આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone પર તમારી પૉડકાસ્ટ લાઇબ્રેરી ઑર્ગનાઇઝ કરો

પૉડકાસ્ટ ઍપમાં તમે ફૉલો કરો છો તે પૉડકાસ્ટને તમે ઑર્ગનાઇઝ કરી શકો છો, તાજેતરના ઍપિસોડની માહિતી મેળવી શકો છો અને તમારા પોતાના સ્ટેશન બનાવી શકો છો.

તમારી પૉડકાસ્ટ લાઇબ્રેરી જુઓ

  1. તમારા iPhone પર પૉડકાસ્ટ ઍપ પર જાઓ.

  2. નીચેના વિકલ્પ જોવા માટે સ્ક્રીનની નીચેના ભાગે રહેલી લાઇબ્રેરી પર ટૅપ કરો :

    • શો : તમે ફૉલો કરો છો તે શો જોવા માટે “ફૉલો કરેલ” પર ટૅપ કરો. જો તમે પૉડકાસ્ટમાંથી તમે ફૉલો નથી કરતા એવા ઍપિસોડ ડાઉનલોડ અથવા સેવ કર્યા હોય તો તેને જોવા માટે “તમામ” પર ટૅપ કરો. તમે ડાઉનલોડ અથવા સેવ કરેલા માહિતી પેજ અથવા ઍપિસોડ જોવા માટે કોઈપણ શો પર ટૅપ કરી શકો છો.

    • ચૅનલ : તમે સબ્સ્ક્રાઇબ કરેલી ચૅનલ, તમે તમારા મનપસંદમાં ઉમેરેલી ચૅનલ (iOS 18.2 અથવા તેના પછીના વર્ઝનમાં) અને તમે ફૉલો કરો છો તે શો ધરાવતી ચૅનલ જુઓ. તમે ચૅનલના તમામ શો બ્રાઉઝ કરવા માટે તેના પર ટૅપ કરી શકો છો.

    • શ્રેણી : iOS 18.2 અથવા તેના પછીના વર્ઝનમાં તમે ફૉલો કરો તે કોઈ પણ શોની શ્રેણી સાથે તમારા મનપસંદમાં ઉમેરેલી શ્રેણી જુઓ.

    • સેવ કરેલા : તમે સેવ કરેલા ઍપિસોડ જુઓ.

    • ડાઉનલોડ કરેલા : તમે ડાઉનલોડ કરેલા ઍપિસોડ જુઓ. તમે ઇંટરનેટ કનેક્શન વગર આ ઍપિસોડ સાંભળી શકો છો.

    • તાજેતરના એપિસોડ : તમે ફૉલો કરો છો તે દરેક શોમાંથી સૌથી તાજેતરના ઍપિસોડને જુઓ. આ પ્લેલિસ્ટમાં ઍપિસોડ રાખવાના સમયમાં ફેરફાર કરવા માટે “વધુ” બટનપર ટૅપ કરો.

    • સ્ટેશન : જો તમે સ્ટેશન બનાવ્યાં હોય તો દરેકને લિસ્ટ કરવામાં આવે છે.

ઍપિસોડ પ્લેબૅકનો ક્રમ બદલો

  1. તમારા iPhone પર પૉડકાસ્ટ ઍપ પર જાઓ.

  2. લાઇબ્રેરી પર ટૅપ કરો અને પછી શો પર ટૅપ કરો.

  3. તમે ફૉલો કરો છો તે શોની માહિતી પેજ જોવા માટે તેના પર ટૅપ કરો.

  4. “વધુ” બટન પર ટૅપ કરો અને પછી “સેટિંગ્સ” પર ટૅપ કરો.

  5. ઍપિસોડ ક્રમ વિકલ્પ પસંદ કરો.

દરેક પૉડકાસ્ટમાંથી ડાઉનલોડની સંખ્યાને સીમિત કરો

  1. તમારા iPhone પર પૉડકાસ્ટ ઍપ પર જાઓ.

  2. લાઇબ્રેરી પર ટૅપ કરો અને પછી શો પર ટૅપ કરો.

  3. તમે ફૉલો કરો છો તે શોની માહિતી પેજ જોવા માટે તેના પર ટૅપ કરો.

