આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં કૉલ રેકોર્ડ કરો અને ટ્રાંસ્ક્રાઇબ કરો

કેટલાક દેશ અને વિસ્તારમાં જ્યારે તમે કોઈ અન્ય વ્યક્તિ સાથે વાત કરી રહ્યા હોવ ત્યારે તમે ફોન કૉલ રેકોર્ડ કરી શકો છો. સિલેક્ટ કરેલા ક્ષેત્ર અને ભાષામાં તમે નોટ્સ ઍપમાં કૉલની ટ્રાંસક્રિપ્ટ જોઈ શકો છો. જુઓ : iOS અને iPadOS ફીચર ઉપલબ્ધતા વેબસાઇટ.

નોટ : કૉલ રેકોર્ડિંગ હાલમાં અઝરબૈજાન, બેહરીન, ઇજિપ્ત, યુરોપિયન યુનિયન, ઈરાન, ઇરાક, જોર્ડન, કુવૈત, મોરોક્કો, નાઇજીરિયા, ઓમાન, પાકિસ્તાન, કતાર, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, સંયુક્ત અરબ અમીરાત અને યમનમાં ઉપલબ્ધ નથી.

કૉલ રેકોર્ડ કરો

તમે શરૂ કરો તે પહેલાં તમારી ભાષા અને ક્ષેત્રમાં કૉલ રેકોર્ડિંગ ઉપલબ્ધ છે કે નહિ તે જોવા માટે iOS અને iPadOS ફીચર ઉપલબ્ધતા વેબસાઇટ તપાસો અને ખાતરી કરો કે અન્ય કૉલ સહભાગી રેકોર્ડ કરવા દેવા માટે તૈયાર છે.

  1. તમારા iPhoneમાં ફોન ઍપ પર જાઓ.

  2. કૉલ કરો.

  3. કૉલ દરમિયાન “કૉલ રેકોર્ડિંગ શરૂ કરો” બટન. પર ટૅપ કરો

    બંને કૉલ સહભાગીઓ કૉલ રેકોર્ડ કરવામાં આવી રહ્યો હોવાની ઑડિઓ નોટિસ સાંભળે છે.

  4. રેકોર્ડિંગ રોકવા માટે “રોકો” બટન પર ટૅપ કરો અથવા હેંગ અપ કરો.

    કૉલ રેકોર્ડિંગ નોટ્સ ઍપમાં કૉલ રેકોર્ડિંગ ફોલ્ડરમાં ઑટોમૅટિક રીતે સેવ થાય છે.

  5. નોટ્સ ઍપમાં કૉલ જોવા માટે “સેવ કરેલા કૉલ જુઓ” પર ટૅપ કરો.

રેકોર્ડ કરેલો કૉલ પ્લે કરો

  1. તમારા iPhoneમાં નોટ્સ ઍપ પર જાઓ.

  2. કૉલ રેકોર્ડિંગ ફોલ્ડરમાં નોટ સિલેક્ટ કરો પછી “પ્લે કરો” બટન પર ટૅપ કરો.

કૉલ ટ્રાંસક્રિપ્ટ જુઓ

સિલેક્ટ કરેલા ક્ષેત્ર અને ભાષામાં તમે નોટ્સ ઍપમાં રેકોર્ડ કરેલા કૉલની ટ્રાંસક્રિપ્ટ જોઈ શકો છો. ટ્રાંસક્રિપ્ટ તરત ઉપલબ્ધ ન હોઈ શકે—તમને ટ્રાંસક્રિપ્શન ચાલુ હોવાનો મેસેજ દેખાઈ શકે છે.

નોટ : ટ્રાંસક્રિપ્શન પર ભરોસો કરતા પહેલાં તેની ચોકસાઈ વેરિફાઈ કરો. તે કદાચ વાર્તાલાપની ચોક્કસ રજૂઆત ન હોય.

  1. તમારા iPhoneમાં નોટ્સ ઍપ પર જાઓ.

  2. કૉલ રેકોર્ડિંગ ફોલ્ડરમાં નોટ સિલેક્ટ કરો ટ્રાંસક્રિપ્ટ પર ટૅપ કરો.

    નોટ : સપોર્ટેડ ભાષામાં બોલાયેલા શબ્દો ઑટોમૅટિક રીતે ટ્રાંસ્ક્રાઇબ કરવામાં આવે છે. જો તમને ટ્રાંસક્રિપ્ટ ન દેખાય તો તમારો iPhone ન્યૂનતમ જરૂરિયાતો પૂરી કરતો નથી અથવા સપોર્ટેડ ભાષા શોધી શકતો નથી.

    ટ્રાંસક્રિપ્ટમાં દરેક વાક્યના સ્પીકરની ઓળખ કરવામાં આવે છે.

  3. ટ્રાંસક્રિપ્ટ જોતી વખતે તમે નીચેનામાંથી કોઈ પણ એક કરી શકો છો :

    • ચોક્કસ પૉઇંટ પરથી ઑડિઓ પ્લે કરવા માટે : તમે જે ટેક્સ્ટ સાંભળવા માંગો છો તેને સિલેક્ટ કરો.

    • ટ્રાંસક્રિપ્ટ સર્ચ કરવા માટે : “વધુ” બટન પર ટૅપ કરો પછી “ટ્રાંસક્રિપ્ટમાં શોધો” પર ટૅપ કરો.

    • ટ્રાંસક્રિપ્ટ કૉપિ કરવા માટે : “વધુ” બટન પર ટૅપ કરો પછી “નોટમાં ટ્રાંસક્રિપ્ટ ઉમેરો” અથવા “ટ્રાંસક્રિપ્ટ કૉપિ કરો” પસંદ કરો.

    • ઑડિઓ રેકોર્ડિંગ સેવ કરવા અથવા ડિલીટ કરવા માટે : “વધુ” બટન પર ટૅપ કરો પછી વિકલ્પ પસંદ કરો.

      નોટ : ઑડિઓ રેકોર્ડિંગ ડિલીટ કરવાથી ટ્રાંસક્રિપ્ટ પણ ડિલીટ થઈ જાય છે.

    • રેકોર્ડિંગનું વેવફૉર્મ જોવા માટે : “ટ્રાંસક્રિપ્ટ છુપાવો”બટન પર ટૅપ કરો.

કૉલ રેકોર્ડિંગ બંધ કરવા માટે

કૉલ રેકોર્ડિંગ ડિફૉલ્ટ રૂપે ચાલુ છે પરંતુ તમે તેને બંધ કરી શકો છો.

  1. સેટિંગ્સ  > ઍપ્સ > ફોન પર જાઓ.

  2. કૉલ રેકોર્ડિંગ પર ટૅપ કરો પછી કૉલ રેકોર્ડિંગ બંધ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.