આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં Siriનો ઉપયોગ કરો

ફક્ત તમારા વૉઇસથી રોજિંદા કાર્યો પૂર્ણ કરો. વાક્યાંશનો અનુવાદ કરવો, અલાર્મ સેટ કરવું, લોકેશન શોધવું, હવામાનનો રિપોર્ટ મેળવવો, વેબ પરથી સારાંશ માહિતી મેળવવી વગેરે માટે Siriનો ઉપયોગ કરો.

iPhoneની સ્ક્રીન. સ્ક્રીનમાં ઉપર બાજુમાં ઘડિયાળ ઍપની સૂચના બતાવે છે કે 8:00 a.m. માટે અલાર્મ ચાલુ છે. સ્ક્રીનમાં નીચે બાજુમાં આવેલું આઇકન સૂચવે છે કે Siriને સંભળાઈ રહ્યું છે.

Siri સેટ અપ કરો

જ્યારે તમે સૌથી પહેલીવાર તમારો iPhone સેટ અપ કર્યો ત્યારે Siri સેટ અપ કર્યું ન હોય તો નીચે મુજબ કરો :

  1. સેટિંગ્સ  > Siri (અથવા Apple Intelligence અને Siri) પર જાઓ પછી “Siri સાથે વાત કરો” પર ટૅપ કરો.

  2. “Hey Siri ” અથવા “ Siri ” પસંદ કરો (જો તમારી પાસે તે વિકલ્પ હોય તો).

    નોટ : iPhoneના સપોર્ટેડ મૉડલ પર અમુક ભાષાઓ અને ક્ષેત્રમાં ફક્ત “Siri” કહેવાનો વિકલ્પ ઉપલબ્ધ છે.

વધારાનાં Siri સેટિંગ્સ બદલવા માટે iPhoneમાં Siriનાં સેટિંગ્સ બદલો જુઓ.

તમારા વૉઇસથી Siriને સક્રિય કરો

જ્યારે તમે તમારા વૉઇસથી Siriને સક્રિય કરો છો ત્યારે Siri મોટેથી જવાબ આપે છે.

પછી “Siri” અથવા “Hey Siri” કહો અથવા પ્રશ્ન પૂછો.

ઉદાહરણ તરીકે “Hey Siri, what’s the weather for today?” અથવા “Siri, set an alarm for 8 a.m.”

ટિપ : iPhoneને “Siri” અથવા “Hey Siri”નો જવાબ આપવાથી અટકાવવા માટે તમારો iPhone ઊંધો કરો અથવા સેટિંગ્સ  > Siri (અથવા Apple Intelligence અને Siri) પર જઈને “આના માટે સાંભળો” પર ટૅપ કરો પછી બંધ કરો પસંદ કરો.

જ્યારે તમે સપોર્ટેડ AirPods પહેરેલા હોય ત્યારે Siriને તમારા વૉઇસથી પણ સક્રિય કરી શકો છો. AirPods યૂઝર ગાઇડમાં Siri સેટ અપ કરો પર જાઓ.

બટનથી Siriને સક્રિય કરો

જ્યારે તમે બટન વડે Siriને સક્રિય કરો છો ત્યારે જો iPhone સાઇલેંટ મોડમાં હોય તો Siri શાંતિથી પ્રતિસાદ આપે છે. જ્યારે સાઇલેંટ મોડ બંધ હોય ત્યારે Siri મોટેથી પ્રતિસાદ આપે છે. આ વર્તણૂક બદલવા માટે Siri કેવી રીતે જવાબ આપે તે બદલો જુઓ.

  1. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • Face ID સાથેના iPhone પર : “સાઇડ” બટન દબાવીને હોલ્ડ કરો.

    • હોમ બટન સાથેના iPhone પર : “હોમ” બટન દબાવીને હોલ્ડ કરો.

    • EarPods સાથે : સેંટર અથવા કૉલ બટન દબાવીને હોલ્ડ કરો.

    • CarPlay સાથે : સ્ટીયરિંગ વ્હીલ પર “વૉઇસ કમાંડ” બટન દબાવી રાખો અથવા CarPlayની હોમ સ્ક્રીન પર “હોમ” બટનને ટચ કરીને હોલ્ડ કરો. (જુઓ : CarPlayને કંટ્રોલ કરવા માટે Siriનો ઉપયોગ કરો.)

    • Siri Eyes Free સાથે : તમારા સ્ટીયરિંગ વ્હીલ પર વૉઇસ કમાંડ બટન દબાવી રાખો.

