આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

તમારા પરિવાર સાથે ફીચર શેર કરવા માટે

તમે અને તમારો પરિવાર ખરીદી શેર કરવા, કનેક્ટેડ રહેવા અને તમારા ડેટાને સુરક્ષિત રાખવા માટે ઉપયોગમાં લઈ શકો તેવા વિશેષ ફીચર છે. જો તમારા બાળકો હોય તો તમારા બાળકો તેમનાં Apple ડિવાઇસનો ઉપયોગ કેવી રીતે કરે તે મૅનેજ કરવા માટે તમે વાલી નિયંત્રણ પણ સેટ અપ કરી શકો છો.

સેટિંગ્સમાં ફેમિલી શેરિંગ સ્ક્રીન. યાદીમાં પરિવારના પાંચ સભ્યો છે. તેમના નામની નીચે પરિવારની ભલામણો, સબ્સ્ક્રિપ્શન અને ખરીદી શેરિંગ વિકલ્પ છે.

ફેમિલી શેરિંગ સેટ અપ કરવા માટે

ફેમિલી શેરિંગથી તમે અને તમારા પરિવારના સભ્યો યોગ્ય ખરીદીઓ અને સબ્સ્ક્રિપ્શન, તમારું લોકેશન વગેરે શેર કરી શકો છો. દરેક વ્યક્તિ પોતાના ડિવાઇસ અને Apple અકાઉંટનો ઉપયોગ કરે છે પરંતુ iCloud સ્ટોરેજ, સબ્સ્ક્રિપ્શન (Apple Music અને Apple Arcade જેવી સર્વિસ માટે) અને અન્ય કૉન્ટેંટ શેર કરવામાં આવે છે.

શરૂ કરવા માટે સેટિંગ્સ  > [તમારું નામ] > પરિવાર પર જાઓ.

નકશામાં લોકોની યાદી અને તેમનાં લોકેશન બતાવતી “ખોજી” ઍપની સ્ક્રીન.

“ખોજી” દ્વારા તમારું લોકેશન શેર કરવા માટે

તમે ફેમિલી શેરિંગ સેટ અપ કરો ત્યારે તમારા પરિવારના સભ્યો સાથે તમારું લોકેશન શેર કરી શકો છો અને ખોજી ઍપ દ્વારા તેમને ખોવાઈ ગયેલું ડિવાઇસ શોધવામાં મદદ કરી શકો છો.

પરિવારના સભ્યો સાથે તમારું લોકેશન શેર કરવા માટે સેટિંગ્સ  > [તમારું નામ] > પરિવાર પર જઈને “લોકેશન શેરિંગ” પર ટૅપ કરો. તમે પરિવારના જે સભ્ય સાથે તમારું લોકેશન શેર કરવા માંગો છો તેમના નામ પર ટૅપ કરો. તમે તમારા ફેમિલી શેરિંગ ગ્રૂપના સભ્યો સાથે તમારું લોકેશન શેર કરો પછી તેઓ ખોવાઈ ગયેલા ડિવાઇસને લોકેટ કરવામાં મદદ કરી શકે છે.

આરોગ્ય ઍપમાં શેરિંગ સ્ક્રીન.

તમારો આરોગ્ય ડેટા શેર કરવા માટે

તમે આરોગ્ય ઍપનો ઉપયોગ કરીને તમારી ઍક્ટિવિટી, ગતિશીલતા અને આરોગ્યના ટ્રેંડ્સ જેવો તમારો આરોગ્ય ડેટા પરિવારના સભ્યો સાથે શેર કરી શકો છો.

આરોગ્ય ઍપમાં સ્ક્રીનમાં નીચે શેરિંગ પર ટૅપ કરીને પછી “કોઈકની સાથે શેર કરો” પર ટૅપ કરો. તમારે જે શેર કરવું હોય તે પસંદ કરી શકો છો અને જે લોકો સાથે તમે શેર કરી રહ્યાં છો તેમને ઍક્ટિવિટીમાં તીવ્ર ઘટાડા જેવા નોંધપાત્ર ટ્રેંડ્સ વિષે સૂચિત કરવામાં આવે કે નહિ તે તમે પસંદ કરી શકો છો.

ફોટોસ ઍપમાં ફોટો ખુલ્લો છે. સ્ક્રીનમાં ઉપર-જમણી બાજુએ ફોટોને શેર કરેલી લાઇબ્રેરીમાં મુવ કરવાનો વિકલ્પ છે.

ફેમિલી ફોટો લાઇબ્રેરી શરૂ કરવા માટે

પરિવારના મહત્તમ અન્ય પાંચ સભ્યો સાથે ફોટો અને વીડિયો શેર કરવા માટે તમે iCloud શેર કરેલી ફોટો લાઇબ્રેરીનો ઉપયોગ કરી શકો છો. દરેક વ્યક્તિ ફોટો ઉમેરી શકે છે, સંપાદિત કરી શકે છે અને ફોટોને કૅપ્શન આપી શકે છે અને શેર કરેલા ફોટોનો તેમની યાદગીરી, ફીચર કરેલા ફોટો અને ફોટો વિજેટમાં આનંદ માણી શકે છે.

શરૂ કરવા માટે સેટિંગ્સ  > [તમારું નામ] > iCloud > ફોટોસ પર જઈને “આ iPhone સિંક કરો” ચાલુ કરો પછી શેર કરેલી લાઇબ્રેરી પર ટૅપ કરો.

રિકવરી સંપર્ક ઉમેરો સ્ક્રીનમાં રિકવરી સંપર્ક તરીકે સિલેક્ટ કરવા માટે સૂચવેલા સંપર્ક અને અન્યને પસંદ કરવાનો વિકલ્પ બતાવવામાં આવી રહ્યો છે.

જો એવું થાય તો

જો તમે ક્યારેય લૉક આઉટ થઈ ગયા હોવ તો તમારા અકાઉંટનો ઍક્સેસ ફરી મેળવવામાં મદદ મળે તે માટે તમે પરિવારના સભ્યો અને અન્ય વિશ્વાસપાત્ર લોકોને અકાઉંટ રિકવરી સંપર્ક તરીકે ઉમેરી શકો છો. ડિજિટલ લેગેસી પ્રોગ્રામથી તમે લોકોને લેગેસી કૉન્ટૅક્ટ તરીકે નિયુક્ત કરી શકો છો જેથી તેઓ તમારા મૃત્યુ પછી તમારા અકાઉંટ અને વ્યક્તિગત માહિતીને ઍક્સેસ કરી શકે.

લોકોને ઉમેરવા માટે સેટિંગ્સ  > [તમારું નામ] > સાઇન ઇન & સુરક્ષા પર જઈને પછી “અકાઉંટ રિકવરી” અથવા “લેગેસી કૉન્ટૅક્ટ” પર ટૅપ કરો.

વધુ જાણવા માંગો છો?

તમામ ફીચર તમામ દેશ અથવા વિસ્તારમાં ઉપલબ્ધ નથી.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.