આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone પર સંવેદનશીલ કૉન્ટેંટ વિષે ચેતવણીઓ પ્રાપ્ત કરો

તમે તમારા iPhone (અથવા પરિવારના કોઈ સભ્યના iPhone) પર સંવેદનશીલ ઇમેજની તપાસ કરી શકો છો અને તેમને જોતા પહેલાં તમે ચેતવણી મેળવી શકો છો.

સંવેદનશીલ કૉન્ટેંટની ચેતવણી ચાલુ કરો

  1. સેટિંગ્સ  પ્રાઇવસિ & સુરક્ષા પર જાઓ.

  2. નીચે સ્ક્રોલ કરો અને સંવેદનશીલ કૉન્ટેંટની ચેતવણી પર ટૅપ કરો પછી સંવેદનશીલ કૉન્ટેંટની ચેતવણી ચાલુ કરો.

    સંવેદનશીલ ઇમેજ પ્રાપ્ત કરતા અથવા મોકલતા પહેલાં તમને (અથવા તમારા પરિવારના સભ્યને) ચેતવણી પ્રાપ્ત થશે.

    નોટ : જો તમે સ્ક્રીન ટાઇમ સેટ અપ કરો અને સંચાર સુરક્ષા ચાલુ કરો છો તો સંવેદનશીલ કૉન્ટેંટની ચેતવણી ઑટોમૅટિક રીતે ચાલુ કરવામાં આવે છે. જુઓ : iPhoneમાં સ્ક્રીન ટાઇમમાં સંવેદનશીલ ઇમેજ અને વીડિયોને તપાસો.

સ્ક્રીન ટાઇમમાં તમે અયોગ્ય કૉન્ટેંટને બ્લૉક કરી શકો છો અને ખરીદી પર પ્રતિબંધ સેટ કરી શકો છો. જુઓ : કૉન્ટેંટ બ્લૉક કરો અને iTunes & App Storeની ખરીદીઓ પ્રતિબંધિત કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.