આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

મિત્રને મળવા માટે સચોટ શોધનો ઉપયોગ કરો

મિત્રને મળવા માટે સચોટ શોધને સપોર્ટ કરતા iPhoneનાં મૉડલમાં ખોજી ઍપનો ઉપયોગ કરો.

નોટ : સચોટ શોધનો વિકલ્પ તમામ દેશ અથવા વિસ્તારમાં ઉપલબ્ધ નથી તેમજ તમે અને જેમને તમે શોધી રહ્યાં હોવ તે મિત્ર બંને પાસે iPhoneનું સપોર્ટેડ મૉડલ હોવું આવશ્યક છે.

કોઈને શોધવા માટે iPhoneના બીજા મૉડલનો ઉપયોગ કરવા માટે મિત્રને લોકેટ કરો જુઓ.

  1. તમારા iPhoneમાં ખોજી ઍપ પર જાઓ.

  2. સ્ક્રીનમાં નીચે “લોકો” પર ટૅપ કરો અને પછી તમે જે મિત્રને મળવા માંગો છો તેના નામ પર ટૅપ કરો.

    જો તમે એકબીજાને ફૉલો નથી કરતા તો તમારે તમારું લોકેશન શેર કરવું પડશે અથવા તેમનું લોકેશન માંગવું પડશે.

  3. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • નકશામાં તમારા મિત્રને જુઓ : જો તમે નજીકમાં નથી તો તેમના લોકેશનની નજીક જવા માટે “દિશાનિર્દેશ” પર ટૅપ કરો.

    • નજીકમાં તમારા મિત્રને શોધો : જો તમે એકબીજાની નજીક હોવ તો “શોધો” બટન પર ટૅપ કરીને તમારા મિત્રને સૂચિત કરો કે તમે તેમને લોકેટ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો અને પછી તેમના માટેના દિશાનિર્દેશ મેળવવા માટે ઑનસ્ક્રીન સૂચનાઓનું પાલન કરો.

      જ્યારે તમે એકબીજાની નજીક પહોંચો છો ત્યારે એક તીર તેમના અંદાજિત અંતર સાથે તેમની દિશાનો નિર્દેશ કરે છે.

      ઉપર ડાબા ખૂણામાં સચોટ શોધથી લોકેટ કરવામાં આવી રહેલા વ્યક્તિનું નામ હોય છે અને એક તીર તેમના અંદાજિત અંતર સાથે તેમની દિશાનો નિર્દેશ કરે છે. સચોટ શોધને બંધ કરવા અને વ્યક્તિને મેસેજ મોકલવા માટે સ્ક્રીનમાં નીચે બટન છે.

      જ્યારે તમે યોગ્ય દિશામાં ચાલો છો ત્યારે સ્ક્રીન લીલી થઈ જાય છે.

  4. જ્યારે તમે શોધી રહ્યાં હોવ તે વ્યક્તિને લોકેટ કરો ત્યારે “બંધ કરો” બટન પર ટૅપ કરો.

    iPhoneની સ્ક્રીન લીલી છે અને તેની વચ્ચે મોટું ચેકમાર્ક છે. લોકેટ કરેલા વ્યક્તિનું નામ ઉપર ડાબા ખૂણામાં હોય છે અને “અહીં” શબ્દ નીચે ડાબા ખૂણામાં હોય છે જે મળવાનું સફળ રહ્યું હોવાનું દર્શાવે છે.

જો તમને સૂચના મળે છે કે મિત્ર દ્વારા તમને શોધવાનો પ્રયાસ થઈ રહ્યો છે તો તમે “શેર કરો” પર ટૅપ કરી શકો છો જેથી તેઓ તમારા સુધી પહોંચવાનો માર્ગ વધુ સરળતાથી શોધી શકે. જો તમે પહેલાંથી જ તેમની સાથે તમારું લોકેશન શેર કર્યું હોય તો તેમના લોકેશનના સંદર્ભમાં તમે ક્યાં છો તે તેમને દેખાય છે. તમે કોઈ પણ સમયે તમારું લોકેશન શેર કરવાનું બંધ કરી શકો છો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.