આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone પર વૉઇસ મેમોમાં રેકોર્ડિંગ સંપાદન કરો અથવા ડિલીટ કરો

તમે સંપાદન ટૂલનો ઉપયોગ કરીને તમારાં રેકોર્ડિંગને ફાઇન-ટ્યૂન કરી શકો છો. રેકોર્ડિંગના ભાગ કાઢી નાખો, ભાગ પર રેકોર્ડ કરો અથવા સંપૂર્ણ રેકોર્ડિંગ બદલો. જેની તમને હવેથી જરૂર નથી તે રેકોર્ડિંગ પણ તમે ડિલીટ કરી શકો છો.

વૉઇસ રેકોર્ડિંગ સંપાદિત કરો

  1. તમારા iPhone પર વૉઇસ મેમો ઍપ (યુટિલિટી ફોલ્ડરમાં) પર જાઓ.

  2. રેકોર્ડિંગના લિસ્ટમાં તમે જે રેકોર્ડિંગ સંપાદિત કરવા માંગો છો તેના પર ટૅપ કરો અને “વધુ ઍક્શન” બટન પર ટૅપ કરો પછી રેકોર્ડિંગ સંપાદિત કરો પર ટૅપ કરો.

  3. ઉપર જમણી બાજુએ “ટ્રિમ કરો” બટન પર ટૅપ કરો પછી તમે જે સેક્શનને રાખવા કે ડિલીટ કરવા માંગો છો તેને સમાવવા માટે પીળા રંગના ટ્રિમ હૅન્ડલને ડ્રૅગ કરો.

    વધુ ચોક્કસ સંપાદન માટે તમે વેવફૉર્મ પર પિંચ કરીને ઝૂમ ઇન કરી શકો છો.

    રેકોર્ડિંગને સંપાદિત કરવામાં આવી રહ્યું છે જેમાં સ્ક્રીનમાં નીચે ઑડિઓ વેવફૉર્મનો એક ભાગ પીળા ટ્રિમ હૅન્ડલ સાથે આવેલો છે. વેવફૉર્મની નીચે પ્લે બટન અને રેકોર્ડિંગ ટાઇમર દેખાય છે. ટ્રિમ હૅન્ડલ પ્લે બટનની નીચે છે. પ્લે બટનની બંને બાજુએ ટ્રિમ બટન (હૅન્ડલની બહાર રેકોર્ડિંગનો ભાગ ડિલીટ કરવા માટે) અને ડિલીટ બટન (હૅન્ડલની અંદર રેકોર્ડિંગનો ભાગ ડિલીટ કરવા માટે) છે.

    તમારું સિલેક્શન ચેક કરવા માટે “પ્લે કરો” બટન પર ટૅપ કરો.

  4. સિલેક્શન રાખવા માટે (અને બાકીનું રેકોર્ડિંગ ડિલીટ કરવા માટે) ટ્રિમ પર ટૅપ કરો અથવા સિલેક્શન ડિલીટ કરવા માટે ડિલીટ પર ટૅપ કરો.

  5. લાગુ કરો પર ટૅપ કરો અને પછી પૂર્ણ પર ટૅપ કરો.

  6. અસલ રેકોર્ડિંગને ઓવરરાઇટ કરવા માટે રેકોર્ડિંગને સેવ કરો પર ટૅપ કરો અથવા સંપાદિત વર્ઝનને નવા રેકોર્ડિંગ તરીકે સેવ કરવા માટે નવા રેકોર્ડિંગ તરીકે સેવ કરો પર ટૅપ કરો (અસલ રેકોર્ડિંગ જેમ છે તેમ જ રહેવા દો).

રેકોર્ડિંગ બદલો

  1. તમારા iPhone પર વૉઇસ મેમો ઍપ (યુટિલિટી ફોલ્ડરમાં) પર જાઓ.

  2. રેકોર્ડિંગના લિસ્ટમાં તમે જે રેકોર્ડિંગ બદલવા માંગો છો તેના પર ટૅપ કરો અને “વધુ ઍક્શન” બટન પર ટૅપ કરો પછી રેકોર્ડિંગ સંપાદિત કરો પર ટૅપ કરો.

  3. તમે જ્યાં નવો ઑડિઓ રેકોર્ડ કરવાનું શરૂ કરવા માંગો છો તે સ્થાને પ્લેહેડને મૂકવા વેવફૉર્મને ડ્રૅગ કરો.

