારા પાસકોડથી પ્રમાણિત કરો.

  5. તમારા iPhoneને પ્રાપ્તકર્તાના iPhone અથવા Apple Watchની નજીક રાખો.

  6. જ્યાં સુધી ચુકવણીની માહિતી પ્રાપ્તકર્તાની સ્ક્રીન પર દેખાતી નથી ત્યાં સુધી ડિવાઇસને એકબીજાની નજીક રાખો.

  7. પ્રાપ્તકર્તા “સ્વીકારો” અથવા “નકારો” પસંદ કરી શકે છે.

વધુ માહિતી માટે Tap to Cashનો ઉપયોગ કરો શીર્ષકવાળો Apple સપોર્ટ લેખ જુઓ.

તમારા Apple Cashને મૅનેજ કરો

  1. તમારા iPhoneમાં  વૉલેટ ઍપ પર જાઓ.

  2. Apple Cash કાર્ડ પર ટૅપ કરો પછી “વધુ” બટન પર ટૅપ કરો.

  3. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

Apple Cash અને Apple Pay દ્વારા ચુકવણી મોકલવા અને પ્રાપ્ત કરવાની સેવા FDIC સભ્ય Green Dot Bank દ્વારા પ્રદાન કરવામાં આવે છે.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.