આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં News ઍપમાં તમારી રીડિંગ હિસ્ટરી ક્લિઅર કરો

News ઍપમાં તમે તમારી રીડિંગ હિસ્ટરી ક્લિઅર કરી શકો છો અને રીડિંગની ભલામણ મેળવવાની રીત ઍડજસ્ટ કરી શકો છો.

તમારી હિસ્ટરી ક્લિઅર કરો

  1. તમારા iPhone પર News ઍપ પર જાઓ.

  2. “ફૉલો કરો છો” પર ટૅપ કરો, હિસ્ટરી પર ટૅપ કરો, “ક્લિઅર કરો” પર ટૅપ કરો પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • તમારી રીડિંગ હિસ્ટરી કાઢી નાખવા માટે : “હિસ્ટરી ક્લિઅર કરો” પર ટૅપ કરો.

    • સ્ટોરીની ભલામણ કરવા માટે ઉપયોગમાં લેવાતી માહિતી કાઢી નાખવા માટે : “ભલામણો ક્લિઅર કરો” પર ટૅપ કરો.

      આ વિકલ્પ પસંદ કરવાથી તમારાં તમામ Apple ડિવાઇસ પર Apple Newsમાં “આજે” અને અન્ય ફીડમાં બતાવેલી ચૅનલ, વિષય અને સ્ટોરીના પ્રકારોમાં ફેરફાર થઈ શકે છે.

    • તમારી હિસ્ટરી, ભલામણ અને ડાઉનલોડ કરેલ કૉન્ટેંટ કાઢી નાખવા માટે : “તમામને ક્લિઅર કરો” પર ટૅપ કરો.

      તમે એક જ Apple અકાઉંટમાં સાઇન ઇન કર્યું હોય તે તમામ ડિવાઇસમાંથી તમારી News હિસ્ટરી અને ભલામણની માહિતી કાઢી નાખવામાં આવી છે. ડાઉનલોડ કરેલું કૉન્ટેંટ ફક્ત આ iPhoneમાંથી કાઢી નાખવામાં આવે છે.

જ્યારે તમે તમારી હિસ્ટરી ક્લિઅર કરો છો ત્યારે સમાચાર પ્રકાશકોને આંકડાની જાણ કરવા માટે Apple News દ્વારા ઉપયોગમાં લેવાતા આઇડેંટિફાયર પણ રીસેટ કરવામાં આવે છે. તમે કોઈ પણ સમયે સેટિંગ્સ  > ઍપ્સ > News પર જઈને પછી “આઇડેંટિફાયર રીસેટ કરો“ ચાલુ કરીને આઇડેંટિફાયર રીસેટ કરી શકો છો.

ફક્ત News ઍપમાં વાંચનના આધારે સ્ટોરીની ભલામણ કરો

જ્યારે તમે News ઍપ માટે Siri & સર્ચ બંધ કરો છો ત્યારે ભલામણો Safari અને અન્ય ઍપમાં નહિ પરંતુ ફક્ત News ઍપમાં તમારી વાંચવાની આદતો પર આધારિત હોય છે.

  1. સેટિંગ્સ  > ઍપ્સ > News પર જાઓ.

  2. Siri & સર્ચ પર ટૅપ કરો પછી ઍપમાં બતાવો બંધ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.