આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

જો તમે AirTag અથવા આઇટમને ભૂલી જાવ તો iPhoneમાં ખોજીમાં અલગ થવાનું અલર્ટ સેટ કરો

“ખોજી” ઍપમાં તમે AirTag અથવા અન્ય આઇટમ અલગ થવાની અલર્ટ ચાલુ કરી શકો છો જેથી તમે તેને ક્યાંય ભૂલી ન જાવ. તમારું લોકેશન શેર કરતું ડિવાઇસ આઇટમથી અલગ થાય ત્યારે દરેક વખતે તમને અલર્ટ પ્રાપ્ત થાય છે.

જ્યાં અલર્ટ મેળવ્યા વિના તમારી આઇટમને મૂકી શકાય તેવાં ભરોસાપાત્ર લોકેશન પણ તમે સેટ કરી શકો છો.

મહત્ત્વપૂર્ણ : અલગ થવાની અલર્ટ મેળવવા માટે તમે “ખોજી” ઍપની સૂચનાઓને અનુમતિ આપી છે તેની ખાતરી કરો. જુઓ : iPhoneમાં સૂચનાનાં સેટિંગ્સ બદલો.

  1. તમારા iPhoneમાં ખોજી ઍપ પર જાઓ.

  2. સ્ક્રીનમાં નીચે “આઇટમ” પર ટૅપ કરો અને પછી તમે જે આઇટમ માટે અલર્ટ સેટ કરવા માંગો છો તેના નામ પર ટૅપ કરો.

  3. સૂચનાઓની નીચે “ભૂલી જવા પર સૂચિત કરો” પર ટૅપ કરો.

  4. “ભૂલી જવા પર સૂચિત કરો” ચાલુ કરો

  5. જો તમે ભરોસાપાત્ર લોકેશન ઉમેરવા માંગો છો તો તમે સૂચવેલું લોકેશન પસંદ કરી શકો છો અથવા “નવું લોકેશન” પર ટૅપ કરીને નકશામાં નવું લોકેશન સિલેક્ટ કરો અને પછી “પૂર્ણ” પર ટૅપ કરો.

  6. “પૂર્ણ” પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.