    વધુ ચોક્કસ પ્લેસમેંટ માટે તમે વેવફૉર્મ પર પિંચ કરીને ઝૂમ ઇન કરી શકો છો.

  4. રેકોર્ડિંગ શરૂ કરવા માટે બદલો પર ટૅપ કરો (તમે રેકોર્ડ કરો ત્યારે વેવફૉર્મ લાલ થઈ જાય છે).

    પૉઝ કરવા માટે “પૉઝ કરો” બટન પર ટૅપ કરો; ચાલુ રાખવા માટે ફરી શરૂ કરો પર ટૅપ કરો.

  5. તમારા રેકોર્ડિંગને તપાસવા માટે “પ્લે કરો” બટન પર ટૅપ કરો.

  6. પૂર્ણ પર ટૅપ કરો પછી અસલ રેકોર્ડિંગને બદલવા માટે રેકોર્ડિંગને સેવ કરો પર ટૅપ કરો અથવા ફેરફારોને નવા રેકોર્ડિંગ તરીકે સેવ કરવા માટે નવા રેકોર્ડિંગ તરીકે સેવ કરો પર ટૅપ કરો (અસલ રેકોર્ડિંગ જેમ છે તેમ જ રહેવા દો).

રેકોર્ડિંગ ડિલીટ કરો

  1. તમારા iPhone પર વૉઇસ મેમો ઍપ (યુટિલિટી ફોલ્ડરમાં) પર જાઓ.

  2. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • રેકોર્ડિંગના લિસ્ટમાં તમે જે રેકોર્ડિંગ ડિલીટ કરવા માંગો છો તેના પર ટૅપ કરો પછી “ડિલીટ કરો” બટન પર ટૅપ કરો.

    • રેકોર્ડિંગના લિસ્ટની ઉપર સંપાદિત કરો પર ટૅપ કરો અને એક અથવા વધુ રેકોર્ડિંગ સિલેક્ટ કરો પછી “ડિલીટ કરો” બટન પર ટૅપ કરો.

ડિલીટ કરેલાં રેકોર્ડિંગ તાજેતરમાં ડિલીટ કરેલ ફોલ્ડરમાં મુવ થાય છે જ્યાં તેને ડિફૉલ્ટ રૂપે 30 દિવસ માટે રાખવામાં આવે છે. ડિલીટ કરેલાં રેકોર્ડિંગને કેટલો સમય રાખવા તે બદલવા માટે સેટિંગ્સ  > ઍપ્સ > વૉઇસ મેમો > ડિલીટ કરેલાને સાફ કરો કરો પર જાઓ પછી કોઈ પણ એક વિકલ્પ સિલેક્ટ કરો.

ડિલીટ કરેલું રેકોર્ડિંગ રિકવર કરો અથવા મિટાવી દો

  1. તમારા iPhone પર વૉઇસ મેમો ઍપ (યુટિલિટી ફોલ્ડરમાં) પર જાઓ.

  2. તાજેતરમાં ડિલીટ કરેલ ફોલ્ડર પર ટૅપ કરો પછી તમે જે રેકોર્ડિંગ રિકવર કરવા અથવા મિટાવા માંગો છો તેના પર ટૅપ કરો.

    જો તમને તાજેતરમાં ડિલીટ કરેલું ફોલ્ડર દેખાતું ન હોય તો ઉપરની ડાબી બાજુએ “પાછળ જાઓ” બટન પર ટૅપ કરો.

  3. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • સિલેક્ટ કરેલું રેકોર્ડિંગ રિકવર કરવા માટે : રિકવર કરો પર ટૅપ કરો.

    • સિલેક્ટ કરેલું રેકોર્ડિંગ ડિલીટ કરવા માટે : ડિલીટ કરો પર ટૅપ કરો.

    • તાજેતરમાં ડિલીટ કરેલા ફોલ્ડરમાંથી બધું રિકવર કરવા માટે : તાજેતરમાં ડિલીટ કરેલ લિસ્ટની ઉપર સંપાદિત કરો પર ટૅપ કરો પછી તમામને ડિલીટ કરો પર ટૅપ કરો.

    • તાજેતરમાં ડિલીટ કરેલ ફોલ્ડરમાંથી બધું ડિલીટ કરવા માટે : તાજેતરમાં ડિલીટ કરેલ લિસ્ટની ઉપર સંપાદિત કરો પર ટૅપ કરો પછી તમામને ડિલીટ કરો પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.