  4. “વધુ” બટન પર ટૅપ કરો અને પછી “સેટિંગ્સ” પર ટૅપ કરો.

  5. “ઑટોમૅટિક રીતે ડાઉનલોડ” પર ટૅપ કરો અને પછી વિકલ્પ પસંદ કરો.

ઍપિસોડને પ્લે કરેલ તરીકે અંકિત કરો

નીચેનામાંથી કોઈ પણ એક કરો :

  • શોની માહિતી જોતી વખતે : ઍપિસોડ પર જમણે સ્વાઇપ કરો અને પછી “પ્લે કરેલા” ટૅપ કરો.

  • ઍપિસોડની માહિતી જોતી વખતે : “વધુ” બટન પર ટૅપ કરો અને પછી “પ્લે કરેલ તરીકે અંકિત કરો” પર ટૅપ કરો.

તમે પહેલા પ્લે કરેલા ઍપિસોડ છુપાવો

તમે પહેલા પ્લે કરેલા ઍપિસોડને છુપાવવા માટે તમે શોના સેટિંગ બદલી શકો છો.

તમે ફૉલો કરો છો તે શોને તેના માહિતી પેજ જોવા માટે ટૅપ કરો, “વધુ” બટનપર ટૅપ કરો, પછી “પ્લે કરેલા ઍપિસોડ છુપાવો” પર ટૅપ કરો.

તમે ફૉલો કરો છો તે તમામ શો માટે પ્લે કરેલા એપિસોડને ઑટોમૅટિક રીતે છુપાવવા માટે સેટિંગ્સ > ઍપ્સ > પૉડકાસ્ટ પર જાઓ અને પછી “પ્લે કરેલા ઍપિસોડને છુપાવો” ચાલુ કરો.

તમારું પોતાનું સ્ટેશન બનાવો

સમાચાર, કૉમેડી અથવા મોર્નિંગ કમ્યૂટ જેવી થીમના આધારે તમે ફૉલો કરો છો તે શોના ગ્રૂપ બનાવવા માટે સ્ટેશન (સંગીત પ્લેલિસ્ટની જેમ)નો ઉપયોગ કરો. તમે પસંદ કરેલા પૉડકાસ્ટના ઍપિસોડ નિયમિતપણે ઑટોમૅટિક રીતે તમારા સ્ટેશન પર ઉમેરવામાં આવે છે.

  1. તમારા iPhone પર પૉડકાસ્ટ ઍપ પર જાઓ.

  2. લાઇબ્રેરી પર ટૅપ કરો અને પછી ઉપર જમણી બાજુ પર “વધુ” બટન પર ટૅપ કરો.

  3. “નવું સ્ટેશન” પર ટૅપ કરો, ટાઇટલ ઉમેરો અને પછી સેવ પર ટૅપ કરો.

  4. “પૉડકાસ્ટ પસંદ કરો” પર ટૅપ કરો અને પછી તમે જે શોને સ્ટેશન પર ઉમેરવા માંગો છો તેના પર ટૅપ કરો (અથવા “તમામ પૉડકાસ્ટ સામેલ કરો” ચાલુ કરો).

  5. “પાછા જાઓ” પર ટૅપ કરો પછી “પૂર્ણ” પર ટૅપ કરો.

ટિપ : તમે તમારા સ્ટેશન પર ઉમેરવામાં આવેલ દરેક પૉડકાસ્ટમાંથી ઍપિસોડની સંખ્યાને ઍડજસ્ટ કરી શકો છો. સ્ટેશન પર ટૅપ કરો, “વધુ” બટન પર ટૅપ કરો અને પછી સ્ટેશન સેટિંગ્સ પર ટૅપ કરો. સ્ટેશનના બધા પૉડકાસ્ટ માટે સમાન સેટિંગ્સનો ઉપયોગ કરવા માટે ઍપિસોડ પર ટૅપ કરો અને પછી વિકલ્પ પસંદ કરો. સિંગલ શો માટે સેટિંગ્સ ઍડજસ્ટ કરવા માટે પૉડકાસ્ટ લિસ્ટમાં શો પર ટૅપ કરો અને પછી વિકલ્પ પસંદ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.