આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં Freeform બોર્ડ પર દોરો અથવા હસ્તલેખન કરો

તમે તમારી આંગળીથી સ્કેચ દોરી શકો અથવા હસ્તલિખિત નોટ લખી શકો છો. તમે હસ્તલિખિત ટેક્સ્ટને ટાઇપ કરેલી ટેક્સ્ટની જેમ સંપાદિત કરી શકો અથવા તેમાં કામ કરી શકો છો.

Freeform બોર્ડ પર હસ્તલિખિત ટેક્સ્ટ અને ડ્રૉઇંગ ટૂલ સાથેનું ડ્રૉઇંગ.

દોરો અથવા હસ્તલેખન કરો

  1. તમારા iPhoneમાં Freeform ઍપ પર જાઓ.

  2. બોર્ડ ખોલો અથવા નવું બોર્ડ શરૂ કરવા માટે “નવું બોર્ડ” બટન પર ટૅપ કરો.

  3. “ડ્રૉઇંગ અને હસ્તલેખન ટૂલ” બટન પર ટૅપ કરો અને પછી તમારી આંગળીથી દોરો.

    ટિપ : તમારું ડ્રૉઇંગ પૂર્ણ થાય ત્યારે તેના આકારને સરળ અથવા સીધો થવા માટે તમારી આંગળીને થોડાક સમય માટે સ્થિર રાખો.

  4. ટૂલ પર સ્વિચ કરવા માટે તેના પર ટૅપ કરો. (ફિલ, ક્રેયૉન, ફાઉન્ટિન પૅન અથવા વૉટરકલર બ્રશ જેવા અન્ય ટૂલ જોવા માટે સ્વાઇપ કરો.)

    અમુક Freeform ડ્રૉઇંગ ટૂલ અને તેમના સ્ટ્રોક : માર્કર, પૅન, હાઇલાઇટર, પેંસિલ, ક્રેયૉન, ફાઉન્ટિન પૅન અને વૉટરકલર બ્રશ.

    સ્ટ્રોકની જાડાઈ અથવા અપારદર્શકતા જેવા ગુણ બદલવા માટે કોઈ પણ ટૂલ પર બીજી વાર ટૅપ કરો.

    બંધ આકારમાં રંગ પૂરવા માટે “ફિલ ટૂલ” (પેંટ ટ્યૂબ)નો ઉપયોગ કરો.

    સીધી લાઇન દોરવા માટે રૂલર ટૂલ પર ટૅપ કરો. (તમે તેના પર બે આંગળી મૂકીને અને હાથ ફેરવીને તેને ફેરવી શકો છો.)

ડ્રૉઇંગના ભાગને સિલેક્ટ અને સંપાદિત કરવા માટે

તમે Freeform ઍપમાં દોરો છો ત્યારે તમારા સ્ટ્રોકને ગ્રૂપ કરવામાં આવે છે. જો તમારે ડ્રૉઇંગના ભાગ પાડવા હોય તો તમારા સ્ટ્રોકને અલગ કરી શકો છો અને તેમને મર્જ કરી શકો છો. તમે ડ્રૉઈંગના ભાગોને ડિલીટ કરી શકો, સાઇઝ બદલી શકો અથવા સ્ટ્રેટ પણ કરી શકો છો.

  1. તમે તમારા Freeform બોર્ડ ડ્રૉઇંગ ટૂલથી દોરો અથવા લખો પછી ડ્રૉઇંગ ટૂલમાં “લૅસો” ટૂલ (ઇરેઝર અને રૂલરની વચ્ચે) પર ટૅપ કરો.

  2. ડ્રૉઇંગનો ભાગ સિલેક્ટ કરવા માટે તેના પર ટૅપ કરો અથવા આજુબાજુમાં વર્તુળ કરો પછી વિકલ્પ પસંદ કરો. (અન્ય વિકલ્પો જોવા માટે “વધુ વિકલ્પ” બટન પર ટૅપ કરો.)

    ટિપ : હાથથી દોરેલી લાઇનને સરળ અથવા સીધી કરવા માટે “આકાર સાથે સ્નૅપ કરો” પસંદ કરો.

તમે ડ્રૉઇંગ ટૂલનો ઉપયોગ ન કરી રહ્યાં હોવ ત્યારે પણ આખું ડ્રૉઇંગ અથવા અન્ય આઇટમ સિલેક્ટ કરવા માટે ટૅપ કરી શકો છો. આઇટમ સિલેક્ટ કરવા માટે તેના પર ટૅપ કરીને ફૉર્મેટિંગ ટૂલમાં “વધુ” બટન પર ટૅપ કરો પછી કટ, કૉપિ અથવા ડ્યૂપ્લિકેટ પર ટૅપ કરો.

હસ્તલિખિત ટેક્સ્ટ સાથે કામ કરો

તમે Freeform ઍપમાં હાથથી લખો છો ત્યારે તમારા હસ્તલેખનને શબ્દ તરીકે ઓળખવામાં આવે છે. તમે ટાઇપ કરેલી ટેક્સ્ટની જેમ જ હસ્તલિખિત ટેક્સ્ટને પણ સર્ચ કરી શકો છો. તમે તેને ટેક્સ્ટ તરીકે સિલેક્ટ, કૉપિ અને પેસ્ટ પણ કરી શકો છો, તેને સીધી પણ કરી શકો છો અથવા તેનો અનુવાદ પણ કરી શકો છો. તમે ફોન નંબર અથવા સરનામાં જેવું કંઈક લખો છો ત્યારે તેને ટૅપ કરીને ફોન અથવા નકશો જેવી સંબંધિત ઍપ ખોલી શકો છો.

  1. તમે તમારા Freeform બોર્ડ ડ્રૉઇંગ ટૂલથી દોરો અથવા લખો પછી ડ્રૉઇંગ ટૂલમાં “લૅસો” ટૂલ (ઇરેઝર અને રૂલરની વચ્ચે) પર ટૅપ કરો.

  2. તમે જે શબ્દોને સિલેક્ટ કરવા માંગો છો તેના પર ટૅપ અથવા તેની આજુબાજુ વર્તુળ કરો પછી દેખાતા મેન્યૂમાંથી વિકલ્પ પસંદ કરો. (અન્ય વિકલ્પો જોવા માટે “વધુ વિકલ્પ” બટન પર ટૅપ કરો.)

    ટિપ : તમારા અક્ષરોની બેસલાઇનને ગ્રિડ સાથે અલાઇન કરવા માટે “સીધું કરો” પસંદ કરો.

  3. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • મેન્યૂ અથવા બીજી સંબંધિત ઍપ ખોલો : હસ્તલિખિત લિંક, સરનામાં, ફોન નંબર અથવા તારીખ પર ટૅપ કરો.

    • ડ્રૅગ કરીને ડ્રૉપ કરો : ટેક્સ્ટને ટચ કરીને હોલ્ડ કરો.

    • સ્માર્ટ સિલેક્ટ : ટેક્સ્ટ પર ડબલ-ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.