આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone કૅમેરાનો ઉપયોગ કરીને નોટ્સમાં ટેક્સ્ટ અને ડૉક્યુમૅન્ટ સ્કૅન કરો

નોટ્સ ઍપમાં તમે ટેક્સ્ટ અને ડૉક્યુમૅન્ટ સ્કૅન કરવા માટે કૅમેરાનો ઉપયોગ કરી શકો છો.

નોટમાં ટેક્સ્ટ સ્કૅન કરવા માટે

તમે કૅમેરાનો ઉપયોગ કરીને સ્કૅન કરેલી ટેક્સ્ટ (સપોર્ટેડ મૉડલ પર; સપોર્ટેડ ભાષામાં ) ઇંસર્ટ કરી શકો છો.

  1. તમારા iPhone પર નોટ્સ ઍપ પર જાઓ.

  2. નોટમાં “અટૅચમેંટ” બટન પર ટૅપ કરો પછી “ટેક્સ્ટ સ્કૅન કરો” પર ટૅપ કરો.

  3. iPhoneની પોઝિશન એવી રીતે રાખો જેથી કૅમેરા ફ્રેમની અંદર ટેક્સ્ટ દેખાય.

  4. ટેક્સ્ટ સિલેક્ટ કરવા માટે ડ્રૅગ કરો અથવા “ગ્રેબ પૉઇંટ”નો ઉપયોગ કરો પછી “ઇંસર્ટ” પર ટૅપ કરો.

નોટમાં ડૉક્યુમૅન્ટ સ્કૅન કરવા માટે

  1. તમારા iPhone પર નોટ્સ ઍપ પર જાઓ.

  2. નોટમાં “અટૅચમેંટ” બટન પર ટૅપ કરો પછી “ડૉક્યુમૅન્ટ સ્કૅન કરો” પર ટૅપ કરો.

  3. iPhoneની પોઝિશન એવી રીતે રાખો જેથી ડૉક્યુમૅન્ટ પેજ સ્ક્રીન પર દેખાય; iPhone ઑટોમૅટિક રીતે પેજ કૅપ્ચર કરે છે.

    સ્કૅન થઈ રહેલું ડૉક્યુમૅન્ટ સ્ક્રીન પર બતાવવામાં આવી રહ્યું છે. “ફોટો લો” બટન નીચે મધ્યમાં છે.

    પેજને મૅન્યુઅલ રીતે કૅપ્ચર કરવા માટે “ફોટો લો” બટન પર ટૅપ કરો અથવા “વૉલ્યૂમ” બટન દબાવો. ફ્લૅશ ચાલુ અથવા બંધ કરવા માટે “ફ્લૅશ સેટિંગ્સ બતાવો” બટન પર ટૅપ કરો.

  4. વધારાનાં પેજ સ્કૅન કરો પછી જ્યારે સ્કૅન પૂર્ણ થઈ જાય ત્યારે “સેવ” પર ટૅપ કરો.

    નોટમાં ડૉક્યુમૅન્ટને PDF તરીકે સેવ કરવામાં આવે છે.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.