  2. પ્રશ્ન પૂછો અથવા વિનંતી કરો.

    ઉદાહરણ તરીકે “What’s 18 percent of 225?” અથવા “Set the timer for 3 minutes” જેવું કંઈક કહો.

તમે સપોર્ટેડ AirPods પર ટચ કરીને પણ Siriને સક્રિય કરી શકો છો. AirPods યૂઝર ગાઇડમાં Siri સેટ અપ કરો પર જાઓ.

એક પછી એક વિનંતીઓ કરો

તમે Siri સક્રિય કરો પછી તેને ફરી સક્રિય કર્યા વગર ફોલો-અપ વિનંતી કરી શકો છો. (અમુક દેશ અથવા વિસ્તારમાં iPhoneનાં સપોર્ટેડ મૉડલ પર ઉપલબ્ધ છે.)

  1. Siriને સક્રિય કરો પછી વિનંતી કરો.

  2. વિનંતી કર્યા પછી તરત જ બીજી વિનંતી કરો.

    ઉદાહરણ તરીકે કહો “Hey Siri, what’s the weather like in San Francisco? What about Cupertino?”

વિનંતી ઓવરરાઇડ કરવા માટે જ્યારે Siri બોલી રહ્યું હોય ત્યારે Siriને અટકાવો.

તમે જે બોલો તે Siriને સમજાય નહિ તો તેમાં સુધારો કરો

  • એક પછી એક વિનંતીઓ કરતી વખતે : તમારી વિનંતીને અલગ રીતે રિપીટ કરો.

  • જો તમે એક પછી એક વિનંતીઓ ન કરતા હોવ તો : “સાંભળો” બટન પર ટૅપ કરો પછી તમારી વિનંતીને અલગ રીતે રિપીટ કરો.

  • તમારી વિનંતીનો ભાગ બોલીને જણાવો : “સાંભળો” બટન પર ટૅપ કરો પછી Siriને ન સમજાયા હોય એવા શબ્દો બોલીને તમારી વિનંતીને રિપીટ કરો. ઉદાહરણ તરીકે “Call” કહો અને પછી વ્યક્તિનું નામ બોલો.

  • મેસેજ મોકલતા પહેલાં તેમાં ફેરફાર કરો : “Change it” કહો.

  • ટેક્સ્ટ દ્વારા તમારી વિનંતી સંપાદિત કરો : જો તમારી વિનંતી ઑનસ્ક્રીન દેખાય તો તમે તેને સંપાદિત કરી શકો છો. “વિનંતી” પર ટૅપ કરો પછી ઑનસ્ક્રીન કીબોર્ડનો ઉપયોગ કરો.

ટિપ : Siriને ફરી સક્રિય કર્યા વગર તમારી વિનંતીને સુધારવા માટે મૂળ વિનંતી કર્યા પછી તરત જ સુધારેલી સાચી વિનંતી કરો. (અમુક દેશ અને વિસ્તારમાં iPhoneનાં સપોર્ટેડ મૉડલ પર ઉપલબ્ધ.)

Siri માટે બોલવાને બદલે ટાઇપ કરો

  1. સેટિંગ્સ  > ઍક્સેસિબિલિટી > Siri પર જાઓ અને પછી “Siri માટે ટાઇપ કરો” ચાલુ કરો.

  2. વિનંતી ટાઇપ કરવા માટે Siriને સક્રિય કરો પછી પ્રશ્ન પૂછવા અથવા વિનંતી કરવા માટે કીબોર્ડ અને ટેક્સ્ટ ફીલ્ડનો ઉપયોગ કરો.

Siri વિષે વધુ માહિતી

તમારી માહિતી સુરક્ષિત રહે અને તમારે જે કંઈ શેર કરવું હોય તેને તમે પસંદ કરી શકો એવી રીતે Siri તૈયાર કરવામાં આવ્યું છે. વધુ જાણવા માટે જુઓ : Siri, ડિક્ટેશન & પ્રાઇવસિ વેબસાઇટ અને Siriને સુધારો અને ડિક્ટેશન & પ્રાઇવસિ વેબસાઇટ.

અમુક વિનંતીઓ માટે iPhone ઇંટરનેટ સાથે કનેક્ટ હોવો આવશ્યક છે. મોબાઇલ સર્વિસ ચાર્જ લાગુ થઈ શકે છે.

જો Siri તમારા iPhone પર અપેક્ષા મુજબ કામ કરતું નથી તો જો Siri તમારા iPhone પર કામ કરે નહિ શીર્ષક વાળો Apple સપોર્ટ લેખ જુઓ.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.