આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં તમારી મનપસંદ પૉડકાસ્ટ શ્રેણી અને ચૅનલ સિલેક્ટ કરો

iOS 18.2 અથવા તેના પછીના વર્ઝનમાં તમે પૉડકાસ્ટ ઍપમાં તમારી મનપસંદ શ્રેણી અને ચૅનલ સિલેક્ટ કરી શકો છો જેથી તમે તમારા સબ્સ્ક્રિપ્શનમાંથી વધુ સારી રીતે શોની ભલામણો મેળવી શકો અને શો ઍક્સેસ કરી શકો.

તમારી મનપસંદ શ્રેણી સિલેક્ટ કરવા માટે

તમે તમારા મનપસંદમાં શ્રેણી ઉમેરી શકો છો જેથી તમે વધુ સારી રીતે શોની ભલામણ મેળવી શકો અને શ્રેણી પેજને સરળતાથી ઍક્સેસ કરી શકો. તમારી મનપસંદ શ્રેણી મનપસંદ આઇકન સાથે શ્રેણીની સૂચીમાં ટોચ પર દેખાય છે.

  1. તમારા iPhone પર પૉડકાસ્ટ ઍપ પર જાઓ.

  2. હોમ પર ટૅપ કરીને સ્ક્રીનના ઉપર-જમણા ખૂણામાં તમારા અકાઉંટ બટન પર ટૅપ કરો પછી “મનપસંદ શ્રેણી મૅનેજ કરો” પર ટૅપ કરો.

  3. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • તમારા મનપસંદમાં શ્રેણી ઉમેરો : એક અથવા વધુ શ્રેણી સિલેક્ટ કરો.

    • તમારા મનપસંદમાંથી શ્રેણી કાઢી નાખો : “મનપસંદ કાઢી નાખો” બટન પર ટૅપ કરો.

તમારી મનપસંદ ચૅનલ સિલેક્ટ કરવા માટે

iOS 18.2 અથવા તેના પછીના વર્ઝનમાં તમારી લાઇબ્રેરીમાં ચૅનલને શોધવાનું સરળ બનાવવા માટે તમે તમારા મનપસંદમાં તેમને ઉમેરી શકો છો. તમારી મનપસંદ ચૅનલ મનપસંદ આઇકન સાથે ચૅનલની સૂચીની ટોચ પર દેખાય છે.

  1. તમારા iPhone પર પૉડકાસ્ટ ઍપ પર જાઓ.

  2. લાઇબ્રેરી પર ટૅપ કરો પછી ચૅનલ પર ટૅપ કરો.

    તમે ચૅનલ સર્ચ અથવા બ્રાઉઝ પણ કરી શકો છો.

  3. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • તમારા મનપસંદમાં ચૅનલ ઉમેરો : ચૅનલ પર ટૅપ કરો પછી “મનપસંદ” બટન પર ટૅપ કરો.

    • તમારા મનપસંદમાંથી ચૅનલ કાઢી નાખો : ચૅનલ પર ટૅપ કરો પછી “મનપસંદ કાઢી નાખો” બટન પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.