આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં મૅગ્નિફાયરનો ઉપયોગ કરીને તમારી આસપાસના દરવાજાને ડિટૅક્ટ કરો

જો તમે દૃષ્ટિહીન છો અથવા ઓછું દેખાતું હોય તો તમારી આસપાસના દરવાજાને ડિટૅક્ટ કરવા માટે iPhoneમાં મૅગ્નિફાયર ઍપનો ઉપયોગ કરી શકો છો. તમે દરવાજા સુધીનું અંતર જાણી શકો છો અને દરવાજાને ખોલવાની રીત સહિત તેની માહિતી વિષે સાંભળી શકો છો.

મહત્ત્વપૂર્ણ : ઉચ્ચ જોખમ અથવા આપાતકાલીન પરિસ્થિતિઓમાં, તમને નુકસાન થઈ શકે અથવા ઈજા થઈ શકે તેવા સંજોગોમાં અથવા નૅવિગેશન માટે ડિટૅક્શન મોડ પર આધાર રાખવો જોઈએ નહિ. માત્ર iPhoneના સપોર્ટેડ મૉડલ પર દરવાજા ડિટૅક્ટ કરી શકાય છે.

મૅગ્નિફાયર ઍપ ખુલી છે અને દરવાજો ડિટૅક્ટ કરવામાં આવી રહ્યો છે. દરવાજા સુધીનું અંતર અને દરવાજા પરની ટેક્સ્ટને વર્ણનમાં બતાવવામાં આવે છે.

તમારી નજીકના દરવાજાને ડિટૅક્ટ કરો

  1. તમારા iPhoneમાં મૅગ્નિફાયર ઍપ પર જાઓ.

  2. ડિટેક્શન મોડ શરૂ કરવા માટે “ડિટૅક્શન મોડ” બટન ટૅપ કરો.

    જો તમને “ડિટૅક્શન મોડ” બટન દેખાતું નથી તો તમે તેને ઉમેરી શકો છો. જુઓ : કંટ્રોલ કસ્ટમાઇઝ કરો.

  3. “ડિટૅક્શન મોડ” બટન ટચ કરીને હોલ્ડ કરો અને પછી દરવાજા સિલેક્ટ કરેલા છે તેની ખાતરી કરો.

  4. iPhoneને એવી રીતે રાખો જેથી રીઅર કૅમેરા તમારી આસપાસના દરવાજાને ડિટૅક્ટ કરી શકે. દરવાજા નજીકમાં ડિટૅક્ટ થાય ત્યારે તમને સાઉંડ, સ્પીચ અથવા હેપ્ટિક ફીડબૅક દ્વારા સૂચિત કરવામાં આવે છે. જેમ તમે દરવાજાની નજીક જાઓ તેટલો ફીડબૅક વધુ વારંવાર આવતો રહે છે.

    જો તમને સાઉંડ અથવા સ્પીચ ફીડબૅક સંભળાતો નથી તો સાઇલેંટ મોડ ચાલુ નથી તેની ખાતરી કરો. જુઓ : વૉલ્યૂમ ઍડજસ્ટ કરો.

  5. ડિટેક્શનને ટેંપરરી પૉઝ કરવા માટે સ્ક્રીન પર બે આંગળીઓથી ડબલ ટૅપ કરો. ડિટેક્શન ફરી શરૂ કરવા બે આંગળીઓથી ડબલ-ટૅપ કરો. ડિટેક્શન મોડ બંધ કરવા માટે “ડિટૅક્શન મોડ” બટન ટૅપ કરો.

દરવાજાને ડિટૅક્ટ કરવા માટે સેટિંગ્સ કસ્ટમાઇઝ કરવા માટે

  1. તમારા iPhoneમાં મૅગ્નિફાયર ઍપ પર જાઓ.

  2. “સેટિંગ્સ” બટન પર ટૅપ કરો અને પછી “ડિટૅક્ટ કરો” પર ટૅપ કરો.

  3. દરવાજા પર ટૅપ કરો અને પછી નીચેનામાંથી કોઈ પણને કસ્ટમાઇઝ કરો :

    • યુનિટ : મીટર અથવા ફુટ પસંદ કરો.

    • સાઉંડ પિચ અંતર : સાઉંડ ફીડબૅક માટે અંતર ઍડજસ્ટ કરવા માટે “ઘટાડો” બટન અથવા “વધારો” બટન પર ટૅપ કરો. દરવાજાને આ અંતરની અંદર ડિટૅક્ટ કરવામાં આવે છે ત્યારે સાઉંડ ફીડબૅકની પિચ વધી જાય છે.

    • ફીડબૅક : લેબલ, સાઉંડ, સ્પીચ અને હેપ્ટિકનું કોઈ પણ સંયોજન ચાલુ કરો. જો તમે સ્પીચ ચાલુ કરો છો તો iPhone તમારા અને દરવાજા વચ્ચેનું અંતર બોલે છે.

    • રંગ : ડિટૅક્ટ થયેલા દરવાજાની આઉટલાઇન માટે રંગ સિલેક્ટ કરો.

    • બૅક ટૅપ : તમે તમારા iPhoneની પાછળની બાજુએ ડબલ-ટૅપ કરો ત્યારે તમારા આસપાસના દરવાજા વિષે વધુ માહિતી સાંભળી શકો છો.

    • દરવાજાની માહિતી : દરવાજાની માહિતીનું કોઈ પણ સંયોજન ચાલુ કરો જેમ કે ડિટૅક્ટ થયેલા દરવાજાની સાઇઝ, દરવાજો કેવી રીતે ખોલવો અને અત્યારે દરવાજો ખુલ્લો છે કે નહિ.

    • દરવાજાની સજાવટ : ડિટૅક્ટ થયેલા દરવાજા પરના અથવા તેની નજીકનાં ચિહ્નો અને ટેક્સ્ટ જેમ કે ઍક્સેસ કરી શકાય તેવો પ્રવેશ અથવા શૌચાલય માટેના ચિહ્ન વિષેની માહિતી મેળવવા માટે દરવાજાની સજાવટ ચાલુ કરો.

  4. લાઇવ મૅગ્નિફાયર લેંસ પર પાછા જવા માટે “પાછળ જાઓ” બટન પર ટૅપ કરીને ફરી તેને ટૅપ કરો પછી “પૂર્ણ” પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.