આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં નકશો ઍપમાં સ્થળોની આજુબાજુ જુઓ

તમે 360-ડિગ્રીના પૅનરૅમિક વ્યૂ દ્વારા કેટલાક સ્થળોની આજુબાજુ જોઈ શકો છો.

નકશો ઍપમાં માર્ક કરેલા ક્ષેત્રના નકશાની ઉપર મુવ કરી શકાય તેવો 360-ડિગ્રીનો પૅનરૅમિક વ્યૂ દેખાય છે. નકશાના પૉઇંટ પર વ્યૂની દિશામાં “આજુબાજુ જુઓ” આઇકન ઓવરલે કરેલું છે.
  1. તમારા iPhoneમાં નકશો ઍપ પર જાઓ.

  2. સિલેક્ટ કરેલા શહેરોમાં નકશામાં નીચે બાજુમાં “આજુબાજુ જુઓ” બટન પર ટૅપ કરો.

  3. વ્યૂ બદલવા માટે નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • પૅન : સીન પર ડાબી અથવા જમણી બાજુ આંગળી ડ્રૅગ કરો.

    • આગળ મુવ કરો : સીન પર ટૅપ કરો.

    • ઝૂમ ઇન અથવા આઉટ કરો : બે આંગળી રાખીને તેને નજીક અથવા દૂર લઈ જાઓ.

    • બીજું રસપ્રદ સ્થળ જુઓ : ફુલ સ્ક્રીન વ્યૂ પરથી સ્વિચ કરીને પછી નકશા પર અન્ય જગ્યાએ ટૅપ કરો અથવા નકશાને ડ્રૅગ કરો.

    • ફુલ સ્ક્રીન વ્યૂ પર અથવા તેમાંથી સ્વિચ કરો : “ફુલ સ્ક્રીન મોડમાં જાઓ” બટન અથવા “ફુલ સ્ક્રીન મોડમાંથી બહાર નીકળો” બટન પર ટૅપ કરો.

    • ફુલ-સ્ક્રીન વ્યૂમાં લેબલ કાઢી નાખો : સ્ક્રીનમાં નીચે બાજુમાં સ્થળના નામથી ઉપર સ્વાઇપ કરીને પછી લેબલ છુપાવો પર ટૅપ કરો.

  4. સમાપ્ત થયા પછી “પૂર્ણ” પર ટૅપ કરો.

સિલેક્ટ કરેલા શહેરોમાં “આજુબાજુ જુઓ” ઉપલબ્ધ છે. iOS અને iPadOS ફીચર ઉપલબ્ધતા વેબસાઇટ જુઓ.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.