આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone પર ફોલ્ડરમાં તમારી નોટ ઑર્ગનાઇઝ કરો

નોટ્સ ઍપમાં તમે તમારી નોટને ફોલ્ડરમાં ઑર્ગનાઇઝ કરી શકો છો અને નોટ લિસ્ટની ટોચે મહત્ત્વપૂર્ણ નોટ પિન કરી શકો છો.

ફોલ્ડર બનાવવા, નામ બદલવા, મુવ કરવા અથવા ડિલીટ કરવા માટે

  1. તમારા iPhone પર નોટ્સ ઍપ પર જાઓ.

  2. ફોલ્ડર લિસ્ટમાં નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • ફોલ્ડર બનાવવા માટે : “નવું ફોલ્ડર” બટન પર ટૅપ કરો, અકાઉંટ પસંદ કરો (જો તમારી પાસે એક કરતાં વધુ હોય તો), “નવું ફોલ્ડર” પર ટૅપ કરો પછી નામ એંટર કરો.

    • સબફોલ્ડર બનાવવા માટે : ફોલ્ડર પર ટચ અને હૉલ્ડ કરો પછી તેને બીજા ફોલ્ડર પર ડ્રૅગ કરો.

    • ફોલ્ડરનું નામ બદલવા માટે : ફોલ્ડરને ટચ અને હૉલ્ડ કરો, “નામ બદલો” પર ટૅપ કરો પછી નવું નામ એંટર કરો.

    • ફોલ્ડરને મુવ કરવા માટે : ફોલ્ડરને ટચ અને હૉલ્ડ કરો પછી તેને નવા લોકેશન પર ડ્રૅગ કરો. જો તમે ફોલ્ડરને બીજા ફોલ્ડર પર ડ્રૅગ કરો છો તો તે સબફોલ્ડર બની જાય છે.

    • ફોલ્ડર ડિલીટ કરવા માટે : ફોલ્ડર પર ડાબી બાજુએ સ્વાઇપ કરો પછી “ફોલ્ડર ડિલીટ કરો” બટન પર ટૅપ કરો. અથવા ફોલ્ડર પર ટચ અને હૉલ્ડ કરો પછી “ડિલીટ કરો” પર ટૅપ કરો.

      જો તમે તમારો વિચાર બદલ્યો હોય તો નોટ રિકવર કરવા માટે “તાજેતરમાં ડિલીટ કરેલ” ફોલ્ડર ખોલો.

નોટ પિન કરવા માટે

નોટ લિસ્ટની ટોચે મહત્ત્વપૂર્ણ નોટને પિન કરવા માટે નીચે મુજબ કરો :

  1. તમારા iPhone પર નોટ્સ ઍપ પર જાઓ.

  2. નોટ લિસ્ટમાં નોટ પર ટચ અને હૉલ્ડ કરો પછી “નોટ પિન કરો” પર ટૅપ કરો. અથવા નોટ પર જમણી બાજુએ સ્વાઇપ કરો પછી પિન પર ટૅપ કરો.

ફોલ્ડર વ્યૂને સૉર્ટ કરવા અને બદલવા માટે

  1. તમારા iPhone પર નોટ્સ ઍપ પર જાઓ.

  2. નોટ લિસ્ટમાં “ફોલ્ડર ઍક્શન” બટન પર ટૅપ કરો પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • ફોલ્ડર વ્યૂ બદલવા માટે : “ગૅલરી રૂપે જુઓ”અથવા “લિસ્ટ રૂપે જુઓ” પસંદ કરો.

    • ટાઇટલ મુજબ નોટ સૉર્ટ કરવા માટે : “આ મુજબ સૉર્ટ કરો” પર ટૅપ કરો પછી ટાઇટલ પસંદ કરો.

    • તારીખ મુજબ નોટ સૉર્ટ કરવા માટે : “આ મુજબ સૉર્ટ કરો” પર ટૅપ કરો પછી “સંપાદિત કર્યા તારીખ” અથવા “બનાવ્યાની તારીખ” પસંદ કરો.

      ડિફૉલ્ટ રૂપે તારીખ મુજબ નોટ ગ્રૂપ કરવામાં આવે છે. આને બંધ કરવા માટે “ફોલ્ડર ઍક્શન” બટન પર ટૅપ કરો પછી “તારીખ મુજબ ગ્રૂપ કરો” પર ટૅપ કરો.

    • સૉર્ટ ક્રમ ઉલટાવવા માટે : “આ મુજબ સૉર્ટ કરો” પર ટૅપ કરો પછી સૌથી પ્રથમ જૂનું (તારીખ મુજબ સૉર્ટ કરતી વખતે) અથવા ઊતરતો ક્રમ (ટાઇટલ મુજબ સૉર્ટ કરતી વખતે) પસંદ કરો.

      તમારા તમામ ફોલ્ડર માટે ડિફૉલ્ટ સૉર્ટિંગ પદ્ધતિ પસંદ કરવા માટે સેટિંગ્સ  > ઍપ્સ > નોટ્સ પર જાઓ પછી “નોટ્સ મુજબ સૉર્ટ કરો” પર ટૅપ કરો.

નોટને બીજા ફોલ્ડરમાં મુવ કરવા માટે

  1. તમારા iPhone પર નોટ્સ ઍપ પર જાઓ.

  2. નોટ લિસ્ટમાં નોટ પર ડાબી બાજુએ સ્વાઇપ કરો પછી “ફોલ્ડર મુવ કરો” બટન પર ટૅપ કરો. અથવા નોટ પર ટચ અને હૉલ્ડ કરો, મુવ પર ટૅપ કરો પછી ફોલ્ડર પસંદ કરો.

નોટ ડિલીટ કરવા માટે

  1. તમારા iPhone પર નોટ્સ ઍપ પર જાઓ.

  2. નોટ લિસ્ટમાં નોટ પર ડાબી બાજુએ સ્વાઇપ કરો પછી “ફોલ્ડર ડિલીટ કરો” બટન પર ટૅપ કરો. અથવા નોટ પર ટચ અને હૉલ્ડ કરો પછી “ડિલીટ” પર ટૅપ કરો.

જો તમે તમારો વિચાર બદલ્યો હોય તો નોટ રિકવર કરવા માટે “તાજેતરમાં ડિલીટ કરેલ” ફોલ્ડર ખોલો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.