આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone પર iTunes Storeમાં તમારી ખરીદી અને સેટિંગ્સ મૅનેજ કરો

iTunes Store ઍપમાં તમારા અથવા તમારા પરિવારના સભ્યો દ્વારા ખરીદેલા સંગીત, મૂવિ અને ટીવી શોને તમે રિવ્યૂ અને ડાઉનલોડ કરી શકો છો. તમે સેટિંગ્સમાં iTunes Store માટેના કૉન્ટેંટ પ્રતિબંધોને પણ કસ્ટમાઇઝ કરી શકો છો.

ફેમિલી શેરિંગ દ્વારા ખરીદીને મંજૂરી આપો

ફેમિલી શેરિંગ સેટ અપ દ્વારા ફેમિલી ઑર્ગનાઇઝર પરિવારમાં ચોક્કસ ઉંમરથી ઓછી ઉંમરના અન્ય સભ્યો દ્વારા કરવામાં આવેલી ખરીદીને રિવ્યૂ કરી શકે છે અને તેને મંજૂરી આપી શકે છે. જુઓ : “ખરીદવા માટે પૂછો” ચાલુ કરવા માટે.

તમારા અથવા પરિવારના સભ્યો દ્વારા ખરીદવામાં આવેલું સંગીત જુઓ અને ડાઉનલોડ કરો

  1. તમારા iPhone પર iTunes Store ઍપ પર જાઓ.

  2. વધુ પર ટૅપ કરો પછી ખરીદી પર ટૅપ કરો.

  3. જો તમે ફેમિલી શેરિંગ સેટ અપ કરો છો તો પરિવારના સભ્યની ખરીદી જોવા માટે તેમને પસંદ કરો.

    નોટ : જો પરિવારના સભ્યો તેમના દ્વારા કરવામાં આવેલી ખરીદી શેર કરવાનું પસંદ કરે તો જ તમે તેમની ખરીદી જોઈ શકો છો.

  4. સંગીત પર ટૅપ કરો પર અને તમે જે આઇટમ ડાઉનલોડ કરવા માંગો છો તે શોધો પછી “ડાઉનલોડ કરો” બટન ટૅપ કરો.

તમારા અથવા પરિવારના સભ્યો દ્વારા ખરીદવામાં આવેલાં મૂવિ અથવા ટીવી શો જોવા અથવા ડાઉનલોડ કરવા Apple TV ઍપમાં તમારી લાઇબ્રેરી મૅનેજ કરો જુઓ.

તમારી સંપૂર્ણ iTunes Storeની ખરીદી હિસ્ટરી જુઓ

તમારા Apple અકાઉંટથી ખરીદવામાં આવેલી ઍપ્સ, ગીતો, મૂવિ, ટીવી શો, પુસ્તક અને અન્ય આઇટમની ક્રમાનુસાર યાદી જોવા માટે તમારા iTunes Storeની ખરીદી હિસ્ટરી જુઓ.

તમારી ખરીદીના હિસ્ટરીમાં તમે નીચેનામાંથી કોઈ પણ એક કરી શકો છો :

  • ઑર્ડરનું બિલ ક્યારે કરવામાં આવ્યું તે તમારા અકાઉંટમાં જુઓ.

  • ખરીદીની તારીખ જુઓ.

  • ઇમેલ રસીદ ફરી મોકલો.

  • ખરીદેલા કૉન્ટેંટમાં આવતી સમસ્યાનો રિપોર્ટ કરો.

કૉન્ટેંટ પ્રતિબંધ સેટ કરો

તમે કૉન્ટેંટ અને પ્રાઇવસિ પ્રતિબંધો ચાલુ કરો પછી સેટિંગ્સ  > સ્ક્રીન ટાઇમ > કૉન્ટેંટ & પ્રાઇવસિ પ્રતિબંધો > App Store, મીડિયા, વેબ & Games પર જાઓ પછી કોઈ પણ ઉપલબ્ધ પ્રતિબંધોને સેટ કરો. તમે બિભત્સ કૉન્ટેંટને બ્લૉક કરી શકો, સંગીત વીડિયોને બંધ કરી શકો, ઉંમર અનુસાર યોગ્ય રેટિંગ્સના આધારે કૉન્ટેંટને પ્રતિબંધિત કરી શકો અને બીજું ઘણું બધું કરી શકો છો.

જ્યારે તમે Appleમાંથી મૂવિ, ટીવી શો, સંગીત, સંગીત વીડિયો, ઇબુક, ઑડિઓબુક અથવા રિંગટોનનો ઍક્સેસ ખરીદો છો ત્યારે તમારી પાસે આ આઇટમને સુસંગત iPhone, iPad, Mac અથવા PC પર કાયમ માટે ડાઉનલોડ કરવાનો વિકલ્પ પણ હોય છે. Apple તમારા ડાઉનલોડ કરેલા કૉન્ટેંટને રદ કરી શકતું નથી અને તમે ઇંટરનેટ કનેક્શન વગર હંમેશાં તમારા ડાઉનલોડ કરેલા કૉન્ટેંટને ઍક્સેસ કરી શકો છો.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.