આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

Mac પર તમારા iPhoneનો ઉપયોગ વેબકૅમ તરીકે કરો

કંટિન્યૂટિ કૅમેરાથી તમે તમારા Mac વેબકૅમ અથવા માઇક્રોફોન તરીકે તમારા iPhoneનો ઉપયોગ કરી શકો છો અને પાવરફુલ iPhone કૅમેરા અને વધારાની વીડિયો ઇફેક્ટનો લાભ લઈ શકો છો. તમે વાયરલૅસ રીતે અથવા વાયરવાળા કનેક્શન માટે USB કેબલથી કનેક્ટ કરી શકો છો.

iPhone અને Mac પર કંટિન્યૂટિ કૅમેરા દ્વારા તમે તમારા iPhoneને વેબકૅમ તરીકે ઉપયોગમાં લઈ શકો છો.

Apple TV પર FaceTime કૉલ કરતી વખતે તમે તમારા iPhoneને વેબકૅમ તરીકે પણ ઉપયોગમાં લઈ શકો છો. વધુ જાણવા માટે Apple TV 4Kમાં FaceTimeનો ઉપયોગ કરો (બીજી જનરેશન અથવા પછીના જુઓ.

શરૂ કરતા પહેલાં

નીચેની બાબતની ખાતરી કરો :

જો તમે VPNનો ઉપયોગ કરી રહ્યાં હોવ તો ખાતરી કરો કે તેનું કંફિગરેશન લોકલ નેટવર્કિંગને અટકાવતું નથી કારણ કે તે અમુક કંટિન્યૂટિ ફીચરમાં દખલ કરી શકે છે.

કંટિન્યૂટિ કૅમેરા માટે તમારો iPhone સેટ અપ કરવા માટે

  1. iPhone-સુસંગત માઉંટનો ઉપયોગ કરીને તમારા iPhoneને માઉંટ કરો અથવા લેંડસ્કેપ ઑરિએંટેશનમાં iPhoneને ઉભો રાખો. તે તમારા Macની (30 ફુટની અંદર) નજીક સ્થિર સ્થિતિમાં હોવો જરૂરી છે અને તેનો રીઅર કૅમેરા તમારી સામે હોવો આવશ્યક છે.

  2. iPhone પર કંટિન્યૂટિ કૅમેરા ચાલુ કરવા માટે સેટિંગ્સ  > સામાન્ય >AirPlay & કંટિન્યૂટિ પર જાઓ અને પછી કંટિન્યૂટિ કૅમેરા ચાલુ કરો.

કંટિન્યૂટિ કૅમેરા વાયરલૅસ રીતે કામ કરે છે છતાં તમે તમારા iPhoneને તમારા Mac સાથે USB કેબલથી કનેક્ટ કરીને પણ કંટિન્યૂટિ કૅમેરાનો ઉપયોગ કરી શકો છો. તમે તમારા iPhone સાથે આવતા કેબલનો અથવા તમારા iPhone અને Macના પોર્ટ સાથે મૅચ થતા બીજા કેબલનો ઉપયોગ કરી શકો છો.

નોટ : જો તમે તમારા iPhone અને Macને કેબલ દ્વારા કનેક્ટ કરો અને તમારા iPhone પર “આ કંપ્યૂટર પર વિશ્વાસ કરો છો?” પૂછતી કોઈ અલર્ટ દેખાય તો “વિશ્વાસ કરો” પર ટૅપ કરો. આગળ વધવા માટે તમને તમારા ડિવાઇસનો પાસકોડ એંટર કરવાનું કહેવામાં આવી શકાય છે. તમને જો તમારા Mac પર “ઍક્સેસરિને કનેક્ટ થવાની અનુમતિ આપવી છે?” પૂછતી કોઈ અલર્ટ દેખાય તો “અનુમતિ આપો” પર ક્લિક કરો.

Mac માટે તમારા iPhoneનો ઉપયોગ વેબકૅમ તરીકે કરો

  1. તમારા Macમાં કૅમેરા અથવા માઇક્રોફોનનો ઍક્સેસ ધરાવતી FaceTime અથવા Photo Booth જેવી કોઈ પણ ઍપ ખોલો. તમે કૅમેરા અથવા માઇક્રોફોનને ઍક્સેસ કરતી ઘણી તૃતીય-પક્ષ ઍપ દ્વારા પણ આ ફીચરનો ઉપયોગ કરી શકો છો.

  2. ઍપના મેન્યૂ બાર અથવા સેટિંગ્સમાં તમારા iPhoneને કૅમેરા તરીકે પસંદ કરો.

    નોટ : ઍપના આધારે આ સેટિંગ્સનું લોકેશન બદલાઈ શકે છે. તેમને કયાં શોધવા તેના માર્ગદર્શન માટે જુઓ : Macમાં એક્સટર્નલ કૅમેરા પસંદ કરો.

