આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone પર મેસેજમાં વાંચન રસીદ ચાલુ અથવા બંધ કરો

જ્યારે તમે કોઈના ટેક્સ્ટ મેસેજ જોયા હોય ત્યારે તેમને ઑટોમૅટિક રીતે જણાવવા માટે તમે વાંચન રસીદનો ઉપયોગ કરી શકો છો.

જ્યારે વાંચન રસીદ ચાલુ હોય ત્યારે મોકલનારને તમને મોકલેલા મેસેજની નીચે “વંચાયેલ” શબ્દ દેખાય છે જે દર્શાવે છે કે તમે તેમનો મેસેજ વાંચી લીધો છે. જો તમે તેમનો મેસેજ વાંચ્યો ન હોય તો મોકલનારને “ડિલિવર કરેલ” દેખાય છે.

તમે દરેક માટે અથવા વ્યક્તિગત સંપર્ક માટે વાંચન રસીદ ચાલુ કરી શકો છો.

નોટ : વાંચન રસીદનો ઉપયોગ કરવા માટે તમારે અને તમારા પ્રાપ્તકર્તાએ iMessage ચાલુ કરવું પડશે.

વાંચન રસીદ ચાલુ કરો

તમે દરેક વ્યક્તિના મેસેજ ક્યારે ખોલ્યા હતા તે તેમને જણાવવા માટે વાંચન રસીદ ચાલુ કરી શકો છો.

  1. સેટિંગ્સ  > ઍપ્સ > મેસેજ પર જાઓ.

  2. “વાંચન રસીદ મોકલો” ચાલુ કરો.

નોટ : જો તમે કોઈ ચોક્કસ કૉન્ટૅક્ટ માટે વાંચન રસીદ બંધ કરો છો તો તમારે તે એક કૉન્ટૅક્ટ માટે અલગથી સેટિંગ ચાલુ કરવું પડશે. (નીચે જુઓ : એક વ્યક્તિ માટે વાંચન રસીદ ચાલુ કરો.)

વાંચન રસીદ બંધ કરો

જો તમે નથી ઇચ્છતા કે અન્ય લોકોને ખબર પડે કે તમે તેમના મેસેજ ખોલ્યા છે તો તમે વાંચન રસીદ બંધ કરી શકો છો.

  1. સેટિંગ્સ  > ઍપ્સ > મેસેજ પર જાઓ.

  2. “વાંચન રસીદ મોકલો” બંધ કરો.

નોટ : આ ઍક્શન ફક્ત જેમની વાંચન રસીદ તમે ક્યારેય વ્યક્તિગત રીતે ચાલુ કરી નથી એવા સંપર્ક સાથેના વાર્તાલાપને પ્રભાવિત કરે છે. (નીચે જુઓ : એક વ્યક્તિ માટે વાંચન રસીદ બંધ કરો.)

એક વ્યક્તિ માટે વાંચન રસીદ ચાલુ કરો

તમે સામાન્ય રીતે વાંચન રસીદ બંધ કરી દીધી હોય તો પણ વાર્તાલાપમાં વાંચન રસીદ ચાલુ કરી શકો છો જેથી જ્યારે તમે પ્રાપ્તકર્તાના ઇનકમિંગ મેસેજ જોવો છો તો તેમને ખબર પડી શકે.

  1. તમારા iPhone પર મેસેજ ઍપ પર જાઓ.

  2. વાર્તાલાપ પર ટૅપ કરો પછી વાર્તાલાપની ટોચ પર તમે જેમની સાથે વાર્તાલાપ કરી રહ્યાં છો તેમના નંબર અથવા નામ પર ટૅપ કરો.

  3. “વાંચન રસીદ મોકલો” ચાલુ કરો.

એક વ્યક્તિ માટે વાંચન રસીદ બંધ કરો

જો તમે કોઈ વ્યક્તિ માટે વાંચન રસીદ ચાલુ કરી હોય પરંતુ તમે ઇચ્છો છો કે તેમને વાંચન રસીદ મળવાનું બંધ થાય તો તમે તે એક કૉન્ટૅક્ટ માટે સેટિંગ બંધ કરી શકો છો.

  1. તમારા iPhone પર મેસેજ ઍપ પર જાઓ.

  2. વાર્તાલાપ પર ટૅપ કરો પછી વાર્તાલાપની ટોચ પર તમે જેમની સાથે વાર્તાલાપ કરી રહ્યાં છો તેમના નંબર અથવા નામ પર ટૅપ કરો.

  3. “વાંચન રસીદ મોકલો” બંધ કરો.

અન્ય કોઈ તમારા મેસેજ જુએ ત્યારે વાંચન રસીદ મેળવો

તમે તમારા સિવાય અન્ય કોઈ માટે વાંચન રસીદ ચાલુ કરી શકતા નથી. જ્યારે તમારા મેસેજ ખોલવામાં આવે ત્યારે વાંચન રસીદ પ્રાપ્ત કરવા માટે પ્રાપ્તકર્તાને તે ચાલુ કરવાનું કહો. ઉપર જુઓ : એક વ્યક્તિ માટે વાંચન રસીદ ચાલુ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.