આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં ડાયરીમાં ફૉર્મેટિંગ, ફોટો વગેરે ઉમેરો

ડાયરી ઍપમાં તમે તમારી એંટ્રી સંપાદિત કરી શકો છો અને ફોટો, વીડિયો, ઑડિઓ વગેરે ઉમેરી શકો છો.

ઉપર નવી એંટ્રીનું બટન અને નીચે ભલામણ કરેલી યાદગાર પળો દર્શાવતી સ્ક્રીન.

ટેક્સ્ટ ફૉર્મેટ કરવા માટે

  1. તમારા iPhoneમાં ડાયરી ઍપ પર જાઓ.

  2. એંટ્રી કંપોઝ કરતી વખતે “ફૉર્મેટ કરો” બટન પર ટૅપ કરો.

  3. બોલ્ડ ટેક્સ્ટ, ઇટાલિક, અંડરલાઇન, સ્ટ્રાઇકથ્રુ, બુલેટ કરેલ અથવા ક્રમાંકિત લિસ્ટ, બ્લૉક કોટ અથવા ફૉન્ટનો રંગ લાગુ કરો.

ફોટો, વીડિયો, લોકેશન અને અટૅચમેંટ ઉમેરવા માટે

  1. તમારા iPhoneમાં ડાયરી ઍપ પર જાઓ.

  2. એંટ્રી કંપોઝ કરતી વખતે નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • તારીખ સંપાદિત કરો અથવા છુપાવો : “વધુ” બટન પર ટૅપ કરો.

    • તમારી તાજેતરની ઍક્ટિવિટીમાંથી સૂચનો મેળવો : “સ્માર્ટ સૂચનો” બટન પર ટૅપ કરો.

    • તમારી લાઇબ્રેરીમાંથી ફોટો અને વીડિયો પસંદ કરો : “ફોટોસ” બટન પર ટૅપ કરો.

    • નવો ફોટો અથવા વીડિયો લો : “કૅમેરા” બટન પર ટૅપ કરો.

    • નકશાનું લોકેશન ઉમેરો : “લોકેશન” બટન પર ટૅપ કરો.

    • તમારી માનસિક અવસ્થા લૉગ કરો : “માનસિક અવસ્થા” બટન પર ટૅપ કરો. જુઓ : iPhoneમાં તમારી સુખાકારી માટે ડાયરી.

    • અટૅચમેંટને ફુલ સ્ક્રીનમાં જુઓ : થંબનેલ પર ટૅપ કરો.

    • અટૅચમેંટને ફરી ગોઠવો : થંબનેલને ટચ કરીને હૉલ્ડ કરો અને પછી તેને ડ્રૅગ કરીને અલગ જગ્યાએ લઈ જાઓ.

    • અટૅચમેંટ કાઢી નાખો : થંબનેલમાં ઉપરના જમણા ખૂણામાં “ડિલીટ કરો” બટન પર ટૅપ કરો.

ઑડિઓ રેકોર્ડ અને ટ્રાંસક્રાઇબ કરવા માટે

તમે ઑડિઓ રેકોર્ડ કરી શકો છો અને ડાયરી એંટ્રીમાં તમારા શબ્દોને ટ્રાંસ્ક્રાઇબ કરી શકો છો. ઑડિઓ ટ્રાંસક્રિપ્શન માત્ર અંગ્રેજીમાં ઉપલબ્ધ છે (સિંગાપોર અને ભારતના પ્રદેશો સિવાય).

  1. તમારા iPhoneમાં ડાયરી ઍપ પર જાઓ.

  2. એંટ્રી કંપોઝ કરતી વખતે “ઑડિઓ” બટન પર ટૅપ કરીને “રેકોર્ડ કરો” બટન પર ટૅપ કરો અને પછી બોલવાનું શરૂ કરો.

  3. જ્યારે રેકોર્ડ કરવાનું પૂર્ણ થઈ જાય ત્યારે “રોકો” બટન પર ટૅપ કરો.

  4. ઑડિઓ રેકૉર્ડિંગ પર ટૅપ કરો અને પછી ટ્રાંસક્રિપ્શન રિવ્યૂ કરવા માટે “ટ્રાંસક્રિપ્શન” બટન પર ટૅપ કરો.

  5. એંટ્રીમાં ટેક્સ્ટ ઉમેરવા માટે “વધુ” બટન પર ટૅપ કરો અને પછી “એંટ્રીમાં ટ્રાંસક્રિપ્ટ ઉમેરો” પર ટૅપ કરો.

ટાઇટલ બતાવવા અથવા છુપાવવા માટે

  1. તમારા iPhoneમાં ડાયરી ઍપ પર જાઓ.

  2. એંટ્રી કંપોઝ કરતી વખતે “વધુ” બટન પર ટૅપ કરો અને પછી “ટાઇટલ બતાવો” અથવા “ટાઇટલ છુપાવો” પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.