આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone પર બોલાયેલા ઑડિઓનાં લાઇવ કૅપ્શન મેળવો

iPhoneમાં લાઇવ કૅપ્શનથી તમે બોલાયેલા ઑડિઓનું રીઅલ-ટાઇમ ટ્રાંસક્રિપ્શન મેળવી શકો છો. FaceTime અથવા પૉડકાસ્ટ જેવી કોઈ પણ ઍપમાં તેમજ તમારી આસપાસના લાઇવ વાર્તાલાપમાં ઑડિઓને વધુ સરળતાથી ફૉલો કરવા માટે લાઇવ કૅપ્શનનો ઉપયોગ કરો.

નોટ : iPhone 11 અને તેના પછીના વર્ઝનમાં જ્યારે પ્રાથમિક ભાષા તરીકે અંગ્રેજી (U.S.) અથવા અંગ્રેજી (કેનેડા) સેટ કરવામાં આવી હોય ત્યારે લાઇવ કૅપ્શન ઉપલબ્ધ હોય છે. લાઇવ કૅપ્શનની ચોકસાઈમાં તફાવત હોઈ શકે છે અને અતિ-જોખમી અથવા આપાતકાલીન સ્થિતિઓમાં તેમના પર આધાર રાખવો જોઈએ નહિ.

લાઇવ કૅપ્શન સેટ અપ અને કસ્ટમાઇઝ કરવા માટે

  1. સેટિંગ્સ  >ઍક્સેસિબિલિટી > લાઇવ કૅપ્શન પર જાઓ પછી લાઇવ કૅપ્શન ચાલુ કરો.

  2. કૅપ્શનની ટેક્સ્ટ, સાઇઝ અને રંગને કસ્ટમાઇઝ કરવા માટે દેખાવ પર ટૅપ કરો.

  3. ડિફૉલ્ટ રૂપે, લાઇવ કૅપ્શન તમામ ઍપ્સ પર બતાવવામાં આવે છે. માત્ર FaceTime અથવા RTT જેવી અમુક ઍપ્સ માટે જ લાઇવ કૅપ્શન મેળવવા માટે તેમને ઇન-ઍપ લાઇવ કૅપ્શનની નીચે ચાલુ કરો.

લાઇવ કૅપ્શનનો ઉપયોગ કરો

લાઇવ કૅપ્શન ચાલુ હોય ત્યારે iPhone ઍપ્સમાં બોલવામાં આવતા અથવા તમારી આસપાસના સંવાદમાંથી આવતા ઑડિઓને ઑટોમૅટિક રીતે ટ્રાંસક્રાઇબ કરે છે. તમે નીચેનામાંથી કોઈ પણ એક કરી શકો છો :

  • વ્યક્તિગત વાર્તાલાપને ટ્રાંસક્રાઇબ કરવા માટે : લાઇવ કૅપ્શન પર ટૅપ કરો પછી માઇક્રોફોન પર ટૅપ કરો.

  • iPhone ઑડિઓને ટ્રાંસક્રાઇબ કરવા માટે : લાઇવ કૅપ્શન પર ટૅપ કરો પછી iPhone ઑડિઓ પર ટૅપ કરો.

  • ટ્રાંસક્રિપ્શન પૉઝ કરવા માટે : લાઇવ કૅપ્શન પર ટૅપ કરો પછી “સાંભળવાનું પૉઝ કરો” પર ટૅપ કરો.

  • લાઇવ કૅપ્શન વિંડોને મુવ કરવા માટે : સ્ક્રીનમાં લાઇવ કૅપ્શન વિંડોની પોઝિશન ફરી બદલવા માટે તેને ડ્રૅગ કરો.

  • લાઇવ કૅપ્શન વિંડો છુપાવવા માટે : કોઈ પણ ઑડિઓ ડિટેક્ટ ન થતા લાઇવ કૅપ્શન વિંડો ઑટોમૅટિક રીતે છુપાઈ જાય છે. જો વિંડો દેખાઈ રહી હોય તો તેને છુપાવવા માટે વિંડો પર ડાબે અથવા જમણે સ્વાઇપ કરો. વિંડો રિસ્ટોર કરવા માટે “લાઇવ કૅપ્શન કોલૅપ્સ” બટન પર ટૅપ કરો.

  • ટ્રાંસક્રિપ્શન વિંડોને ફુલ સ્ક્રીન બનાવવા માટે : “મેક્સિમાઇઝ” બટન પર ટૅપ કરો. વિંડોની સાઇઝ નાની કરવા માટે રિસ્ટોર કરવા માટે “મિનિમાઇઝ” બટન પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.