આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone પર ટિપ્સ ઍપનો ઉપયોગ કરો

“ટિપ્સ” ઍપમાં તમને તમારા iPhoneમાંથી સૌથી વધુ લાભ મેળવવામાં મદદ કરે તેવી ટિપ્સનું કલેક્શન જુઓ. તમે સમયાંતરે દરેક વખતે સૂચનાઓ પણ મેળવી શકો છો જેથી સમય જતાં નવી વસ્તુઓ શીખી શકો.

તીર સાથે ટિપ્સનું કલેક્શન દર્શાવતી સ્ક્રીન જે સૂચવે છે કે તમે કલેક્શનમાંની ટિપ્સ જોવા માટે તેના પર ટૅપ કરી શકો છો.

ટિપ્સ મેળવવા માટે

ટિપ્સ ઍપમાં તમે તમારી લૉક સ્ક્રીનને પર્સનલાઇઝ કેવી રીતે કરવી, ટેક્સ્ટ મેસેજને પછીથી મોકલવા માટે શેડ્યૂલ કેવી રીતે કરવો, તમારા AirPodsથી કૉલને મ્યૂટ કેવી રીતે કરવો વગેરે શીખી શકો છો. નવી ટિપ્સ નિયમિતપણે ઉમેરવામાં આવે છે.

શીખવાનું શરૂ કરવા માટે ટિપ્સ ઍપ પર જઈને કલેક્શન પર ટૅપ કરો પછી ટિપ પર ટૅપ કરો.

નવી ટિપ્સ આવે ત્યારે સૂચના મેળવવા માટે

  1. સેટિંગ્સ  > સૂચનાઓ પર જાઓ.

  2. સૂચના શૈલીની નીચે ટિપ્સ પર ટૅપ કરો અને પછી “સૂચનાઓને અનુમતિ આપો” ચાલુ કરો.

  3. ટિપની સૂચનાના લોકેશન અને શૈલી માટે તે ક્યારે દેખાવી જોઈએ વગેરે વિકલ્પ પસંદ કરો.

ટિપ્સ સેવ કરવા માટે

તમે તમારા વ્યક્તિગત સેવ કરેલા ટિપ્સ કલેક્શનમાં ટિપ્સ ઉમેરી શકો છો જેથી પછીથી તેમને ઝડપથી શોધી શકો.

  1. તમારા iPhone પર ટિપ્સ ઍપ પર જાઓ.

  2. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • ટિપ ઉમેરો : “સેવ કરો” બટન પર ટૅપ કરો.

    • તમારી સેવ કરેલી ટિપ્સ જુઓ : ટિપ્સ કલેક્શનનું બૅક બટન પર બે વાર ટૅપ કરો અને પછી “સેવ કરેલી ટિપ્સ” પર ટૅપ કરો.

    • તમારી સેવ કરેલી ટિપ્સમાંથી ટિપ કાઢી નાખો : “સેવ કરેલી ટિપ્સમાંથી કાઢી નાખો” બટન પર ટૅપ કરો.

ટિપ શેર કરવા માટે

તમે ટિપને મેસેજ અને Mailમાં મિત્ર સાથે અથવા AirDrop પર નજીકના કોઈ વ્યક્તિ સાથે શેર કરી શકો છો. તમે નોટ્સ અને Freeform બોર્ડ જેવા ડૉક્યુમૅન્ટમાં પણ ટિપ્સ ઉમેરી શકો છો.

  1. તમારા iPhone પર ટિપ્સ ઍપ પર જાઓ.

  2. “શેર કરો” બટન પર ટૅપ કરો પછી Mail, મેસેજ અથવા AirDrop જેવો શેર કરવાનો વિકલ્પ પસંદ કરો.

તમારાં અન્ય Apple ડિવાઇસ વિષે વધુ જાણવા માટે

જો તમારી પાસે Apple Watch, AirPods અથવા HomePod જેવા અન્ય Apple ડિવાઇસ હોય તો તમે તેના વિષે ટિપ્સ ઍપમાં વાંચી શકો છો.

  1. તમારા iPhone પર ટિપ્સ ઍપ પર જાઓ.

  2. ટિપ્સ ઍપમાં નીચે સુધી સ્ક્રોલ કરીને પછી તમે જે યૂઝર ગાઇડ બ્રાઉઝ કરવા માંગો છો તેને ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.