આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં Safariમાં બીજા બ્રાઉઝરમાંથી ડેટા ઇંપોર્ટ કરો

iOS 18.2 અથવા તે પછીના વર્ઝનમાં તમે બીજા બ્રાઉઝરમાંથી એક્સપોર્ટ કરેલા ડેટાને Safariમાં ઇંપોર્ટ કરી શકો છો. બ્રાઉઝર ડેટામાં બુકમાર્ક, હિસ્ટરી, એક્સટેંશન, ક્રેડિટ કાર્ડ અને પાસવર્ડ સામેલ હોઈ શકે છે.

બીજા બ્રાઉઝરમાંથી Safariમાં ઇંપોર્ટ કરવામાં આવેલો ડેટા દર્શાવતી બ્રાઉઝિંગ ડેટા ઇંપોર્ટ કરો સ્ક્રીન.
  1. સેટિંગ્સ  > ઍપ્સ > Safari પર જાઓ.

  2. હિસ્ટરી અને વેબસાઇટ ડેટાની નીચે ઇંપોર્ટ પર ટૅપ કરો.

  3. ફાઇલ પસંદ કરો પર ટૅપ કરો પછી ઇંપોર્ટ કરવા માટે ફાઇલ (અથવા ફાઇલની .zip ફાઇલ) પસંદ કરો.

    બ્રાઉઝિંગ ડેટાના દરેક ભાગ જેમ કે બુકમાર્ક અથવા હિસ્ટરી માટે અલગ-અલગ ફાઇલ ઉપલબ્ધ હોઈ શકે છે.

  4. “Safariમાં ઇંપોર્ટ કરો” પર ટૅપ કરો.

    તમને તમે ઇંપોર્ટ કરેલા બ્રાઉઝર ડેટાનું વર્ણન દેખાશે.

    નોટ : તમે ઇંપોર્ટ કરેલા કોઈ પણ પાસવર્ડ પાસવર્ડ ઍપમાં જાય છે.

  5. “પૂર્ણ” પર ટૅપ કરો.

    ચેતવણી : સુરક્ષા માટે તમે ઇંપોર્ટ કરેલી ફાઇલ અથવા ફોલ્ડરને ડિલીટ કરો. તેમા કદાચ એંક્રિપ્ટ ન કરેલો ડેટા હોય શકે છે અને ફાઇલને ઍક્સેસ કરી શકતી કોઈ પણ વ્યક્તિને દેખાઈ શકે છે.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.