    તમારો iPhone રીઅર કૅમેરામાંથી તમારા Mac પર ઑડિઓ અથવા વીડિયો સ્ટ્રીમિંગ શરૂ કરે છે.

  3. વીડિયો અથવા ઑડિઓને કંટ્રોલ કરવા માટે નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • વીડિયો અથવા ઑડિઓ પૉઝ કરવા માટે : તમારા iPhone પર “પૉઝ કરો” પર ટૅપ કરો. તમે વીડિયો અથવા ઑડિઓને પૉઝ કરવા માટે ઉપર સ્વાઇપ કરીને પણ તમારા iPhoneને અનલૉક કરી શકો છો.

    • વીડિયો અથવા ઑડિઓ ફરી શરૂ કરવા માટે : તમારા iPhone પર “ફરી શરૂ કરો” પર ટૅપ કરો. તમે તમારા iPhoneને લૉક કરીને પણ ફરી શરૂ કરી શકો છો.

    • તમારા iPhoneનો વેબકૅમ અથવા માઇક્રોફોન તરીકે ઉપયોગ કરવાનું બંધ કરો : તમારા Mac પર ઍપમાંથી બહાર નીકળો.

      નોટ : જો તમારે કંટિન્યૂટિ કૅમેરા ચાલુ હોય ત્યારે તમારો iPhone ચાર્જ કરવો હોય તો શ્રેષ્ઠ પરિણામ માટે USB કેબલનો ઉપયોગ કરો.

વીડિયો અથવા ઑડિઓ સ્ટ્રીમિંગ કરતી વખતે તમે તમારો iPhone મુવ કરી શકો છો અને તેનું ઑરિએંટેશન બદલી શકો છો. યાદ રાખો કે શ્રેષ્ઠ પરિણામો માટે તમારા iPhoneને માઉંટ કરેલો રાખો અને લેંડસ્કેપ ઑરિએંટેશનમાં રાખો.

તમારા iPhoneને વેબકૅમ તરીકે ઉપયોગમાં લેતી વખતે તમે પોર્ટ્રેટ મોડ અને સેંટર સ્ટેજ જેવી વીડિયો ઇફેક્ટનો ઉપયોગ કરી શકો છો. જુઓ : Macમાં વીડિયો કૉન્ફરંસિંગ ફીચરનો ઉપયોગ કરો.

“ડેસ્ક વ્યૂ” ચાલુ કરવા માટે

વીડિયો સપોર્ટ કરતી અને તમારા iPhoneને વેબકૅમ તરીકે સેટ અપ કરતી ઍપનો ઉપયોગ કરતી વખતે તમે ડેસ્ક વ્યૂ અને અન્ય વીડિયો ઇફેક્ટનો ઉપયોગ કરી શકો છો.

  1. તમારા Mac પર નીચેનામાંથી કોઈ એક કરો :

    • FaceTime : તમારો વીડિયો કૉલ શરૂ કરો પછી વીડિયો વિંડોના ઉપર-જમણા ખૂણામાં “ડેસ્ક વ્યૂ” બટન પર ક્લિક કરો.

    • વીડિયોને સપોર્ટ કરતી અન્ય ઍપ્સ : મેન્યૂ બારમાં “વીડિયો” બટન પર ક્લિક કરો પછી “ડેસ્ક વ્યૂ” બટન પર ક્લિક કરો.

    ડેસ્ક વ્યૂ ખુલે છે, જે ઓવરહેડ કૅમેરાની જેવું જ દેખાય છે અને તમારા ડેસ્કનું ઉપરથી નીચેનું વ્યૂ બતાવે છે.

  2. તમારા ડેસ્કને કૅમેરા સાથે અલાઇન કરવા માટે તમારા Mac પર ડેસ્ક વ્યૂ સેટઅપ વિંડોનો ઉપયોગ કરો. ઝૂમ ઇન અથવા આઉટ કરવા માટે વિંડોમાં નીચે ઑનસ્ક્રીન કંટ્રોલને ડ્રૅગ કરો. જ્યારે તમે વીડિયો કૉલ પર તમારું ડેસ્ક વ્યૂ શેર કરવા માટે તૈયાર હોવ ત્યારે “ડેસ્ક વ્યૂ શેર કરો” પર ક્લિક કરો.

    નોટ : તમારા ડેસ્ક પર જે કંઈ હોય તેને તૃતીય પક્ષ ઍપમાં શેર કરવા માટે “શેર કરવા માટે ડેસ્ક વ્યૂ વિંડો” સિલેક્ટ કરવા માટે ઍપની સ્ક્રીન શેરિંગ ફીચરનો ઉપયોગ કરો. તે કેવી રીતે કરવું તે જાણવા માટે ડેવલપરની સૂચનાઓ જુઓ અથવા ઍપના મેન્યૂ અને સેટિંગ્સને એક્સપ્લોર કરો.

