આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં સાઉંડ રેકોર્ડિંગ વિકલ્પ બદલો

તમામ iPhone 16 મૉડલ પર જ્યારે તમે વીડિયો રેકોર્ડ કરો છો ત્યારે સ્પેશિયલ ઑડિઓ ઑટોમૅટિક રીતે ચાલુ થાય છે. સ્પેશિયલ ઑડિઓ વધુ વાસ્તવિક અને ઇમર્સિવ ઑડિઓ રેકોર્ડિંગ બનાવે છે જેને તમે ફોટોસ ઍપમાં પછીથી સંપાદિત કરી શકો છો; જુઓ : સ્પેશિયલ ઑડિઓ સંપાદિત કરવા માટે. iPhoneનાં અગાઉનાં મૉડલ સ્ટીરિઓ સાઉંડમાં ઑટોમૅટિક રીતે વીડિયો રેકોર્ડ કરે છે.

તમારા iPhone મૉડલના આધારે તમે સ્પેશિયલ ઑડિઓ, સ્ટીરિઓ અથવા મૉનોમાં રેકોર્ડ કરવાનું પસંદ કરી શકો છો. સેટિંગ્સ > કૅમેરા > સાઉંડ રેકોર્ડ કરો પર જાઓ પછી નીચેનામાંથી કોઈ પણ એકને પસંદ કરો :

  • સ્પેશિયલ ઑડિઓ : ઑડિઓ પ્લેબૅક સપોર્ટેડ પ્લેબૅક ડિવાઇસ પર તમામ દિશાઓમાંથી ઇમર્સિવ છે (તમામ iPhone 16 મૉડલ પર સપોર્ટેડ છે).

  • સ્ટીરિઓ : ડાબા અને જમણા કાન વચ્ચે ઑડિઓ પ્લેબૅકને અલગ કરે છે.

  • મૉનો : ઑડિઓ પ્લેબૅક બંને કાનમાં એકસરખું છે.

નોટ : તમામ iPhone 16 મૉડલ પર જ્યારે તમે સ્પેશિયલ ઑડિઓ અથવા સ્ટીરિઓ સાથે વીડિયો રેકોર્ડ કરો છો ત્યારે રેકોર્ડિંગ દરમિયાન પવનનો નૉઇઝ ઑટોમૅટિક ઓછો થઈ જાય છે. આ સેટિંગ્સ બદલવા માટે સેટિંગ્સ > કૅમેરા > સાઉંડ રેકોર્ડ કરો પર જાઓ પછી વિંડ નૉઇઝ રીડક્શન બંધ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.