આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં હવામાન સંબંધિત સૂચનાઓ મૅનેજ કરવી

તમારા વર્તમાન લોકેશન પર વર્ષણ અથવા હવામાનની ગંભીર ઘટનાઓની આગાહી કરવામાં આવે ત્યારે તમે સૂચનાઓ પ્રાપ્ત કરી શકો છો. તમે તમારી યાદીમાં સેવ કરેલા લોકેશન માટે પણ સૂચનાઓ પ્રાપ્ત કરી શકો છો.

તમારા લોકેશન માટે હવામાન સંબંધિત સૂચનાઓ ચાલુ રાખો

  1. સેટિંગ્સ  > પ્રાઇવસિ & સુરક્ષા > લોકેશન સેવાઓ પર જાઓ.

  2. “હવામાન” પર ટૅપ કરો પછી “હંમેશાં” પર ટૅપ કરો.

  3. તમારા વર્તમાન લોકેશન માટે સૌથી સચોટ સૂચનાઓ પ્રાપ્ત કરવા માટે “સચોટ લોકેશન” ચાલુ કરો.

  4. તમારા iPhoneમાં હવામાન ઍપ પર જાઓ.

  5. તમારી યાદી ડિસ્પ્લે કરવા માટે “શહેર સંપાદિત કરો” બટન પર ટૅપ કરો પછી “વધુ વિકલ્પ” બટન પર ટૅપ કરો પછી “સૂચનાઓ” પર ટૅપ કરો.

    જો પૂછવામાં આવે તો હવામાન ઍપમાંથી સૂચનાઓને અનુમતિ આપો.

  6. “વર્તમાન લોકેશન”ની નીચે “ગંભીર હવામાન” અને “આગામી કલાકના વર્ષણ” (લીલો કલર ચાલુ છે) માટે સૂચનાઓ ચાલુ કરો.

  7. “પૂર્ણ” પર ટૅપ કરો.

તમારી યાદીમાં લોકેશન માટે હવામાન સંબંધિત સૂચનાઓ ચાલુ કરવી

  1. તમારા iPhoneમાં હવામાન ઍપ પર જાઓ.

  2. તમારી યાદીને ડિસ્પ્લે કરવા માટે “શહેર સંપાદિત કરો” બટન પર ટૅપ કરો.

  3. “વધુ વિકલ્પ” બટન પર ટૅપ કરો અને પછી સૂચનાઓ પર ટૅપ કરો.

    જો પૂછવામાં આવે તો હવામાન ઍપમાંથી સૂચનાઓને અનુમતિ આપો.

  4. “તમારા લોકેશન”ની નીચે લોકેશન પર ટૅપ કરો પછી “ગંભીર હવામાન” અને “આગામી કલાકના વર્ષણ” (લીલો કલર ચાલુ છે) માટે સૂચનાઓ ચાલુ કરો.

  5. “પૂર્ણ” પર ટૅપ કરો.

નોટ : હવામાન સંબંધિત સૂચનાઓ તમામ દેશ અથવા વિસ્તારમાં ઉપલબ્ધ નથી.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.