  3. ડેસ્ક વ્યૂ બંધ કરવા માટે ડેસ્ક વ્યૂ વિંડોમાં ઉપરની ડાબી બાજુએ “સ્ક્રીન મિરરિંગ” બટન પર ક્લિક કરો પછી “વિંડો બંધ કરો” પસંદ કરો.

તમારા Mac માટે તમારા iPhoneનો ઉપયોગ માઇક્રોફોન તરીકે કરો

જેમાં બિલ્ટ-ઇન અથવા એક્સટર્નલ માઇક્રોફોન ન હોય તેવા Macમાં તમે તમારા iPhoneને માઇક્રોફોન તરીકે ઉપયોગમાં લઈ શકો છો.

  1. તમારા Mac પર Apple મેન્યૂ  > સિસ્ટમ સેટિંગ્સ પસંદ કરો પછી સાઇડબારમાં સાઉંડ પર ક્લિક કરો. (તમારે નીચે સ્ક્રોલ કરવાની જરૂર પડી શકે છે.)

  2. ઇનપુટ પર ક્લિક કરીને સાઉંડ ઇનપુટ ડિવાઇસની સૂચીમાં તમારા iPhoneને સિલેક્ટ કરો.

    નોટ : તમારા iPhoneનો Macમાં માઇક્રોફોન તરીકે ઉપયોગ કરવા માટે iPhone લેંડસ્કેપ ઑરિએંટેશનમાં અને સ્થિર હોવો આવશ્યક છે અને તેની સ્ક્રીન બંધ કરેલી હોવી જોઈએ.

તમારા Mac માટે વેબકૅમ અથવા માઇક્રોફોન વિકલ્પ તરીકે તમારા iPhoneને કાઢી નાખો

તમારા iPhone પર “ડિસ્કનેક્ટ કરો” પર ટૅપ કરો અને પુષ્ટિ કરો કે તમે ડિસ્કનેક્ટ કરવા માંગો છો. iPhone

તમારા iPhoneને ઍપ્સમાં કૅમેરા અને માઇક્રોફોન લિસ્ટમાંથી અને સાઉંડ સેટિંગ્સમાં સાઉંડ ઇનપુટ ડિવાઇસના લિસ્ટમાંથી પણ કાઢી નાખવામાં આવ્યો છે.

તમારા iPhoneને વેબકૅમ અથવા માઇક્રોફોન તરીકે ફરી કનેક્ટ કરવા માટે તેને તમારા Mac સાથે USB કેબલથી કનેક્ટ કરો પછી ઉપર આપેલા તમારા iPhoneનો વેબકૅમ તરીકે ઉપયોગ કરવાના અથવા તમારા iPhoneનો માઇક્રોફોન તરીકે ઉપયોગ કરવાના પગલાં અનુસરો.

જો કંટિન્યૂટિ કૅમેરા કામ કરતો ન હોય તો

  • તમારા iPhone અને Macમાં Wi-Fi અને Bluetooth ચાલુ છે તેની ખાતરી કરો.

  • તમારાં ડિવાઇસ એકબીજાથી 30 ફુટ (10 મીટર)ના અંતરની અંદર હોવા આવશ્યક છે અને શ્રેષ્ઠ પરિણામ માટે તમારો iPhone માઉંટ કરેલો અને લેંડસ્કેપ ઑરિએંટેશનમાં હોવો જોઈએ.

  • તમારા iPhoneને તમારા Mac સાથે USB કેબલથી કનેક્ટ કરો અને ફરી તપાસો. (જો તે પહેલાથી જ કેબલ સાથે કનેક્ટેડ હોય તો તેને ડિસ્કનેક્ટ કરો અને ફરી કનેક્ટ કરો.) જો તમારો iPhone તમને કંપ્યૂટર પર વિશ્વાસ કરવાનું કહે અથવા તમારું Mac ઍક્સેસરિને અનુમતિ આપવાનું કહે તો ખાતરીપૂર્વક પરવાનગી આપો.

  • iPhone મિરરિંગ જેવા બીજા કંટિન્યૂટિ ફીચરનો તમે ઉપયોગ કરી રહ્યાં નથી તેની ખાતરી કરો.

  • તમારાં ડિવાઇસ કંટિન્યૂટિ કૅમેરા માટે ન્યૂનતમ સિસ્ટમ જરૂરિયાતો પૂર્ણ કરે છે તે તપાસો.

  • સમસ્યાનું નિવારણ કરવાના વધારાનાં પગલાં માટે Apple સપોર્ટ લેખ કંટિન્યૂટિ કૅમેરાની નીચે જુઓ : “જો તમને મદદની જરૂર હોય તો”.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.